
01 Oct 22 : અમારી સરકાર બન્યા બાદ અમે મહિલાઓને દર મહિને 1000 સન્માન રાશિ આપીશું. તેમ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગેરન્ટી આજે આપી હતી. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે 2 દિવસની ગુજરાત મુલાકાતે આવી પહોંચ્યા છે. અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માન આજે બપોરે ગાંધીધામ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનનું આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી સહિત સેંકડો કાર્યકરો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન એરપોર્ટથી નીકળીને ગાંધીધામના ડીટીપી એક્ઝિ બિશન ગ્રાઉન્ડ પહોંચ્યા.
મને રાજનીતિ, ભ્રષ્ટાચાર, ગુંડાગીરી કરતા નથી આવડતી, કામ કરતા આવડે છે : અરવિંદ કેજરીવાલ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ ગાંધીધામની જાહેર સભામાં હજારોની સંખ્યામાં આવેલા લોકોને સંબોધતા કહ્યું કે, મને જણાવવામાં આવ્યું છે કે અહીં પર જે મેદાન છે ત્યાં દર શનિવારે ગરીબ લોકો પોતાની દુકાનો લગાવે છે અને એક બજાર ભરાય છે. આજે તેઓએ આમ આદમી પાર્ટીના કાર્યક્રમ માટે આ મેદાન આપી દીધું. હું તેમને વંદન કરું છું, હું તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું. ગરીબોનો આર્શીવાદ મળે છે એનો અર્થ એ છે કે ભગવાનનો આર્શીવાદ મળ્યો છે. આજે તમારા સૌનો આર્શીવાદ મળ્યો છે એનો અર્થ એ છે કે ગુજરાતમાં પરિવર્તન આવીને રહેશે. હું છેલ્લા ઘણા દિવસોથી ગુજરાત આવી રહ્યો છું અને જ્યારે પણ હું ગુજરાત આવું છું ત્યારે ગુજરાતની જનતા તરફથી મને જે પ્રેમ મળી રહ્યો છે તેને હું શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતો. હું માત્ર એટલું જ કહીશ કે ડિસેમ્બરમાં જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર બનશે ત્યારે હું તમારા પ્રેમનું વ્યાજ એક-એક કરીને ઉતારી દઈશ. જે કામ કહ્યા છે એ બધા કામ કરીશ. મને રાજનીતિ, ભ્રષ્ટાચાર, ગુંડાગીરી કરતા નથી આવડતી, કામ કરતા આવડે છે. હું 7 વર્ષથી દિલ્હીનો મુખ્યમંત્રી છું અને ભગવંત માનજી 6 મહિનાથી પંજાબના મુખ્યમંત્રી છે, અમે જનતા માટે કામ કર્યું છે, જનતાની ખૂબ સેવા કરી છે. રાષ્ટ્રનિર્માણનું કામ કર્યું છે. અમે જનતા માટે શાળાઓ બનાવી, હોસ્પિટલો બનાવી, વીજળી આપી, રસ્તાઓ બનાવ્યા, આજે અમારી પાસે બેંક એકાઉન્ટમાં એક પણ પૈસો નથી પરંતુ અમે ઘણું પુણ્ય કમાયા છીએ, અમારી સાથે કરોડો લોકોનો આશીર્વાદ છે.
ડિસેમ્બરમાં ‘આપ’ની સરકાર બનશે અને 1 માર્ચથી સૌનાં વીજળીના બિલ ઝીરો આવવા લાગશે અને જૂના બિલ પણ માફ કરવામાં આવશે : અરવિંદ કેજરીવાલ
હું ગઇ વખત ગુજરાત આવ્યો ત્યારે એક વ્યક્તિ. મને મળવા આવ્યો હતો. હું સભામાં જાઉં છું, જ્યાં હોટલોમાં રોકાઉં છું, જુદા જુદા લોકોને મળતો રહું છું. એ વ્યક્તિએ મને જણાવ્યું કે, ગુજરાતમાં મોંઘવારી ઘણી વધી ગઈ છે. તે વ્યક્તિ તેની સાથે તેનું વીજળીનું બિલ પણ લઈને આવ્યો હતો. તે કહી રહ્યો હતો કે મારા ઘરમાં એક લાઈટ, એક પંખો અને એક ટીવી છે. તે છતાં વીજળીનું બિલ ₹3500 આવ્યું છે અને પહેલાંનું પણ ₹17000નું બિલ આપવામાં આવ્યું છે. અને જ્યારે અમે ₹17000નું આ ખોટું બિલ સુધારવા જઈએ છીએ, ત્યારે તે લોકો અમારી પાસે લાંચ માંગતા કહે છે કે પહેલા ₹10000-₹12000 આપો પછી જ તમારું વીજળીનું બિલ ઓછું કરીશું છે, તે વ્યક્તિ કહી રહ્યો હતો કે, મને એ નથી સમજાતું કે હું વીજળીનું બિલ ભુ કે પછી મારા બાળકોને ભણાવું! અમે દિલ્હી અને પંજાબમાં મોંઘવારીથી દરેકને રાહત આપવા માટે, દરેકના વીજળીના બિલને ઝીરો કરી દીધા, દરેકના જૂના બિલ માફ કરી દીધા. જો ઇમાનદાર સરકાર આવી તો ગુજરાતમાં પણ આવું થઈ શકે છે. આ લોકો મને ગાળો આપે છે કે કેજરીવાલ મફતની રેવડી વહેંચે છે. હું ઇચ્છું છું કે ગુજરાતના લોકો તેમના મુખ્યમંત્રીને પૂછે કે, તેઓને કેટલી વીજળી મફતમાં મળે છે? મુખ્યમંત્રીને 5000 યુનિટ વીજળી અને અન્ય તમામ મંત્રીઓને 4000 યુનિટ વીજળી મફત આપવામાં આવે છે. જો તેમના મંત્રીઓને મફતમાં વીજળી મળી શકતી હોય તો જનતાને ઓછામાં ઓછા 300 યુનિટ વીજળી મફતમાં મળવી જોઈએ. આજે હું અહીંથી એલાન કરવા જઈ રહ્યો છું કે આમ આદમી પાર્ટીને વોટ આપો, ડિસેમ્બરમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે અને 1 માર્ચથી સૌના વીજળીના બિલ ઝીરો આવવા લાગશે અને જૂના બિલ પણ માફ કરવામાં આવશે.
અમારી સરકાર બન્યા બાદ અમે મહિલાઓને દર મહિને ₹1000 સન્માન રાશિ આપીશું : અરવિંદ કેજરીવાલ
અમારી સરકાર બન્યા પછી, અમે 18 વર્ષથી ઉપરની દરેક મહિલાના ખાતામાં દર મહિને 1000 રૂપિયા સન્માન રાશિ આપીશું. જો એક પરિવારમાં 3 મહિલાઓ હોય, તો તે પરિવારને દર મહિને ₹3000 મળશે. હું હમણાં સુરત આવ્યો હતો ત્યારે એક દીકરી મારી પાસે આવી અને રડી રહી હતી કે મેં જેવી-તેવી રીતે મારા ગામમાંથી ધોરણ 12 સુધી તો ભણી લીધું છે પરંતું મારા પિતા પાસે નજીકની કોલેજમાં આવવા-જવાના પૈસા નથી. તો આવી ઘણી દીકરીઓ કે જેઓ તેમનો આગળનો અભ્યાસ નથી કરી શકતી તેઓ આ ₹1000ની મદદથી તેમનો આગળનો અભ્યાસ પૂરો કરી શકે છે. આજકાલ મોંઘવારી એટલી વધી ગઈ છે કે માતાએ પોતાના બાળકોનાં દૂધમાં કાપ મૂકવો પડે છે. જો મહિલાઓને મહિને 1000 રૂપિયા મળે છે, તો માતા તેના બાળકોને સારું ભોજન આપી શકે છે, તેમના શિક્ષણનું ધ્યાન રાખી શકે છે. ઘણી બધી વૃદ્ધ માતાઓને પોતાની દીકરી ઘરે આવે છે ત્યારે તેને કંઈક આપવાની ઈચ્છા હોય છે, પરંતુ પૈસા માટે તેમણે તેમનાં પતિ કે પુત્રની સામે જોવું પડે છે. પરંતુ આ હજાર રૂપિયાના કારણે તેમને કોઈની સામે જોવું નહીં પડે, તે પોતે જ તેમની પુત્રીને 100 રૂપિયા આપી શકે છે.
જ્યારે ગુજરાતમાં અમારી સરકાર બનશે ત્યારે અમે દરેક બાળક માટે રોજગારની વ્યવસ્થા કરીશું, તેમને રોજગાર ન મળે ત્યાં સુધી ₹3000નું બેરોજગારી ભથ્થું આપીશું અને 10,00,000 સરકારી નોકરીઓ બહાર પાડીશું : અરવિંદ કેજરીવાલ
ગઇ વખતે જ્યારે હું ગુજરાત આવ્યો હતો ત્યારે એક છોકરો મને મળવા આવ્યો. તેણે કહ્યું કે હું મારા વિસ્તારના નેતાને મળવા ગયો હતો કે મારી પાસે નોકરી નથી, મને નોકરી આપો, તો તેમણે મને એવો જવાબ આપ્યો હતો કે તું કોઈ કામનો નથી, તને કોઈ કામ આવડતું નથી એટલા માટે તારી પાસે નોકરી નથી. આ લોકોને 27 વર્ષથી એટલો અહંકાર આવી ગયો છે કે તેઓ આપણા બાળકોને ગાળો આપે છે. દિલ્હીમાં મેં 5 વર્ષમાં 12,00,000 બાળકો માટે નોકરીઓ ઊભી કરી. પંજાબમાં ભગવંત માન સાહેબે છેલ્લા 6 મહિનામાં 17,000 બાળકોને સરકારી નોકરી આપી છે. અમારી નિયત પણ છે અમને કામ કરતા પણ આવડે છે. અમે વચન આપ્યું છે કે જ્યારે ગુજરાતમાં અમારી સરકાર બનશે ત્યારે અમે દરેક બાળક માટે રોજગારની વ્યવસ્થા કરીશું અને જ્યાં સુધી રોજગાર નહીં મળે ત્યાં સુધી અમે ₹3000નું બેરોજગારી ભથ્થું આપીશું અને 10,00,000 સરકારી નોકરીઓની વ્યવસ્થા કરીશું. જો તમે તમારા બાળકોને બેરોજગાર રાખવા માંગતા હોવ, ગાળો સાંભળવા માગતા હોવ તો તમે તેમને વોટ આપજો, 27 વર્ષથી આવું જ ચાલી રહ્યું છે અને જો તમારા બાળકો માટે રોજગાર જોઈતો હોય તો આમ આદમી પાર્ટીને વોટ આપજો, ઝાડુનું બટન દબાવજો.
ગુજરાતમાં જ્યારે ‘આપ’ની સરકાર બનશે ત્યારે દરેક ગામમાં શાનદાર સરકારી શાળાઓ બનાવીશું, તમારા બાળકોને સારું શિક્ષણ આપીશું અને તમારી ગરીબી દૂર કરીશું : અરવિંદ કેજરીવાલ
જેમ અત્યારે ગુજરાતની સરકારી શાળાઓ ખરાબ છે તેમ પહેલાં દિલ્હીમાં પણ સરકારી શાળાઓનો ગંભીર રીતે ખરાબ હતી. અમારી સરકાર બન્યા પછી અમે દિલ્હીની તમામ સરકારી શાળાઓને શાનદાર બનાવી દીધી. આજે દિલ્હીની સરકારી શાળાના પરિણામો પણ ખૂબ સારા આવી રહ્યા છે. દિલ્હીમાં મજૂરોના બાળકો, રિક્ષાચાલકોનાં બાળકો, મોચીનાં બાળકો, ઇસ્ત્રી કરનારના બાળકો, ગરીબોના બાળકો ડૉક્ટર અને એન્જિનિયર બની રહ્યાં છે. દિલ્હીમાં ગગન નામનો એક છોકરો છે, તેના પિતા એક કારખાનામાં મજૂર તરીકે કામ કરે છે, તે મહિને ₹8000 કમાય છે. તેને એન્જિનિયરિંગમાં હમણાં જ એડમિશન મળ્યું છે, હવે તે છોકરો એન્જિનિયર બનશે. બીજો છોકરો સુધાંશુ છે, તેના પિતા ડ્રાઇવર છે, તે મહિને ₹10000 કમાય છે, તેને પણ એન્જિનિયરિંગમાં એડમિશન મળી ગયું છે. એવા હજારો બાળકો છે જેઓ સરકારી શાળાઓ માંથી ભણીને ડોક્ટર અને એન્જિનિયરિંગમાં એડમિશન લઈ રહ્યા છે. દિલ્હીની અંદર ઘણા લોકો પોતાના બાળકોના નામ પ્રાઇવેટ શાળામાંથી કઢાવીને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવી રહ્યા છે. ગરીબોના બાળકો દિલ્હીની સરકારી શાળાઓમાં ભણીને ડોક્ટર કે એન્જિનિયર બની રહ્યા છે, જેમની મહિનાની આવક ₹10000 હતી, આજે તેમના બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરીને મહિને બે-ત્રણ લાખ રૂપિયા કમાશે, ઘણા બધા પરિવારોની ગરીબી દૂર થશે. ગુજરાતમાં જ્યારે AAPની સરકાર બનશે ત્યારે દરેક ગામમાં શાનદાર સરકારી શાળાઓ બનાવીશું, તમારા બાળકોને સારું શિક્ષણ આપીશું અને તમારી ગરીબી દૂર કરીશું.
દિલ્હીમાં અમે દરેક વ્યક્તિની સારવાર મફત કરી દીધી, ગુજરાતમાં પણ દરેક લોકોને મફત સારવાર આપીશું : અરવિંદ કેજરીવાલ
દિલ્હીમાં અમે દરેક વ્યક્તિની સારવાર મફત કરી દીધી છે. આજે કોઈને ગંભીર બીમારી થઇ જાય છે તો ઘર, જમીન, મિલકત, દાગીના બધું ગીરવે મૂકી દેવું પડે છે, પરંતુ દિલ્હીમાં તમામ સારવાર મફત છે. તે પછી અમીર હોય કે ગરીબ હોય, તમામ સારવાર મફત, તમામ દવાઓ મફત, તમામ ટેસ્ટ મફત, ઓપરેશન ગમે તેટલું મોટું હોય તે પણ મફત, આનો અમલ ગુજરાતમાં પણ લાગુ કરીશું. ખાસ કરીને કચ્છના વિસ્તારમાં મને કહેવામાં આવ્યું છે કે કોઈ સરકારી હોસ્પિટલ નથી, અહીં દરેક જિલ્લામાં એક-એક મોટી સરકારી હોસ્પિટલ ખોલવામાં આવશે. અમે એટલી સારી હોસ્પિટલ ખોલીશું કે પ્રાઈવેટ જવાની જરૂર નહીં પડે. જે રીતે દિલ્હીમાં તમામ સારવાર મફત છે તેવી જ રીતે ગુજરાતમાં પણ સારવાર મફત કરવામાં આવશે. તમે 27 વર્ષથી તેમને સહન કરી રહ્યા છો, હવે તેમને દૂર કરવાનો સમય આવી ગયો છે.
હમણાં થોડા દિવસ પહેલા જ એક સરકારી રિપોર્ટ આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવી નિશ્ચિત છે : અરવિંદ કેજરીવાલ
હમણાં થોડા દિવસ પહેલા જ એક સરકારી રિપોર્ટ આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવાનું નિશ્વિત છે. આ રિપોર્ટ આવ્યો ત્યારથી આ લોકો પાગલ થઈ ગયા છે, ચારેબાજુ ગુંડાગર્દી શરૂ કરી દીધી છે, લોકોને ધમકાવવાનું શરૂ કરી દીધું છે. મને જાણવા મળ્યું છે કે આ બંને પાર્ટીઓની સિક્રેટ મીટીંગ થઇ રહ્યી છે જેમાં કૈં પણ કરો પણ આમ આદમી પાર્ટીની સરકાર ન બનવી જોઇએ. તેઓ જાણે છે કે આમ આદમી પાર્ટીના લોકો આવશે તો અમારી લૂંટ બંધ થઈ જશે. જો આમ આદમી પાર્ટીના લોકો આવશે તો સરકારના તમામ રૂપિયા શાળાઓ અને હોસ્પિટલો બનાવવા પાછળ વપરાશે. હું અહીંના તમામ માછીમારોને પણ કહેવા માંગુ છું કે હું તમારા તમામ મુદ્દાઓ સમજી ગયો છું, માત્ર મને એક મોકો આપો, તમારા જે પણ મુદ્દાઓ છે, સરકાર બન્યા પછી તે જલ્દી થી જલ્દી પૂરા કરવામાં આવશે. તમારા વિસ્તારમાં નર્મદાનું પાણી નથી પહોંચ્યું, અમને એક મોકો આપો, 1 વર્ષમાં અમે કચ્છના ખૂણે-ખૂણે નર્મદાનું પાણી પહોંચાડીશું. આ મોકો છે તમારા બાળકોનું ભવિષ્ય બનાવવા માટે, 27 વર્ષથી તમારી પાસે કોઇ વિકલ્પ નહોતો, આ વખતે તમને ઉપરવાળાએ મોકો આપ્યો છે