અમેરિકાના ગોળીબારની વધુ એક ઘટના, વર્જિનિયામાં વોલમાર્ટમાં ગોળીબાર માં 10ના મોત

23 Nov 22 : અમેરિકામાં ખુલ્લેઆમ ગોળીબારની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જઈ રહી છે. ત્યારે ફરી એક વાર આવી જ ગોળીબારની ઘટના સામે આવી છે. અમેરિકાના વર્જિનિયા રાજ્ય ના ચેસાપીકમાં વોલમાર્ટ સ્ટોરમાં બુધવારે સામૂહિક ગોળીબારની ઘટના સામે આવી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે આ ગોળીબારમાં ઘણા લોકોના મૃત્યુની આશંકા છે. પોલીસે જણાવ્યું કે વર્જિનિયાના વોલમાર્ટમાં મંગળવારે રાતે થયેલા ગોળીબારમાં ઘણા લોકોના મોત થયા છે, જયારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. પોલીસનું માનવું છે કે એક શૂટર હતો જે પણ આ ઘટનામાં મૃત્યુ પામ્યો છે. ચેસાપીક પોલીસ પ્રવક્તા એમપીઓ લિયો કોસિંસ્કીએ આ ઘટનાની માહિતી આપી છે. ઘણા અહેવાલોમાં એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે ગોળીબાર સ્ટોર મેનેજરે જ કર્યો હતો. એને પહેલા સ્ટાફ પર ગોળીબાર કર્યો અને પછી પોતાને પણ ગોળી મારી દીધી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે તેઓ વોલમાર્ટની અંદર તપાસ કરી રહ્યા છે કે બીજા કોઈ ઘાયલો છે કે કેમ.

આ પહેલા પણ બની છે આવી ઘણી ઘટનાઓ

ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં ફાયરિંગની આ પહેલી ઘટના નથી. આવી ઘટનાઓ અહીં રોજ બનતી રહે છે. ગણતરીના દિવસો પહેલા અહીં એક આવી ઘટના બની હતી, જેમાં પાંચ લોકોના મોત થયા હતા. શનિવારની રાત્રે અમેરિકાની એક LGBTQ નાઇટ ક્લબમાં ગોળીબારની ઘટના બની હતી. જેમાં પાંચના મોતની સાથે જ 18 લોકો ઘાયલ થયા હતા.

અમેરિકામાં સામૂહિક ગોળીબાર અને હત્યાના આંકડા તૈયાર કરતી સંસ્થા ‘ધ ગન વાયોલન્સ આર્કાઇવ’ અનુસાર, 2022માં જુલાઈ સુધીમાં 309 સામૂહિક ગોળીબારની ઘટનાઓ બની હતી. આંકડાઓ અનુસાર ચોંકાવનારી વાત એ છે કે આ સામૂહિક હત્યાઓમાં 0 થી 11 વર્ષની વયજૂથના 179 બાળકો અને 12થી 17 વર્ષની વયજૂથના 670 કિશોરોના મોત થયા છે. ‘ગન વાયોલન્સ આર્કાઇવ’ના રિપોર્ટ અનુસાર, 2021માં અમેરિકામાં 693 સામૂહિક ગોળીબારની ઘટનાઓ બની હતી. 2019માં 417 જગ્યાએ આવી જ ઘટનાઓ બની હતી.

વધુમાં વાંચો…આ હિન્દી વેબ સીરિઝને પરિવાર સાથે ક્યારેય ન જોશો, બોલ્ડનેસની તમામ હદો પાર કરે છે.

સપ્તાહના અંતથી મોડી રાત સુધી જોવા માટે વેબ સિરીઝ શોધી રહ્યાં છો, તો અહીં કેટલીક મનોરંજક અને શ્રેષ્ઠ સામગ્રીની યાદી છે. આ વેબ સિરીઝની વાર્તામાં બોલ્ડનેસનો ઉમેરો કરીને જબરદસ્ત બનાવવામાં આવી છે. આ વેબ સિરીઝમાં ક્રાઇમ, સસ્પેન્સ, થ્રિલની સાથે બોલ્ડ કન્ટેન્ટ બધું મિશ્રિત છે. આવો ચાલો યાદી પર એક નજર કરીએ.

યે કાલી કાલી આંખે – આ વેબ સિરીઝની વાર્તા પ્રેમ, છેતરપિંડી અને અપરાધ પર આધારિત છે. નેટફ્લિક્સ પર પ્રસારિત થઈ રહેલી આ શ્રેણીમાં રાજનેતાની પુત્રી તેના પ્રેમી સાથે લગ્ન કરવા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર છે. સસ્પેન્સથી ભરેલી આ સિરીઝમાં ઘણા બોલ્ડ સીન બતાવવામાં આવ્યા છે. જો તમે તમારા પરિવાર સાથે આ સીરિઝ જોવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો, તો તેને અવશ્ય કેન્સલ કરો.

હ્યુમન – ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહેલી આ વેબ સિરીઝમાં અભિનેત્રી કીર્તિ કુલ્હારી અને શેફાલી શાહ વચ્ચે ઘણી હદ વટાવતા દ્રશ્યો બતાવવામાં આવ્યા છે. જેમ કે, આ સિરીઝ મેડિકલ થ્રિલર છે. આ શ્રેણીની વાર્તા જબરદસ્ત છે.

આધા ઇશ્ક – OTT પ્લેટફોર્મ Voot પર સ્ટ્રીમ થતી આ સિરિઝ જોવા માટે લઘુત્તમ વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. હવે તમે જાતે જ વિચારી શકો છો કે આ સિરીઝમાં કેવા પ્રકારનું કન્ટેન્ટ ઉપલબ્ધ થશે. રોમેન્ટિક થ્રિલર વેબ સિરીઝમાં ઘણા બોલ્ડ સીન્સ બતાવવામાં આવ્યા છે.

એક થી બેગમ – આ વેબ સિરીઝ વાસ્તવિક વાર્તાઓ પર આધારિત છે. આ સિરીઝની વાર્તા રોમેન્ટિક કિલર પર આધારિત છે. આ સિરિઝ એક એવી મહિલાની વાર્તા છે જે પોતાના પતિના મૃત્યુનો બદલો લેવા માંગે છે. આ સીરિઝમાં ઈન્ટિમેટ અને બોલ્ડ સીન્સ પૂરા દેખાડવામાં આવ્યા છે. આ શ્રેણી MX Player પર સ્ટ્રીમ કરવામાં આવી રહી છે.

ફોર મોર શોટ્સ 3 – તાજેતરમાં એમેઝોન પ્રાઇમ પર ફોર મોર શોટ્સની ત્રીજી સીઝન સ્ટ્રીમ કરવામાં આવી છે. આ સિરીઝમાં ચાર યુવતીઓ પોતાનું જીવન પોતાની શરતો પર જીવવા માંગે છે. એ ચારની આસપાસ ફરતી વાર્તામાં અનેક મર્યાદાઓ વટાવતા દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here