રાજકોટમાં ૩૦૦થી વધુ નેશનલ લેવેલના ખેલાડીઓનું આગમન – હોકી અને સ્વિમીંગની સ્પર્ધા યોજાશે

01 Sep 22 : આ વર્ષે નેશનલ ગેમ્સનું હોસ્ટિંગ ગુજરાતને મળ્યું જે પરિણામે રાજકોટમાં ૨૭થી ૧૦ ઓકટોબર નેશનલ ગેમ્સની હોકી અને સ્વિમિંગની સ્પર્ધા યોજાવાની છે. આ મેગા ઇવેન્ટમાં બીજા વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. રાજકોટમાં ૨૭ સપ્ટેમ્બરથી ૧૦ ઓક્ટોબર સુધી નેશનલ ગેમ્સની હોકી અને સ્વિમીંગની સ્પર્ધા યોજાવાની છે. જેમાં દેશભરમાંથી ૩૦૦થી વધુ ખેલાડીઓ રાજકોટ આવવાના છે.

આ મેગા ઇવેન્ટનો માહોલ બનાવવા માટે ૮ થી ૧૧ સપ્ટેમ્બર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે નેશનલ ગેમ્સનું યજમાન પદ ગુજરાતને મળ્યું છે ત્યારે આ ઇવેન્ટ માટે ગુજરાત સરકાર દ્વારા તડામાર તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે. આગામી ૨૭મી સપ્ટેમ્બર થી ૧૦ ઓક્ટોબર દરમિયાન આ નેશનલ ગેમ્સ ગુજરાતના વિવિધ શહેરોમાં યોજવામાં આવનાર છે. આ ગેમ્સમાં દેશના ૨૫ હજારથી વધુ રમતવીરો ભાગ લેવાના છે. ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર આ છ શહેરોની રાષ્ટ્રીય રમતઉત્સવ માટે પસંદગી કરવામાં આવી છે.

રાજકોટમાં હોકી અને સ્વિમીંગ સ્પર્ધા યોજાનાર છે. જેમાં અંદાજે ૩૦૦થી વધુ સ્પર્ધકો ભાગ લેવાના છે. આ સ્પર્ધકો માટે ૩૫ જેટલી હોટેલો તંત્ર દ્વારા બુક કરવામાં આવી છે. વધુમાં આ અંગે જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું કે રાજકોટના આંગણે નેશનલ ગેમ્સની ભવ્ય ઇવેન્ટ યોજાવા જઇ રહી છે ત્યારે આને લઇને માહોલ બનાવવા ૮ થી ૧૧ સપ્ટેમ્બરમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં સ્પોર્ટ્સ, યોગા, સાઇકલીંગ એશોસિએશન સાથે મળી આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત ફૂડ ફેસ્ટીવલ અને બાસ્કેટ રેલી જેવા કાર્યક્રમો યોજવાનું પણ હાથ ધરાયું છે.

  • રાજકોટમાં નવા રિંગ રોડનું કામ ગોકળ ગતિએ, બે વર્ષથી ચાલી રહ્યું છે કામ

01 Sep 22 : રાજકોટના ગોંડલ હાઇવેથી ઘંટેશ્વર સુધીનો બીજો રિંગ રોડનું કામ ખુબ જ ધીમી ગતિએ થતું હોવાથી લોકોને હાલાકી પડી રહી છે.


રાજકોટ શહેરમાં ચારે તરફ પુલના નિર્માણ તેમજ ઓવરબ્રિજ અને અંડરબ્રિજની કામગીરી અનેક રોડ પર ચાલી રહી છે જેનાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને શહેરમાં ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની રહી છે તેવામાં છેલ્લા બે વર્ષ કરતા પણ વધુ સમયથી રાજકોટ શહેરના બીજા રિંગ રોડનું કામ ચાલી રહ્યું છે તે હજુ સુધી પૂરું થયું નથી અને હજુ પણ સિંગલ પટ્ટી રોડ છે અને ઠેર ઠેર ડ્રાઈવરઝન કાઢવામાં આવ્યા છે જેનાથી વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે.

રાજકોટ શહેરમાંથી પસાર થતો ગોંડલ હાઇવેથી લઈને જામનગર રોડ તરફના ઘટેશ્વર સુધીના આ રોડ હજુ પણ સિંગલ પટ્ટી જ રોડ બન્યો છે અને તેમાં પણ મોટા ટ્રક અને હેવી વાહનો પુરપાટ દોડતા હોવાથી અનેક વખત જીવલેણ અકસ્માત સર્જાયા છે. લોકોની અનેક વખત રજૂઆત છતાંપણ રોડ પર સ્પીડ બ્રેકર રાખવામાં આવતા નથી અને જે સ્પીડ બ્રેકર બનાવવમાં આવે છે તે થોડા સમયમાં જ તૂટી જાય છે.

ઘણા સમયથી બનતા આ રિંગ રોડનું કામ ક્યારે પૂરું થશે લોકો તેની રાહ જોઈ રહ્યા છે અને આ રિંગ રોડ પર BRTS બસ પણ દોડવામાં આવશે પરંતુ ગોકળ ગતિએ ચાલતું કામ જયારે જેટ ગતિએ કરશે તો આ રોડનું કાર્ય જેટલું બને તેટલું વહેલું થઇ શકે અને લોકોને પડતી મુશ્કેલીમાથી છુટકારો મળે.