રાજકોટનું અગાઉનું મસ મોટું બસ સ્ટેન્ડ વેચી મારતા ગઈકાલે અફળા તફળીનો માહોલ સર્જાયો

08 May 23 : લોક સંસદ વિચાર મંચના મોભી પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, સ્થાપક ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, સિનિયર સિટીઝન પ્રવીણભાઈ લાખાણી ની એક સંયુક્ત યાદી જણાવે છે કે ગઈકાલે રાજ્યભરમાં તલાટી મંત્રીની પરીક્ષા દરમિયાન પેપર ફૂટવાની કે કોઈ અનિચ્છનીય બનાવો બનેલ નથી પૂરતા પોલીસ બંદોબસ્ત વચ્ચે સુદર વ્યવસ્થા કરવા બદલ સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ.

વધુમાં ગઈકાલે સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટ એસટી બસ સ્ટેશન જે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ છે અગાઉ મસ્ મોટું બસ સ્ટેન્ડ હતું જે પીપીપી ધોરણે કોમર્શિયલ કરી નાખવામાં આવ્યું અને થાળી ભાંગીને વાટકો કરતા હાલ જગ્યા ટૂંકી પડતી હોવાને પગલે એસટી બસ સ્ટેશનમાં ડ્રાઇવરોને સામાન્ય દિવસોમાં પણ બસ અંદર બહાર કાઢવા માટે રેલો આવી જાય છે. ત્યારે ગઈકાલે રાજ્યભરમાં તલાટી કમ મંત્રીના ૮.૬૪ લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી જે ઉમેદવારોને ૨૫૦ થી ૩૦૦ કિલોમીટર દૂર સુધી સ્વખર્ચે પરીક્ષા દેવા જવું પડ્યું. રાજકોટમાં જ અંદાજે 50,000 થી વધુ ઉમેદવારો હોવાનું જાણવા મળેલ છે ત્યારે રાજકોટનું બસ સ્ટેન્ડ યુવાનોથી હકડેઠઠ મેદનીથી ઉભરાયું હતું. અને ઢેબર રોડ પર ટ્રાફિક વ્યવસ્થા ખોરંભે પડી હતી એસટી બસ સ્ટેશનમાં અને ઢેબર રોડ પર માનવ કીડીયારુ ઉભરાણું હોય તે પ્રકારનો માહોલ જોવા મળ્યો હતો. સુદ્રઢ ટ્રાફિક વ્યવસ્થાના બણગાં ફૂંકનારા ના ગાલ પર તમાચો મારે એ પ્રકારે ટ્રાફિક વ્યવસ્થા ખોરંભે પડી હતી અને એસટી બસ સ્ટેશનમાં અને છેક ત્રિકોણબાગ સુધી એસટી બસોની અંદર આવવા માટે લાઈનોના ખડકલા થઈ ગયા હતા. બસો આવે એ સાથે જ ધકકા મૂકકી કરી બસ ની અંદર ૭૫ થી ૮૦ મુસાફરો ભરી ફટાફટ બસો પ્લેટફોર્મ પર લાગ્યા પહેલા રવાના કરવામાં આવી હતી. બસો માં થતી ધક્કા મૂકકી અને ભીડમાં સ્થાનિક પોલીસે સિનિયર સિટીઝન અને મહિલાઓને અગ્રતા આપી લાઈનો કરાવવાને બદલે મુક્ પ્રેક્ષક બની તમાશો નિહાળ્યો હતો. પોલીસનો બંદોબસ્ત અને એસટીના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક સિક્યુરિટી પણ લાકડીઓ લઈ ભીડને કાબુમાં કરવા જહેમત ઉઠાવતા હતા પરંતુ એસટી બસ પોર્ટ જે વેચી માર્યું છે તે બસ પોર્ટ પર પરીક્ષા ર્થીઓ પણ સમાઇ શકે તેમ ન હોવાને પગલે તડકે ઉભું રહેવું પડ્યું હતું અને જેવી બસો આવે કે આમ તેમ ભટકવું પડતું હતું. એસટી બસ સ્ટેશનમાં ટ્રાફિક કંટ્રોલર ઓફિસમાંથી માઈક નો અવાજ બરાબર ન હોવાને પગલે શું બોલે છે તે પણ બરાબર સંભળાતું પણ ન હતું અને કઈ બસ ક્યાં મુકાય છે તેની પૂરતી જાણકારી અપાતી ન હતી. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે બે દિવસમાં બેરોજગારો પાસેથી ભાડા પેટે કરોડોની કમાણી કરી લીધી.

લોકોની લાગણીને ધ્યાનમાં લઇ બસપોર્ટમાં ત્વરિત પગલાં લઈ તપાસ હાથ ધરવામાં આવે અને અગાઉની જેમ બસ સ્ટેશનમાં જગ્યા ખાલી મળે તે પ્રકારે પ્રબંધ કરવામાં આવે અન્યથા આગામી દિવસોમાં સમયાંતરે અકસ્માતોનું સતત જોખમ ટાળી શકાશે નહીં તે અંતમાં આસવાણી, ઝાલા, રાઓલે જણાવ્યું હતું.

વધુમાં વાંચો… રાજુલાનાં ડુંગર ગામે લગ્નપ્રસંગમાં ફુડ પોઈઝનીંગ 200 જેટલા લોકોને ફૂટ પોઇજનીંગની અસર થતા દોડધામ મચી જવા પામી હતી
રાજુલા તાલુકાના ડુંગર ગામે સંધી સમાજના લગ્ન પ્રસંગે ભોજન સમારંભ બાદ ફુડ પોઈજનીંગ ની ધટના સામે આવી છે. રાજુલા તાલુકાના ડુંગર ગામે ફુડ પોઇજનીંગ ની ઘટના સામે આવી લગ્ન પ્રસંગમાં નોનવેજ બિરયાની અકની અને દૂધનો હલવો બનાવ્યો હતો જેમાં 2500 ઉપરાંત નો ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો. ડુંગર ગામે 200 જેટલા લોકોને બપોર ના ભોજન બાદ ફુડ પોઇજનિંગ ની અસર થતા અલગ અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. રાજુલા તાલુકાના ડુંગર ગામે સંધી સમાજ ના પરિવારમાં લગ્ન પ્રસંગ હોય લગ્ન પ્રસંગ સમયે ભોજન સમારંભ રાખવામાં આવ્યું હતું રાજુલાના ડુંગર ગામે રહેતા રફીકભાઈ જાખરાના ઘરે લગ્ન પ્રસંગ દરમિયાન ઘટના બની હતી. ડુંગર ગામે સંધી સમાજ દ્વારા ભોજન સમારંભમાં નોનવેજ બિરયાની અને દૂધનો હલવો બનાવવામાં આવ્યો હતો. 2500 વધુ લોકોનું ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો અને લોકોએ ભોજન લીધું હતું. 200 જેટલા લોકોને ફૂટ પોઇજનીંગની અસર થતા દોડધામ મચી જવા પામી હતી રાજુલા સરકારી હોસ્પિટલના ડોક્ટરોને હાજર રહેવા આદેશ કરવામાં આવ્યા હતા અને અમરેલી જિલ્લા આરોગ્ય અધિકારી સીંગ સાહેબ પણ અહી ઘટના સ્થળે પહોંચી ગયા હતા તેમજ બ્લોક હેલ્થ ઓફિસર ડો કળસરિયા પણ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા ડુંગર પોલિસ સ્ટેશન ના પી એસ આઈ પણ પોતાના પોલિસ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને ત્યાથી રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે જરૂરી કાર્યવાહી કરવા અને નિવેદન લેવા માટે આવી પહોંચ્યાં હતાં

આ ઘટના મા 200 ઉપરાંત જેમા મોટી ઉંમરના વયસ્ક સ્ત્રી પુરૂષો થી લઈ ને 1 વર્ષ થી લઇ 15 વર્ષ સુધીના 23 બાળકો અને એક માત્ર 9 મહિનાનું નાનુ બાળક તેમજ મહિલાઓને પણ અસર થઈ છે આ ઘટનાની જાણ થતા રાજુલા તાલુકા આરોગ્ય વિભાગની ટીમ સહિત કર્મચારીઓ દોડી ગયા હતા અને ડુંગર પી એચ સી સેન્ટર ખાતે દર્દીઓને સારવાર આપવાનુ શરૂ કરાયું હતું આ ઉપરાંત 108 અને ખાનગી વાહન મારફતે રાજુલા વિક્ટર સાવરકુંડલા મહુવા શહેર આસપાસની હોસ્પિટલોમાં દર્દીઓને ખસેડવામાં આવ્યા છે.

વધુમાં વાંચો… પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના રામપરા – ૨ ગામેથી આઇ.પી.એલ.ની ક્રિકેટ મેચઉપર સટ્ટાનો જુગાર રમી રમાડતા ત્રણ ઇસમોને કુલ કિં.રૂ.૬૭,૩૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અમરેલી એલ.સી.બી. ટીમ
ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ સાહેબ નાઓએ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું, અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમે ગઇ કાલ તા.૦૬/૦૫/૨૦૨૩ નાં બાતમી હકિકત આધારે પીપાવાવ મરીન પો.સ્ટે. ના રામપરા ૨ ગામેથી આઇ.પી.એલ. ૨૦૨૩ ની ચેન્નઇ સુપરકિંગ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચેની લાઇવ – ક્રિકેટ મેચ ઉપર એન્ડ્રોઇડ મોબાઇલ ફોનમાં CRICKBUZZ એપ્લીકેશન મારફતે ક્રિકેટ મેચનો સ્કોર જાણી, કાગળમાં પોતાના નામ સામે આંકડાઓ લખી, પૈસા વડે ‘‘ક્રિકેટનો સટ્ટો” રમી/રમાડતા ત્રણ ઇસમોને પકડી પાડી, તેમજ બે ઇસમો હાજર નહીં મળી આવેલ હોય, સંડોવાયેલ આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

પકડાયેલ આરોપીની વિગતઃ-(૧) લાભુ દેવાયતભાઇ વાઘ, ઉં.વ.૩૦, રહે.રામપરા-૨, તા.રાજુલા, જિ.અમરેલી. (૨) ભુપત દેસુરભાઇ પીંજર, ઉ.વ.૩૭, રહે.હડમતીયા, તા.રાજુલા, જિ.અમરેલી, (૩) દુલા ભીખાભાઇ લાખણોત્રા, ઉ.વ.૩૦, રહે.રામપરા- ૨, તા.રાજુલા, જિ.અમરેલી.
પકડવાના બાકી આરોપીની વિગતઃ- (૪) કનુ ભીખાભાઇ વાઘ, રહે.રામપરા- ૨, તા.રાજુલા, જિ.અમરેલી. (૫) લાલા લખમણભાઇ રામ, રહે.ભેરાઇ, તા.રાજુલા, જિ.અમરેલી. પકડાયેલ મુદ્દામાલ – રોકડા રૂ.૧૦,૩૨૦/- , એન્ડ્રોઇડ મોબાઇલ ફોન – ૪ કિ.રૂ.પ૭,૦૦૦/-, ક્રિકેટ ટીમના નામો/આંકડાઓ લખેલ ડાયરી – ૧ કિ.રૂ.૦૦/- મળી કુલ કિ.રૂ.૬૭,૩૨૦/- નો મુદ્દામાલ. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ સાહેબનાની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ. એમ.ડી.સરવૈયા તથા અમરેલી LCB ના ASI જીગ્નેશભાઇ અમરેલીયા તથા પો.કોન્સ. લિલેશભાઇ બાબરીયા, વિનુભાઈ બારૈયા દ્વારા કરવામાં આવેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here