File Image
File Image

26 Aug 22 : વડોદરા રેલવે સ્ટેશન ખાતે વૃદ્ધાએ ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર એક અજાણ્યા વૃદ્ધાએ આવી રહેલી ટ્રેન સામે પડતું મૂકિને આપઘાત કર્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જોકે, આ મામલે રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બુધવાર સાંજે વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 પર શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન આવી રહી હતી તે સમયે એક વૃદ્ધા સામાન્ય મુસાફરની જેમ આવ્યા અને જ્યારે ટ્રેન એકદમ નજીક આવી ત્યારે વૃદ્ધાએ ટ્રેન સામે પડતું મૂકીને આપઘાત કરી લીધો છે. આ જોઈ આસપાસ ઉભેલા તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા અને લોકોના ટોળા એકત્રિત થયા હતા.જોકે, આ સમગ્ર ઘટના રેલવે સ્ટેશન પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતા રેલવે પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને મૃતદેહને કબજે લઈ પોસ્ટમાર્ટમ માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારે પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી મૃતકના પરિવારજનોની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ પોલીસને આ અંગે હજુ સુધી કોઈ જાણકારી મળી નથી.

  • વડોદરાના ચાપડ ગામે દારૂ પીધા બાદ યુવકને આંખે દેખાતું બંધ, શું વધુ એક લઠ્ઠાકાંડ સર્જાશે ?

26 Aug 22 : વડોદરાના ચાપડ ગામે રહેતા 21 વર્ષીય ભૌતિકની દેશી દારૂ પીવાથી આંખોની જોવાની ક્ષમતા ઘટ્યું હોવાની ફરિયાદ સામે આવી છે. બોટાદ લઠ્ઠાકાંડ બાદ રાજ્યનું ગૃહ વિભાગ તો સતર્ક થયું પરંતુ વડોદરા શહેર પોલીસ હજી ગૃહ વિભાગના આદેશને લઈને ગંભીર હોય તેમ નથી લાગી રહ્યું. જેનો જીવંત પુરાવો શહેર નજીક આવેલા ચાપડ ગામે સામે આવ્યો છે.

ઘટના અંગે વિસ્તાર થી વાત કરવામાં આવે તો ચાપડ ગામે રહેતા 21 વર્ષીય ભૌતિક પરમાર નામના યુવકે પોતાના જ ગામમાંથી દેશી શરાબ ની એક બે નહીં પરંતુ ચાર ચાર પોટલી ગટગટાવી અને ત્યાર બાદ જે થયું તેણે સૌ કોઈ ને દોડતા કરી દીધા.ભૌતિક પરમારે શરાબ પીધા બાદ અચાનક તેની તબિયત લથડી અને આખો ની રોશની ગુમાવી દીધી હતી.જેથી તેને ગામના સરપંચ દ્વારા 108 મારફતે સારવાર માટે સયાજી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો અને હાલ તેના ઘરેજ  સારવાર કરી રહ્યા છે. પરિવારના સભ્યોને સ્તબ્ધ કરી દીધા છે.

ભૌતિક ની માતાએ આંખમાં આંસુ સાથે પોતાની આપવીતી વર્ણવતા જણાવ્યું હતું કે દેશી દારૂના દુષણે સમાજને ખોખલું કરી નાંખ્યું છે. ભૌતિક સાથે બનેલી આ ઘટના સમાજ માટે સાવચેતીનો દાખલો છે.સમાજમાં એવા કેટલાય યુવાનો છે જે દેશી દારૂ ના રવાડે ચડી પોતાના પરિવાર ને વેર વિખેર કરી નાખ્યાં છે. ત્યારે તેમને શહેર પોલીસ ને દેશી દારૂ નું દૂષણ દૂર કરી ઠેરઠેર ચાલતી દેશી દારૂ ની હાટડીઓ બંધ કરાવવા અપીલ કરી હતી.