એશિયા કપ 2022નો આજથી પ્રારંભ, શ્રીલંકા Vs અફઘાનિસ્તાન વચ્ચે પ્રથમ મેચ

27 Aug 22 : એશિયા કપ 2022નો પ્રારંભ આજે એટલે કે 27 ઓગસ્ટથી યૂએઇમાં થવા જઇ રહ્યો છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ દાસુન શનાકા ની શ્રીલંકા અને મોહમ્મદ નબીની આગેવાની ધરાવતી અફઘાનિસ્તાન વચ્ચે દૂબઇ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં આ બન્ને ટીમ લગભગ 6 વર્ષ પછી આમને-સામને હશે. શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે અત્યાર સુધી એકમાત્ર ટી-20 મેચ 2016 ટી-20 વર્લ્ડકપ દરમિયાન રમાઇ હતી, જ્યા શ્રીલંકાએ જીત મેળવી હતી. ગત કેટલાક વર્ષમા અફઘાનિસ્તાનની ટીમે ખુદને સારી કરવા માટે ઘણી મહેનત કરી છે અને તે ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં મોટો ઉલટફેર કરવાની શક્તિ ધરાવે છે.

અફઘાનિસ્તાન અને શ્રીલંકા ગ્રુપ બીનો ભાગ છે જેમાં બાંગ્લાદેશની ટીમ પણ સામેલ છે. આ ગ્રુપની ટોપ 2 ટીમ સુપર 4 માટે ક્વોલિફાયર કરશે.

શ્રીલંકા Vs અફઘાનિસ્તાન એશિયા કપ 2022ની પ્રથમ મેચ ક્યા અને ક્યારે રમાશે?

શનિવાર 27 ઓગસ્ટે દૂબઇ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાશે

શ્રીલંકા Vs અફઘાનિસ્તાન પ્રથમ મેચ ક્યારે શરૂ થશે

પ્રથમ મેચ ભારતીય સમય અનુસાર રાતના 7 વાગીને 30 મિનિટ પર શરૂ થશે જ્યારે આ મેચમાં ટોસ સાંજે 7 વાગ્યે થશે.

શ્રીલંકા Vs અફઘાનિસ્તાન એશિયા કપ 2022ની પ્રથમ મેચની મજા તમે સ્ટાર સ્પોર્ટસના વિવિધ નેટવર્ક સાથે ડીડી સ્પૉર્ટ્સ પર ઉઠાવી શકો છો.

તમે પોતાના સ્માર્ટફોન, ટેબલેટ પર શ્રીલંકા વર્સિસ અફઘાનિસ્તાનની પ્રથમ મેચની લાઇવ સ્ટ્રીમિંગ જોવા માંગો છો તો તમે ડિઝની પ્લસ હૉટસ્ટાર એપ પર જોઇ શકો છો.

એશિયા કપ માટે શ્રીલંકા Vs અફઘાનિસ્તાન મેચ

શ્રીલંકા : પથુમ નીશાકા, ગુણાથિલાકા, ભાનુકા રાજપક્ષે, ચરીથ અસાલકા, ધનંજય ડી સિલ્વા, દાસુન શનાકા, વાનીદુ હસરંગા, થિક્ષાના, ચમીકા કરૂણારત્ને, અસીથા ફર્નાન્ડો, જેફ્રી વાંડરસે

અફઘાનિસ્તાન: નજીબુલ્લાહ જદરાન,હઝરતુલ્લાહ જજઇ, ઇબ્રાહિમ જદરાન, ઉસ્માન ગની,રહમતુલ્લાહ ગુરબાજ, મોહમ્મદ નબી, રાશીદ ખાન, મુજીબ ઉર રહમાન, નવીન ઉલ હક, નૂર અહમદ, કરીમ જનત