16 Aug 22 : ગુજરાત હેરાલ્ડ ની ખબર ની અસર રાજકોટ-માટેલ-રાજકોટ મોરબી વચ્ચે દોડતી એસ.ટી.ની બસમાં રાતોરાત સીટો નાખી દેવામાં આવી.

હિન્દુઓના આસ્થા સમાન પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો હોય અને આગામી જન્માષ્ટમીના તહેવારો હોય ત્યારે વાંકાનેર ડેપોની રાજકોટ માટે રાજકોટ મોરબી જે લોકલ બસ નંબર GJ-18Z 1189 જે દોડી રહી છે તેમાં સીટ નંબર 41w 42 તૂટી જતા લાંબા સમયથી કાઢી નાખવામાં આવી હતી. જે પગલે મુસાફરોને ફરજિયાત ટિકિટના પુરા પૈસા આપી ઉભા રહેવા મજબૂર બનવું પડતું હતું. લાંબા સમયથી સીટો ન હોવાને પગલે વાંકાનેરની બસમાં જડે શ્વર, માટેલ તરફ ટ્રાફિક રહેતો હોય અને ત્યોહારોને ધ્યાનમાં લઇ ગજેન્દ્રસિંહ ઝાલાએ આ અંગે વાંકાનેર ડેપો ના જવાબદાર ST અધિકારી ઓ સમક્ષ ટેલીફોનિક ફરિયાદ કરવામાં આવી હતી.

તેમ છતાં ફરિયાદનું નિરાકરણ ન આવતા બાદમાં વાંકાનેર ડેપોમાં રૂબરૂ જઈ બસમાં બે સીટો તાત્કાલિક નાખી દેવા અપીલ કરી હતી. તેમ છતાં વાંકાનેર ડેપો મેનેજરે આ વ્યાજબી રજૂઆતનો ઉલાળીયો કરી ફરિયાદ નિકાલ કરવાની તસ્દી લીધી નહોતી.

મુસાફરોને પડતી હાલાકી ને ધ્યાનમાં લઇ ગઈકાલે લોક સંસદ વિચાર મંચના રાજકીય સામાજિક આગેવાનો દ્વારા ગઈકાલે ગોંડલ રોડ ખાતેની ST ની રાજકોટ ડિવિઝન વિભાગીય નિયામકશ્રીની કચેરીમાં જઈ વિભાગીય નિયામક જે.બી. કલોતરાને આવેદનપત્ર આપી પ્લાસ્ટિકની સીટો અર્પણ કરી હતી અને રાજ્યના મુખ્યમંત્રીને પણ આ અંગે લેખિત રજૂઆતો કરવામાં આવી હતી જે પગલે કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા વાંકાનેર ડેપો મેનેજરની ઊંઘ ઊડી ગઈ હતી. અને રાતોરાત માટેલવાળી બસમાં સીટો નાખી દેવાની ફરજ પડી હતી.

આ રીતે લોક સંસદ વિચાર મંચે વાંકાનેર ડેપો મેનેજરની શાન ઠેકાણે લાવી દીધી હતી અને સફળ રજૂઆતના સફળ પડઘા પડ્યા હતા માટેલ બસમાં મુસાફરોને પડતી હાલાકી દૂર કરી સીટો નાખવા બદલ વિભાગીય નિયામકશ્રી અને જવાબદારોનો આભાર વ્યક્ત કરીએ છીએ.

  • પોરબંદરના કુતિયાણા 84 વિધાન સભાના રાણાવાવ માં આપ દ્વારા ટ્રેક્ટર અને ખેડૂતો સાથે તિરંગા યાત્રા યોજાઈ

16 Aug 22 : ૭૫મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના ભાગરૂપે પોરબંદર જિલ્લાના કુતિયાણા -84 વિધાનસભા ના રાણાવાવ ખાતે ધ્વજ વંદન કરી ટ્રેક્ટર સાથે તિરંગા યાત્રા કરવામાં આવી.

આમ આદમી પાર્ટી કુતિયાણા વિધાનસભા દ્વારા જિલ્લા પ્રમુખ મેરૂભાઈ ઓડેદરા ની આગેવાનીમાં ૧૫ મી ઓગષ્ટ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજવંદન કરી રાષ્ટગાન કરી ટ્રેક્ટર સાથે તીરંગા યાત્રા કરવામાં કરવામાં આવી આ તિરંગા યાત્રામાં ઘણા ખેડૂતો પણ જોડાયા હતા.

આશાપુરા ચોક રાણાવાવ થી તિરંગા ને વંદન કરી પુરા સન્માન સાથે તિરંગા યાત્રા ની શરૂઆત કરવામાં આવી, દેશભક્તિ ગીત સાથે ને ભારતમાતા ના જયકારા સાથે મુખ્ય બજાર માં થઇ નવા બસ સ્ટૅન્ડ પહોંચી હતી ત્યાર બાદ જાંસીની રાણી લક્ષ્મી બાઈ ના પૂતળા પાસે ત્યાં શાહિદ વીરો ના સૂત્રો ચાર કરી તિરંગા યાત્રા આગળ ચાલી, રાણાવાવ ના નગરજનો પણ ટ્રેક્ટર સાથે નીકળેલ તિરંગા યાત્રા ને જોવા ઉમટી પડ્યા હતા. અને ઘણા લોકો સાથે તિરંગા યાત્રામા જોડાયા પણ હતા અને છેલ્લે તાલુકા પંચાયત થઈને આશાપુરા ચોકમાં શાહિદવીરોને યાદ કરી તિરંગા યાત્રા પુરી કરવામાં આવી હતી
આ તકે કુતિયાણા વિધાન સભાના સંગઠન મંત્રી તથા હોદેદારો.જીવાભાઈ દાસા,ભરતભાઈ રાઠોડ,વિપુલભાઈ કદાવલા,લાલજીભાઈ પીપરોતર,યતિન ભાઈ ઝાલા,અરજણ ભાઈ બાપોદરા,જીતુ ભાઈ ઓડેદરા,જયમલભાઈ ઓડેદરા,ઈસ્માલભાઈ વસાતથા આમ આદમી કાર્યકરો અને ખેડૂતો અને રાણા વાવ ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા