વડોદરાની આ બેઠક પર ઉમેદવારોને લઈને ભાજપ-કોંગ્રેસમાં અસમંજ, વડોદરા ચૂંટણી પહેલા ચર્ચામાં

16 Nov 22 : ભારતીય જનતા પાર્ટી દ્વારા હજુ પણ 4 ઉમેદવારોની યાદી જાહેર કરવાની બાકી છે જેમાં વડોદરાની માંજલપુર બેઠકનો સમાવેશ થાય છે. ત્યારે કોંગ્રેસમાં પણ હજુ વડોદરા શહેર બેઠક પર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે.

ત્યારે વડોદરા શહેરમાં ભાજપ- કોંગ્રેસમાં 1-1 બેઠક માટે ઉમેદવારને લઈને મૂંઝવણ છે. આજે ભાજપ દ્વારા બાકી રહેલા 4 ઉમેદવારની યાદીટ જાહેર કરવામાં આવી શકે છે ત્યારે આ યાદીમાં આ બેઠક પરથી ઉમેદવાર પણ જાહેર થશે. જેથી કોંગ્રેસ ભાજપ બાદ ઉમેદવાર જાહેર કરશે. કેમ કે, આ વખતે ભાજપ દ્વારા કેટલાક સિટીંગ ધારાસભ્યોને કાપવામાં આવ્યા છે ત્યારે આ વખતે નારાજગીનો લાભ કોંગ્રેસ લેવા માંગે છે જેથી તેમના ઉમેદવાર કોંગ્રેસમાં પણ જોડાઈ શકે છે માટે કોંગ્રેસ આ વખતે આ ફીરાકમાં છે. વડોદરામાં ભાજપે માંજલપુર અને કોંગ્રેસે વડોદરા શહેરની બેઠક માટે ઉમેદવારોની જાહેરાત કરી નથી. હવે ભાજપ અને કોંગ્રેસ છેલ્લી ઘડીએ ઉમેદવારોની જાહેરાત કરશે. માંજલપુર બેઠક પરથી ભાજપના પાટીદાર ઉમેદવાર ચૂંટણી લડે તે નિશ્ચિત છે. કોંગ્રેસ કોને ઉમેદવાર બનાવે છે તેના પર કાર્યકરો અને આગેવાનો નજર રાખી રહ્યા છે. આજે ભાજપ, કોંગ્રેસ અને AAP સહિત તમામ ઉમેદવારો ઉમેદવારી ફોર્મ વડોદરા વિસ્તારમાંથી ભરશે.

ભાજપ વિધાનસભાની બેઠકો વડોદરામાં આ કારણે પણ ચર્ચામાં – વડોદરાની 8 બેઠકો પરથી મધુ શ્રીવાસ્તવ, રાજેન્દ્ર ત્રિવેદીનું પત્તુ કપાયું છે. વડોદરાના સમગ્ર ચિતારને જોવા જઈએ તો કેટલીક સીટ પર નો રિપીટ અને કેટલીક બેઠક પર રીપિટેશન કરવામાં આવ્યું છે. તેમાં પણ મધુ શ્રીવાસ્તવ, રાજેન્દ્ર ત્રિવેદીનું પત્તુ કપાયું છે. અગાઉ મંત્રી પદમાંથી મહેસુલ ખાતુ રાજેન્દ્ર ત્રિવેદીનું લઈ લેવાયું હતું અને હવે આ વખતે ટિકિટ પણ નથી મળી. આ ઉપરાતં મધુ શ્રીવાસ્તવ કે જે વિવાદમાં રહેતા હતા તેમનું પણ પત્તુ કપાયું છે. જેથી મધુ શ્રીવાસ્તવે આ વખતે દાવેદારી વિપક્ષ તરીકે નોંધાવી છે અને ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે.

વધુમાં વાંચો… દાહોદ નગરમાં ડોર ટુ ડોર કચરો એકઠી કરતી સ્માર્ટ સીટીની ગાડીઓ અચૂક મતદાન કરવાનો અનોખી રીતે આપી રહી છે સંદેશો

એ ચૂંટણી આવી !! લોકશાહીના મહાપર્વમાં પ મી ડિસેમ્બરના રોજ મતદાન કરવાનું અને કરાવવાનું ચૂકશો નહીં

દાહોદ નગરમાં ડોર ટુ ડોર કચરો એકઠી કરતી સ્માર્ટ સીટીની ગાડીઓ અચૂક મતદાન કરવાનો અનોખી રીતે આપી રહી છે સંદેશો. ‘‘એ ચૂંટણી આવી !! તમને તો ખબર જ હશે ને ચૂંટણી આવી. મત આપવો એ આપણો અધિકાર અને ફરજ છે લોકશાહીના મહાપર્વમાં પ મી ડિસેમ્બરના રોજ મતદાન કરવાનું અને કરાવવાનું ચૂકશો નહીં. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર, દાહોદ’’ આ સંદેશો દરરોજ સવારે દાહોદ નગરના દરેક ઘર સુધી ડોર ટુ ડોર કચરો એકઠી કરતી સ્માર્ટ સીટીની ગાડીઓ થકી કંઇક અનોખી અને અસર કારક રીતે પહોંચાડી રહી છે. આગામી તા. ૫ ડિસેમ્બર સુધી દરેક નગરજનને આ સંદેશો લગભગ ગોખાઇ ગયો હશે એટલી ચોટદાર રીતે તેનું પ્રત્યાયન કરાયું છે.

દાહોદ નગરમાં ઘરે ઘરે પહોંચીને કચરો એકઠો કરવાની કામગીરી કરતી ગાડીઓ સ્વચ્છતાના સંદેશાની સાથે અત્યારે મતદાન કરવાનો સંદેશો પણ આપી રહી છે. નગરને સ્વચ્છ રાખવા માટે સ્માર્ટ સીટીની આ ગાડીઓ દરેક ઘરે પહોંચે છે ત્યારે દરેક મતદાતા સુધી લોકશાહીના મહાપર્વમાં અચૂક મતદાન કરવા માટેનો સંદેશો ખૂબ સરસ રીતે પહોંચી રહ્યો છે. રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ જાહેર થઇ છે ત્યારે જિલ્લામાં આગામી તા. ૫ ડિસેમ્બરે નાગરિકોને અવશ્ય મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવી રહ્યાં છે. દાહોદ નગરમાં પણ મતદાન કરવા માટે મતદારોને જાગૃત કરવામાં આવી રહ્યાં છે. સવારમાં વહેલા કચરો લેવા આવતી ગાડીઓમાં જિલ્લા ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવીનો સંદેશો દાહોદ નગરના દરેક મતદાતા સુધી પહોંચાડી રહી છે. જે મતદાનના દિવસ સુધી નગરના દરેક મતદાતાને પોતાની ફરજની યાદ અપાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here