ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ, મામાનું ઘર કેટલે… દિવો બળે એટલે…

09 Oct 22 : પીએમ નરેન્દ્ર મોદીએ દેલવાડામાં જંગી જનસભાને સંબોધન કરીને ગુજરાત સરકારના કામો ગણાવીને ડબલ એન્જિનની સરકારના લાભો ગણાવ્યાં હતા.ભાજપ તરફથી મોરચો ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સંભાળી લીધો છે. અને તેમની સહાયતામાં અન્ય કોઇ નહીં મંત્રી અમિતભાઇ શાહ મોરચો સંભાળી રહ્યાં છે. વડાપ્રધાનને સળંગ ત્રણ-ત્રણ દિવસો ગુજરાત માટે ફાળવવા પડે એવી રાજકીય કટોકટીનું નિર્માણ થવા માટેનું જો કોઇ પરિબળ હોય તો તે છે અરવિંદ કેજરીવાલ. કોંગ્રેસ તો જાણે ચિત્રમાં જ નથી એવુ ઘણાંને લાગી રહ્યું છે. રાતો રાત કેજરીવાલના મુસ્લિમ ટોપી સાથે હિન્દુ વિરોધી પોસ્ટરો બેનરો લાગી જવા એ ભાજપ જ કરી શકે અને કેજરીવાલના ટેકામાં દિલ્હીથી નહીં પણ ગુજરાતમાં જ તેમના કાર્યકરો સરકાર કે પોલીસનો ડર રાખ્યા વગર એ પોસ્ટર-બેનરો ફાડી નાંખે એ જ બતાવે છે કે બન્ને બળિયા છે અને બાથે ભીડ્યા છે.

3 દિવસમાં 14 હજાર કરોડના કામોની ભેટ અને લોકોર્પણના કામો કરી કરીને મોદી ગુજરાતમાં ફરીથી છવાયા અને છવાઇ જવાના છે. તેમની આ સતત મુલાકાતો દર્શાવે છે કે તેમને અને અમિત શાહને ઉંડે ઉંડે બીક હોઇ શકે કે આ વખતે તે કોંગ્રેસ અને આપ પાર્ટીનો સામનો કરવાનો છે અને તે એટલુ સહેલુ નથી. 2022 એ 2017 બની ના રહે એ માટે મોદી આ વખતે જાતે દરેક બેઠકો પર નદર રાખી રહ્યાં છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવી પહોંચ્યા છે. તેઓ સાંજે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા છે. ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ તેમજ અમદાવાદના મેયર કિરીટ પરમારે તેમનું એરપોર્ટ પર અભિવાદન કર્યુ હતુ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત આવ્યા બાદ 45 મિનિટ સુધી એરપોર્ટમાં રોકાયા હતા.તેમણે ગુજસેલ બિલ્ડિંગમાં અડધો કલાક સુધી મિટિંગ કરી હતી. તેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આગામી સમયમાં જ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે. ત્યારે તમામ રાજકીય પાર્ટીઓના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે. ત્યારે ભાજપ પણ તમામ સીટ પર વર્ચસ્વ જમાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યુ છે. ત્યારે ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવ્યાં છે.

વધુમાં વાંચો…ચૂંટણી પંચના નિર્ણય પર NCPએ વ્યક્ત કરી નારાજગી, ઉદ્ધવના ઉમેદવારને આપ્યું સમર્થન

09 Oct 22 : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)એ શિવસેનાના ચૂંટણી ચિન્હ ફ્રીઝ કેસ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે કે પ્રતીક પર પ્રતિબંધનો નિર્ણય ચોંકાવનારો છે. જો કે, તેનો અર્થ એ નથી કે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના નબળી પડી ગઈ છે. એનસીપીના પ્રવક્તા મહેશ તાપસીએ કહ્યું છે કે શિવસેનાના પ્રતીક અને પાર્ટીના નામ પર પ્રતિબંધ મૂકવાનો ચૂંટણી પંચનો નિર્ણય આશ્ચર્યજનક અને પીડાદાયક છે. પરંતુ, આ પંચનો અંતિમ નિર્ણય નથી.

હકીકતમાં ગઈકાલે એક વચગાળાના આદેશ હેઠળ ચૂંટણી પંચે શિવસેનાના ચૂંટણી ચિન્હ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રની અંધેરી પૂર્વ વિધાન સભામાં યોજાનારી પેટાચૂંટણીમાં શિવસેનાના ચૂંટણી ચિન્હ “ધનુષ અને તીર”નો ઉપયોગ કરવા માટે બેમાંથી કોઈ પણ જૂથને મંજૂરી આપવામાં આવશે નહીં.

પેટાચૂંટણી માટે અલગ-અલગ પ્રતીકો હશે – ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર વર્તમાન પેટાચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા બંને જૂથોને પ્રતીકોની યાદી આપવામાં આવશે. બંનેને અલગ-અલગ ચિહ્નો ફાળવવામાં આવશે જેમાંથી તેઓ એક પસંદ કરી શકશે. આવી સ્થિતિમાં બંને જૂથોને 10 ઓક્ટોબરે બપોરે 1 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે.

NCP-કોંગ્રેસે ઉદ્ધવ કેમ્પના ઉમેદવારને સમર્થન આપ્યું હતું – અંધેરી પૂર્વ વિધાનસભા સીટ પર 3 નવેમ્બરે પેટાચૂંટણી યોજાવાની છે. આ સીટ પર શિવસેનાના ધારાસભ્ય રમેશ લટકે નું અવસાન થયું હતું, ત્યારબાદ ઉદ્ધવ જૂથે તેમની પત્ની રુજુતા લટકેને ઉમેદવાર જાહેર કર્યા છે, જેમને NCP અને કોંગ્રેસે સમર્થન આપવાની જાહેરાત કરી છે. બીજી તરફ, શિંદે જૂથની સહયોગી ભારતીય જનતા પાર્ટી (BJP)એ મુરજી પટેલને મેદાનમાં ઉતાર્યા છે.

બંને જૂથોએ ‘તીર ધનુષ’ પર દાવો કર્યો હતો – મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ અને શિંદે જૂથના અલગ થયા બાદ શિવસેનાના અધિકારને લઈને લડાઈ ચાલી રહી છે. ઉદ્ધવ અને શિંદે જૂથ શિવસેના અને તેના પ્રતીક પર પોતાનો દાવો રજૂ કરી રહ્યા છે. શિવસેનાના એકનાથ શિંદે કેમ્પ દ્વારા શિવસેનાના ‘તીર ધનુષ’ પ્રતીકનો દાવો કરવામાં આવ્યો છે, જ્યારે ઉદ્ધવનું કહેવું છે કે અસલી શિવસેના તેમની સાથે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here