30 Aug 22 : એક સમયે આંદોલનમાં સાથે રહીને વિરોધ કરતા અન્ના હજારા સાથે અરવિંદ કેજરીવાલ કરતા હતા. ત્યારે અન્ના હજારે એ લેટરમાં લખ્યું પત્રમાં કેજરીવાલ પર કટાક્ષ કરતા કહ્યું કે, તમે પણ સત્તાના નશામાં ડૂબી ગયા છો. મોટા આંદોલનમાંથી જન્મેલા પક્ષને તે શોભતું નથી.

નવી દારૂની નીતિથી ગુસ્સે ભરાઈ કેજરીવાલને લેટર લખ્યો છે. અન્ના હજારે એ કેજરીવાલને કહ્યું, ‘સ્વરાજ’ પુસ્તકમાં તમે કેટલી આદર્શ વાતો લખી છે. તમારી પાસેથી ઘણી આશાઓ હતી, પરંતુ રાજકારણમાં જોડાયા અને મુખ્યમંત્રી બન્યા પછી તમે આદર્શ વિચારધારાને ભૂલી ગયા છો.

અન્નાએ કેજરીવાલને કહ્યું, ‘સ્વરાજ’ પુસ્તકમાં તમે કેટલી આદર્શ વાતો લખી છે. તમારી પાસેથી ઘણી આશાઓ હતી, પરંતુ રાજકારણમાં જોડાયા અને મુખ્યમંત્રી બન્યા પછી તમે આદર્શ વિચારધારાને ભૂલી ગયા છો. જેમ દારૂનો નશો છે, તેમ સત્તાનો નશો છે. તમે પણ આવી શક્તિના નશામાં છો, એવું લાગે છે. પત્રમાં લખ્યું છે કે તેમને આશા હતી કે મહારાષ્ટ્રની જેમ દિલ્હીમાં પણ દારૂની નીતિ બનાવવામાં આવશે, પરંતુ તમે તેમ ન કર્યું. સત્તા માટે પૈસા અને પૈસા માટે સત્તાના ચક્કરમાં લોકો ફસાયા છે. આ તે પક્ષ સાથે સુસંગત નથી જેનો જન્મ મોટા આંદોલનમાંથી થયો છે.

દારૂના વેચાણ અને પીવાને પ્રોત્સાહન આપવામાં આવશે – હજારેએ લખ્યું કે રાજનીતિમાં ગયા પછી અને મુખ્યમંત્રી બન્યા પછી લાગે છે કે તમે આદર્શ વિચારધારા ને ભૂલી ગયા છો. દિલ્હીમાં તમારી સરકારે એવી નવી લિકર પોલિસી બનાવી છે, જે દારૂના વેચાણ અને પીવાને પ્રોત્સાહન આપી શકે છે. શેરીમાં દારૂની દુકાનો ખોલી શકાશે. તેનાથી ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળી શકે છે. આ જનતાના હિતમાં નથી.

  • વેટરનરી ઈન્ટર્ન ડૉક્ટરની આ માંગ સંતોષાશે, ચૂંટણી પહેલા નિયુક્તિ કમિટીની હડતાળ સમેટવાની આ પહેલી શરુઆત

30 Aug 22 : વેટરનરી ઇન્ટર્ન ડોક્ટર્સ દ્વારા વિવિધ માંગણીઓને લઈને સરકાર સમક્ષ બાંયો ચડાવવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકારે તેમની કેટલીક  માંગણીઓ સ્વીકારી છે તેમાં પણ સ્ટાઇપેન્ડનો લાભ તેમને માંગ પ્રમાણે વધારા સાથે આપવામાં આવશે.

ચૂંટણી પહેલા ગુજરાતમાં ચાલતા આંદોલનોનો નિવેડો લાવવાના હેતુસર સરકાર હરકતમાં આવી છે. આ મામલે  સચિવાલયમાં મંત્રીઓની બેઠકમાં આ મામલે ચર્ચા થી હતી. સરકારે પાંચ મંત્રીઓની કિમટી નીમી છે જેમાં ચૂંટણી પહેલા નિયુક્તિ કમિટીની હડતાળ સમેટવાની આ પહેલી શરુઆત કરી છે.

હાલની વાત કરવામાં આવે તો ઇન્ટર્ન ડોક્ટર્સને પહેલા 4200નું સ્ટાઈપેન્ડ આપવામાં આવતુ હતુ. હવે જે રીતની માહિતી મળી રહી છે તે પ્રમાણે સરકારે આઠ હજાર રૂપિયાના સ્ટાઈપેન્ડની ઇન્ટર્ન ડોક્ટર્સ માગણી સ્વીકારી લીધી છે. કેમ કે, તેઓ અવાર નવાર વિરોધ કર્યો હતો.

ખાસ કરીને અમદાવાદમાં સિવિલ સહીત વિવિધ હોસ્પિટલોમાં વેટરનરી ડોક્ટર્સની હડતાળના કારણે વ્યવસ્થા હેલ્થ અને સારવારને લગતી વ્યવસ્થા ખોરવાઈ હતી. જો કે હવે સરકારે ઇન્ટર્ન સ્ટાઈપેન્ડની માંગ સ્વીકારી છે ત્યારે ટૂંક સમયમાં હડતાળનો અંત આવશે. સરકારી કર્મચારીઓમાં વિવિધ માંગોને લઈને ભારે નારાજગી જોવા મળી રહી છે. ત્યારે આ મામલે પણ ચર્ચા વિચારણા કરી નિર્ણય સરકાર દ્વારા ઝડપી લેવામાં આવશે.