29 Aug 22 : રાજકોટ જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરાયેલા કોમર્શિ યલ બાંધકામોનું ડિમોલીસન કરીને ૧,૩૦૦ ચોરસ મીટર જેટલી સરકારી જમીન દબાણ મુક્ત કરવામાં આવી છે.

આજરોજ રાજકોટના ૧૫૦ ફૂટ રિંગ રોડ ઉપર રામદેવપીર ચોકમાં આવેલા ફાયર સ્ટેશન પાસે રૈયા સર્વે નંબર ૨૧૭ ના પ્લોટ નંબર ૧૧૨૫, ૧૧૨૬, ૧૧૩૧, ૧૧૩૨ ની સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરાયેલા ૨ કોમર્શિયલ બાંધકામ, ૧ રેસ્ટોરન્ટ અને ૧ ગેરેજનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું અને અંદાજીત રૂ. ૧૦ કરોડની બજાર કિંમત ધરાવતી ૧૩૦૦ ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખાલી કરાવવામાં આવી છે.

આ તકે મામલતદારશ્રી જાનકી પટેલે કહ્યું, રાજકોટ જિલ્લામાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવશે તો તેને તોડી પાડવામાં આવશે. ખાલી કરાયેલી સરકારી જમીન પર ફરીવાર દબાણ નહીં થાય તેનું પુરેપુરૂ ધ્યાન રાખવામાં આવશે. આમ છતા, પણ જો કોઈ દબાણકર્તાઓ  ખાલી કરાયેલી જમીન પર ફરીવાર દબાણ કરવાની કોશિષ કરશે અથવા દબાણ કરશે તો તેમના વિરૂધ્ધ ગુજરાત લેન્ડ ગ્રેબીન્ગ એક્ટ-૨૦૨૦ અન્વયે કડક કાર્યવાહી કરવામાં આવશે.

  • ભગવાન ગણેશની મૂર્તિના વિસર્જન માટે જારી કરાયેલા પ્રતિબંધક આદેશો

29 Aug 22 : રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં ગણેશ મહોત્સવ નિમિત્તે વિવિધ સ્થળોએ સ્થાપના કરાયેલ ભગવાન ગણેશની મૂર્તિનુ વિસર્જન કરવા અંગે રાજકોટના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કે.બી.ઠક્કર નીચે મુજબના પ્રતિબંધક આદેશો જાહેર કર્યા છે.

પર્યાવરણની જાળવણી કરવા, જળસ્ત્રોતોમાં થતું પ્રદૂષણ અટકાવવા, જાહેર સુલેહ શાંતિ અને કાયદો-વ્યવસ્થાની જાળવણી કરવા અને જળ સૃષ્ટિ પર વિપરીત અસર થતી અટકાવવાના હેતુસર આ આદેશો જારી કરાયા છે, જે મુજબ સક્ષમ સત્તાધિકારીની પૂર્વ મંજૂરી વગર ગણેશ વિસર્જન કે અન્ય ધાર્મિક સરઘસ કાઢવુ નહીં, સક્ષમ સ્થાનિક સત્તામંડળે મૂર્તિ વિસર્જન માટે સુનિશ્ચિત કરેલ સ્થળ સિવાયની કોઈ પણ જગ્યાએ મૂર્તિ વિસર્જન કરવું નહીં, પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતા જળ સ્ત્રોત જેવા કે ડેમ, તળાવ, નદી કે કૂવામાં મૂર્તિ વિસર્જન કરવું નહીં, મૂર્તિ વિસર્જન માટે રાજ્ય સરકાર તથા હાઇકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલ પદ્ધતિ સિવાયની કોઈપણ પદ્ધતિથી મૂર્તિ વિસર્જન કરવુ નહીં. આ આદેશો તા. ૧૧ સપ્ટેમ્બર સુધી અમલી રહેશે.

સ્થાનિક વહીવટીતંત્ર પાસેથી જરૂરી પરવાનગી મેળવેલ હોય તેવી વ્યક્તિને કે સંસ્થાને, ફરજ ઉપર હોય તેવી ગૃહરક્ષક દળની વ્યક્તિને, લગ્નના વર ઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યક્તિને અને કોઈ સ્મશાનયાત્રાને આ આદેશો લાગુ પડશે નહીં. રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આ હુકમો લાગુ પડશે, જેનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

  • રાજકોટ શહેરમાં બેન્કિંગ સંસ્થાઓ, મલ્ટીપ્લેક્સ બિલ્ડીંગો, હોટેલો, બહુમાળી ભવનો, ઝવેરાત વેચનાર દુકાનો, મોલ, ધાર્મિક સ્‍થળો, શો-રૂમ્‍સ વગેરેમાં સી.સી.ટી.વી. કેમેરા અંગે જાહેરનામું

29 Aug 22 : રાજકોટ શહેરમાં આતંકવાદી બનાવો બનતાં અટકાવવાજાહેર  સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુથી રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવે રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં તા.૩૧/૧૦/૨૦૨૨ સુધી બેંકીંગ સંસ્‍થાઓATM સેન્‍ટરોસોના,ચાંદી અને ડાયમંડના કિંમતી ઝવેરાત વેચનાર દુકાનો તથા શો-રૂમ,શોપીંગ મોલ,મલ્ટીપ્લેકસ થીયેટર,શોપીંગ સેન્‍ટર,કોમર્શીયલ સેન્‍ટર,હોટેલ,ગેસ્‍ટ હાઉસલોજીંગ-બૉર્ડિંગધર્મશાળાઅતિથિગૃહવિશ્રામગૃહબહુમાળી બિલ્ડીંગોમોટા ઔદ્યોગિક એકમો,  મોટા ધાર્મિક સ્‍થળોના માલિકો,ઉપભોક્તાઓ, વહીવટકર્તાઓએ તેમના ધંધાના સ્‍થળોના પ્રવેશદ્વારો ઉપર પુરતા પ્રમાણમાં તાલીમબદ્ધ સિક્યોરિટી ગાર્ડને મેટલ ડીટેકટર સાથે ફરજ પર નિયુકત કરવાના આદેશો જારી કર્યા છે.              

પ્રવેશદ્વાર ઉપર તથા બહાર નીકળવાના દ્વાર પરરીસેપ્‍શન કાઉન્‍ટરલોબીબેઝમેન્‍ટપાર્કીંગ તથા જાહેર જનતા માટેના પ્રવેશની તમામ જગ્‍યાઓ આવરી લે તેટલી સંખ્‍યામાં ગેઈટ વાઈઝ સી.સી.ટી.વી. કેમેરાની વ્યવસ્થા કરવાની રહેશે. આ કેમેરા સારી ગુણવત્તાવાળા વધુ રેન્‍જના(માણસોના ચહેરા સ્‍પષ્‍ટ ઓળખી શકાય અને વાહનના નંબર વાંચી શકાય તેવા) ગોઠવવાના રહેશે. તથા બિલ્‍ડીંગના બહારના ભાગે પી.ટી.ઝેડ કેમેરા ગોઠવવાના રહેશે. કોઇ પણ જગ્‍યાની અંદરના ભાગનું સંપૂર્ણ કવરેજ સતત થાય,પ્રવેશતા ને બહાર નીકળતા તમામ માણસોની અવર-જવર તથા ચહેરા સ્‍પષ્‍ટ જોઇ શકાય, તમામ પાર્કીગની જગ્‍યાનું સંપૂર્ણ કવરેજ થાયતથા રીસેપ્‍શન કાઉન્‍ટરબેઝમેન્‍ટઅને જાહેર પ્રજા માટેના પ્રવેશની તમામ જગ્‍યાઓનું સંપૂર્ણ કવરેજ થાયતે રીતે આ કેમેરા ગોઠવવાના રહેશે. આ સી.સી.ટી.વી.ના રેકોર્ડીંગના ડેટા ઓછામાં ઓછા ૩૦ દિવસ સુધી સાચવવાના રહેશે.

આ કેમેરા સતત ૨૪ કલાક સુધી ચાલુ રહે તે જોવાની જવાબદારી માલિકોઉપભોક્તાઓવહીવટકર્તાઓની રહેશે. સી.સી.ટી.વી.કેમેરાની અને સિકયો રિટી ગાર્ડ ની વ્‍યવસ્‍થા હાલ હયાત તમામ ઉકત એકમોએ આ જાહેરનામાની પ્રસિદ્ધિથી દિન-૭માં કરવાની રહેશે. નવા શરૂ થતા એકમોએ ઉપરોકત વ્‍યવસ્‍થા કર્યા બાદ જ ધંધો શરૂ કરવાનો રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.