IPO દ્વારા એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન લિમિટેડને સૂચિબદ્ધ કરવાની મંજૂરી

30 /09/ 21 : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળીય સમિતિએ સ્ટોક એક્સચેન્જમાં પ્રારંભિક જાહેર ઓફર (IPO) દ્વારા સેબીના (ઇશ્યૂ ઓફ કેપિટલ અને ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, 2018 હેઠળ અનલિસ્ટેડ CPSE, મેસર્સ એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન લિમિટેડ (ECGC)ને સૂચિબદ્ધ કરવાની મંજૂરી આપી છે.

ECGC લિમિટેડ ભારત સરકારની સંપૂર્ણ માલિકીની CPSE છે, જેની સ્થાપના નિકાસ માટે ક્રેડિટ રિસ્ક ઈન્સ્યોરન્સ અને સંબંધિત સેવાઓ આપીને નિકાસની સ્પર્ધાત્મકતા વધારવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી છે. કંપની તેની મહત્તમ જવાબદારીઓ (ML)ને 2025-26 સુધીમાં 1.00 લાખ કરોડ રૂપિયાથી વધારીને 2.03 લાખ કરોડ રૂપિયા કરવા માંગે છે.

ECGC લિમિટેડની સૂચિત લિસ્ટિંગથી કંપનીના સાચા મૂલ્યની જાણ થશે, કંપનીના ઇક્વિટી હોલ્ડિંગમાં જાહેર ભાગીદારીને પ્રોત્સાહિત કરીને ‘લોકોની માલિકી’ ને પ્રોત્સાહન આપશે અને પારદર્શિતા અને વધુ જવાબદારી દ્વારા કોર્પોરેટ ગવર્નન્સને પણ પ્રોત્સાહન આપશે.

સૂચિબદ્ધ થવાથી ઇસીજીસી બજારમાંથી અથવા તો તે જ આઇપીઓ મારફતે અથવા ત્યારબાદ ફોલો-ઓન પબ્લિક ઓફર (એફપીઓ) દ્વારા નવી મૂડી એકત્ર કરવા માટે સક્ષમ બની શકે છે અને જેનાથી મહત્તમ જવાબદારી કવરમાં વધારો કરવામાં મદદ મળી શકે છે. વિનિવેશની આવકનો ઉપયોગ સામાજિક ક્ષેત્રની યોજનાઓના ધિરાણ માટે કરવામાં આવશે.