અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આવતી કાલથી ફરી ગુજરાતના પ્રવાસે, આ વિસ્તારમાં ગજવશે સભાઓ

File Image

27 Oct 22 : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ત્રણ દિવસની ગુજરાતની આવતી કાલે મુલાકાતે આવી રહ્યા છે. ત્રણ દિવસમાં છ જાહેરસભાઓ કરશે. એક દિવસમાં બે સભાને સંબોધન કરશે. બંને નેતાઓ ચૂંટણી અને ચૂંટણીમાં ઉમેદવારોની જાહેરાતને લઈને ગુજરાત પ્રદેશના આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે મળીને આગળની રણનીતિ બનાવશે. રાજ્યમાં આમ આદમી પાર્ટી જોરશોરથી પ્રચાર કરી રહી છે. ત્યારે ચૂંટણી જાહેર થાય એ પહેલાનો અંતિમ પ્રવાસ પણ કહી શકાય છે કેમ કે, 1 તારીખે ચૂંટણીનું ટાઈમ ટેબલ જાહેર થઈ શકે છે.

આવતી કાલથી એટલે કે, 28, 29 ઓક્ટોબરે અને 30, આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે જઈ રહ્યા છે. 28 ઓક્ટોબરે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન બપોરે 12 વાગ્યે પંચમહાલ જિલ્લાની મોરવા હડફ વિધાનસભામાં જાહેર સભાને સંબોધશે. આમ વિવિધ દિવસોમાં ગુજરાતમાં તેમની સભાઓ યોજવામાં આવશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમો અંતિમ તબક્કામાં ચાલી રહ્યા છે.મોદી 31 ઓગસ્ટે ગુજરાત આવશે અને બનાસકાંઠાના થરાદ ખાતે વિકાસ કામોનું લોકાર્પણ ખાતમૂહુર્ત કરશે. આ ઉપરાંત કોંગ્રેસ પણ ચૂંટણી પહેલા સક્રિય થઈ ગઈ છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ આવતી કાલથી ગુજરાતના પ્રવાસે છે.

મેટ્રો આવતા દિવાળીની રજાઓમાં AMTS નથી મળતા મુસાફરો, AMTSને રોજનું 10 થી 12 લાખનું નુકસાન

27 Oct 22 : દિવાળી દરમિયાન મુસાફરોની સંખ્યામાં ઘટાડો થવાના કારણે AMTSને રોજનું 10 થી 12 લાખનું નુકસાન થઈ રહ્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

અમદાવાદમાં દિવાળીના છેલ્લા એક સપ્તાહમાં એએમટીએસ બસના મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને રોજની 10 થી 12 લાખની આવકને પણ મોટો ફટકો પડ્યો છે. ખાસ કરીને દિવાળીના તહેવારના છેલ્લા સપ્તાહે દૈનિક આવકમાં ફટકો પડતા એએટીએસને વધુ નુકશાન પહોંચ્યું છે. કારણ કે શહેરીજનો દિવાળીની ખરીદીમાં વ્યસ્ત છે અને કેટલાક ઘરેથી નીકળી ગયા છે અને કેટલાક પ્રવાસ પર ગયા છે. આ ઉપરાંત એએમટીએસ છોડીને લોકો મેટ્રો તરફ પણ વળ્યા છે. બીજી તરફ દિવાળીના દિવસે 60 હજારથી વધુ લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી અને મેટ્રોની કુલ આવક 1.5 કરોડ સુધી પહોંચી ગઈ.

આ ઉપરાંત અન્ય કારણો પણ છે. શહેરના કોટ વિસ્તારમાં કાલુપુરથી થલતેજ અને વસ્ત્રાલથી અમરાઈવાડી સુધીના રૂટ પર દોડતી મેટ્રો રેલનું સસ્તું ભાડું પણ મેટ્રો રેલ તરફ જવા લોકોને આકર્સી રહ્યું છે. મહાનગર નગરપાલિકાની સૌથી સસ્તી પરિવહન સેવા એટલે કે, AMTSની આર્થિક સ્થિતિ ખથડી રહી છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની તિજોરીમાં તેના કારણે ફટકો પડી રહ્યો છે. ખાસ કરીને તેના કારણે નુકશાનીનો સામનો પેસેન્જર ના મળતા કરવો પડી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here