28 Aug 22 : ભારત-પાકિસ્તાનની ક્રિકેટ ટીમ કોઇપણ ટુર્નામેન્ટમાં ટકરાય ત્યારે સરહદની બંને પારના દેશવાસીઓનો રોમાંચ ચરમ સીમાએ પહોંચી જતો હોય છે. ત્યારે આજથી એશિયા કપની શરૂઆત થઈ રહી છે. પહેલી મેચ શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. આવતીકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે. તો બીજીતરફ સટ્ટા બજારમાં પણ હલચલ વધી ગઈ છે. મોટાભાગના બુકીઓ મેચ અને ટુર્નામેન્ટ જીતવા ભારતને હોટ ફેવરીટ ગણી રહ્યા છે.

UAE ખાતે આજે એશિયા કપ T20 આમ ભારત – પાકિસ્તાન : તમામની નજર ભારત અને પાકિસ્તાન વચ્ચે આજના રમાનારા હાઇવોલ્ટેજ મુકાબલા ઉપર છે. આ મુકાબલાની ટિકિટો માટે ક્રિકેટપ્રેમીઓ દોડધામ કરી રહ્યા છે અને ટિકિટોના ધૂમ કાળાબજાર થઈ રહ્યા છે. મેચ નજીક આવતા ટિકિટના ભાવ પણ વધ્યા છે. સામાન્ય સ્ટેન્ડની ટિકિટના સત્તાવાર ભાવ 250 દિરહામ (અંદાજે 5,500 રૂ.) હતો. પરંતુ બ્લેક માર્કેટમાં 2,500 દિરહામ (55 હજાર રૂ.)માં વેચાઈ રહી છે. મુખ્ય સ્ટેડિયમને બાદ કરતાં બાજુ પરની ટિકિટોના ભાવ 2,500થી વધીને સીધા 5,500 દિરહામ થઈ ચૂક્યા છે. દેશ-વિદેશના અનેક બુકીઓ દુબઈ પહોંચી ગયા છે અને ત્યાંથી સટ્ટા કારોબાર ચલાવી રહ્યા છે. અત્યાર સુધીમાં 1000 કરોડનો સટ્ટો લાગી ચુક્યો છે. જ્યારે આ આંકડો આંતરરાષ્ટ્રીય બજાર કેટલોય વધારે હોઇ શકે છે.

હાર-જીત ઉપરાંત બેટ્સમેન, બોલિંગ,સદી,અડધી સદી,ટીમના સ્કોર અને ટોસ પર પણ સટ્ટો લાગી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાન દ્વારા ભલે સારૂ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હોય, પરંતુ સટ્ટા બજારની નજરે તો પાકિસ્તાને નબળુ માનવામાં આવી રહ્યું છે. મહત્વનું છે, કે મેચ શરૂ થતાની સાથે જ ભાવમાં વધ-ઘટ જોવા મળશે. અત્યારે સટ્ટા બજારમાં ભારત પર 47 પૈસાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે પાકિસ્તાન પર 02 રૂપિયા નો ભાવ ચાલી રહ્યો છે. સટ્ટા બજારમાં જે ટીમની જીતવાની શક્યતા વધારે હોય તેનો ભાવ ઓછો હોય છે. સામાન્ય રીતે પહેલા મોબાઇલ પર સટ્ટો બુક થતો હતો. જેમાં પોલીસ ટેકનીકલ સર્વેલન્સની મદદથી લોકેશન ટ્રેક કરતા હોવાને કારણે હવે મોબાઇલ એપ્લીકેશન સૌથી સલામત રસ્તો બન્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, લગભગ 4 વર્ષ બાદ એશિયા કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અગાઉ વર્ષ 2018માં એશિયા કપ રમાયો હતો. એશિયા કપ 2022ની 6 ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. તે જ સમયે, આ ટૂર્નામેન્ટમાં 13 મેચો રમાશે. ગ્રુપ 1: ભારત, પાકિસ્તાન અને હોંગકોંગ ગ્રુપ 2: શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ આ ટૂર્નામેન્ટની ફાઇનલ 11 સપ્ટેમ્બરે રમાશે.

કેટલાક ક્રિકેટ ચાહકો આ તકનો ખોટો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અહેવાલ મુજબ, જે ચાહકોએ નિર્ધારિત રકમ માટે ટિકિટ ખરીદી હતી તેઓ હવે નફો કમાવવા માટે તેને ભારે પ્રીમિયમ ભાવે ફરીથી વેચવામાં પડ્યા છે

પોલીસ દ્વારા સટ્ટા બજાર પર ચાંપતી નજર : ભારત અને પાકિસ્તાનની ટીમ આમને સામને આવે છે. ત્યારે સટ્ટા માર્કેટમાં પુરની સ્થિતિ સર્જાય છે. રમતના જુદા જુદા હિસ્સા ઉપર પણ સટ્ટો લાગે છે. જેમ કે શરૂઆતમાં ૧૦ ઓવરમાં બંને ટીમો કેટલા રન બનાવશે. કેટલા ઓવરમાં કેટલા સ્કોરે કેટલી વિકેટ પડશે તેના ઉપર પણ સટ્ટો હોય છે. કયા બેટ્‌સમેન ક્યા સુધી ૫૦ અથવા સદી કરી લેશે. કયો બોલર સૌથી વધારે વિકેટ લેશે તેના ઉપર સટ્ટો લગાવવામાં આવે છે. ભારતમાં સટ્ટો ગેરકાયદે છે. પરંતુ ભારતીય લોકો વિદેશની વેબસાઇટ ઉપર પોતાના ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ અથવા ઇ-વોલેટ મારફતે સટ્ટો રમે છે. તો વળી નાના પાયે એપ્લિકેશન અને ઓનલાઇન મારફતે સટ્ટો રમતો હોય છે . પોલીસ દ્વારા સટ્ટા બજાર પર હાલમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

ભારત-પાકિસ્તાન મેચ માટે ટિકિટ ખરીદનારાઓને ઘી-કેળા : આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે બ્લોકબસ્ટર મેચ રમાવાની છે. આ મેચની ટિકિટ ખરીદવાની હરીફાઈ ચાલી રહી છે. કેટલાક ક્રિકેટ ચાહકો આ તકનો ખોટો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અહેવાલ મુજબ, જે ચાહકોએ નિર્ધારિત રકમ માટે ટિકિટ ખરીદી હતી તેઓ હવે નફો કમાવવા માટે તેને ભારે પ્રીમિયમ ભાવે ફરીથી વેચવામાં પડ્યા છે. સરકારી નિયમો અનુસાર ટિકિટનું ફરીથી વેચાણ કરવું ગેરકાયદેસર છે. ગ્રાહકોને કહેવાતી સેકન્ડરી વેબસાઇટ્સ અથવા ઑનલાઇન વેચાણ સાઇટ્સ દ્વારા વેચાતી પ્લેટિનમ લિસ્ટ-બ્રાન્ડેડ ટિકિટ ન ખરીદવાની સલાહ આપવામાં આવે છે કારણ કે શક્ય છે કે ટિકિટ પ્રવેશ માટે માન્ય ન હોય અથવા રદ થઈ.

  • એશિયા કપ 2022 માટે પાકિસ્તાનની ટીમમાં આ ખતરનાક ફાસ્ટ બોલરને મળી જગ્યા

28 Aug 22 : એશિયા કપ 2022ના પ્રારંભ પહેલા પાકિસ્તાનને વધુ એક ઝટકો લાગ્યો જ્યારે ફાસ્ટ બોલર મોહમ્મદ વસીમ જૂનિયરને ઇજાને કારણે ટૂર્નામેન્ટની બહાર થવુ પડ્યુ. વસીમ જૂનિયરને બુધવારે એસીસી ટી-20 એશિયા કપ માટે પાકિસ્તાનના પ્રેક્ટિસ સેશનમાં બોલિંગ કરતા ઇજા થઇ હતી.

તે બીજો પાકિસ્તાનનો ફાસ્ટ બોલર છે, જે ટૂર્નામેન્ટ શરૂ થયા પહેલા એશિયા કપની બહાર થઇ ગયો છે. શાહીન શાહ આફ્રિદી પહેલા ઇજાને કારણે બહાર થઇ ગયો હતો અને તેની જગ્યાએ મોહમ્મદ હસનૈનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ જણાવ્યુ કે ટીમના મેડિકલ સ્ટાફે બોલરનું આકલન કર્યુ અને દૂબઇમાં એમઆરઆઇ સ્કેનમાં તેની ઇજાની પૃષ્ટી થઇ છે, તેને કહ્યુ કે, આ મામલે પીસીબી તબીબી સલાહકાર સમિતી સાથે ચર્ચા કરવામાં આવી જ્યારે એક જાણકાર ફિઝિયોથેરેપિસ્ટ દ્વારા એક સ્વતંત્ર સમીક્ષાની પણ માંગ કરવામાં આવી હતી. મેડિકલ ટીમ વસીમની ઇજા પર નજર રાખશે અને ક્રિકેટમાં તેની વાપસી માટે ઇંગ્લેન્ડના પાકિસ્તાન પ્રવાસ પહેલા ફરી નિર્ણય લેવામાં આવશે.

આ વચ્ચે હસન અલીને વસીમની જગ્યાએ ટીમમાં તક આપવામાં આવી છે, જે ઇવેન્ટ ટેકનિકલ કમિટીની મંજૂરીના આધીન છે. પીસીબીએ કહ્યુ કે જેવા જ ઇટીસીએ હસનને તેની જગ્યાએ લેવાની મંજૂરી આપશે, તે યૂએઇ માટે રવાના થઇ જશે.

હસન અલીને ટીમ મેનેજમેન્ટ દ્વારા ઇજાગ્રસ્ત ખેલાડીની જગ્યાએ માંગ કરવામાં આવી હતી અને મુખ્ય પસંદગીકારોએ અનુરોધનો સ્વીકાર કર્યો હતો. જાહેરાતમાં કહેવામાં આવ્યુ કે હસન અલી ગત ત્રણ અઠવાડિયાથી રાષ્ટ્રીય ઉચ્ચ પ્રદર્શન કેન્દ્રમાં પોતાની બોલિંગ પર કામ કરી રહ્યો હતો અને વર્તમાનમાં રાવલપિંડીમાં છે અને 30 ઓગસ્ટથી શરૂ થનારી રાષ્ટ્રીય ટી-20ની તૈયારી કરી રહ્યો છે.

મહત્વપૂર્ણ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે આજરોજ દુબઇમાં એશિયા કપ 2022 ટૂર્નામેન્ટની પ્રથમ મેચ રમાવાની છે. બાબર આઝમ અને રોહિત શર્મા વચ્ચે ટક્કર જોવા મળી શકે છે.