બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં આવશે, જાણો ક્યાં ભરાશે દરબાર

16 May 23 : બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી આ મહિનાના અંતમાં ગુજરાતની મુલાકાતે આવવાના છે. આ અંતર્ગત તેઓના સુરત, અમદાવાદ અને રાજકોટમાં કાર્યક્રમો થશે જ્યાં લોક દરબાર ભરાશે. રાજકોટમાં બગેશ્વર બાબાનો દરબાર 1 અને 2 જૂને રેસકોર્સ મેદાનમાં યોજાશે. આ માટે શહેરમાં યુદ્ધના ધોરણે તૈયારીઓ ચાલી રહી છે. લાંબા સમયથી સમાચારોમાં અને ચર્ચામાં રહેલા બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની મુલાકાત પહેલા તૈયારીઓ આ શહોરોમાં તેજ કરવામાં આવી છે જ્યાં તેમનો લોકદરબાર ભરાશે.

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુજરાતના લાંબા પ્રવાસે આવી રહ્યા છે. તેઓ તેમના ગુજરાત પ્રવાસની શરૂઆત સુરતથી કરશે અને ત્યારબાદ અમદાવાદ અને ત્યાર બાદ રાજકોટમાં લોક દરબાર યોજશે.ગુજરાતમાં તેમનો આ પ્રથમ કાર્યક્રમ છે. ગુજરાતમાં બાગેશ્વર ધામ સરકાર તરીકે પ્રખ્યાત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દિવ્ય દરબાર શણગારવામાં આવશે. 1 અને 2 જૂનના રોજ સૌરાષ્ટ્રમાં રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે. કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રીનો બે દિવસીય કાર્યક્રમ રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાશે. કાર્યક્રમ નક્કી થતાં જ રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર માટે લોકોની ઉત્સુકતા વધી ગઈ છે.

વધુમાં વાંચો… ગાંધીનગર – આવતીકાલે ભાજપ દ્વારા પ્રદેશ બૃહદ કારોબારીનું યોજવામાં આવશે
પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ આગામી સમયમાં યોજાનાર મહા જનસંપર્ક અભિયાન અંતર્ગત યોજનાર વિવિધ કાર્યક્રમની માહિતી આપતી પત્રકાર પરિષદ સંબોધી હતી. વાઘેલાએ જણાવ્યું કે ભારતના જનપ્રિય વડાપ્રધાન જેમને દેશની જનતાનો અપાર પ્રેમ સાંપડ્યો છે અને વિશ્વના એક માત્ર એવા નેતા છે કે જેમણે જનતાની અપેક્ષા પૂર્ણ કરી, જનતાનો વિશ્વાસ અને પ્રેમ જીત્યો છે તેવા વિરલ વ્યકતિત્વ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળના નવ વર્ષ ૩૦મી મેના રોજ પૂર્ણ થઇ રહ્યા છે. વાઘેલાએ ૨૦૧૪ પહેલાની દેશની પરિસ્થિતીનો ચિતાર રજુ કરતા જણાવ્યું કે ભારત દેશ આંતરિક તેમજ બાહ્ય સમસ્યાઓથી ઘેરાયેલું હતું અને તે સમયે ગુજરાતના વિકાસ મોડલને વિશ્વ સમક્ષ પ્રસ્થાપિત કરનાર નરેન્દ્રભાઈ મોદી એક માત્ર આશાની કિરણ હતા.કરોડો ભારતવાસીઓએ, રાષ્ટ્ર ભક્તોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીમાં ભારતના ભવિષ્ય માટે વિશ્વાસ મુક્યો અને જન જનની અપેક્ષાઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના પારદર્શક સુશાસનથી પૂર્ણ કરી.

વાઘેલાએ વધુમાં જણાવ્યું કે ૨૦૧૪ના ચુંટણી ઢંઢેરામાં ભાજપાએ આપેલ તમામ વચનો છેલ્લા નવ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પૂર્ણ કર્યા છે.રામ મંદિરનું નિર્માણ હોય, કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને અનુચ્છેદ 35-એ દુર કરીને કાશ્મીરને ભારત સાથે જોડવાની વાત હોય,આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવાની ઝીરો ટોલરન્સની નીતિ હોય, પાડોસી દેશો સાથે સંબધોની વાતો હોય, મજબુત વિદેશ નીતિ થકી દેશને સુરક્ષિત કરવાની વાત હોય, ગરીબ કલ્યાણ માટેની વિવિધ યોજનાઓ હોય, મહિલા સુરક્ષા તેમજ સશક્તિ કરણ અને યુવાનોને વૈશ્વિક કક્ષાનું શિક્ષણ આપવાની અને રોજગારની વાત હોય, વીજળી વગરના હજારો ગામોમાં પ્રકાશ પાથરવાની વાતો હોય કે દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઝડમૂળથી ફેરફાર કરવાનો હોય,પાછલા નવ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દરેક ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી કરીને દેશના ૧૪૦ કરોડ નાગરિકોની અપેક્ષા પૂર્ણ કરી અપ્રતિમ પ્રેમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પામ્યા છે. વાઘેલાએ વધુમાં જણાવ્યું કે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીની આગેવાની અને કેન્દ્રીય ભાજપની યોજના અનુસાર ૩૦મી મેથી રાષ્ટ્રવ્યાપી મહા જનસંપર્ક અભિયાનનો શુભારંભ થવા જઈ રહ્યો છે આ અંતર્ગત ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી.આર.પાટીલજી અને રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડેજીની વિશિષ્ઠ ઉપસ્થિતમાં આવતીકાલે તારીખ ૧૭ મેના રોજ કર્ણાવતી મહાનગરના ટાગોર હોલ ખાતે પ્રદેશની બૃહદ કારોબારીનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

વાઘેલાજીએ મહા જનસંપર્ક અભિયાન અંતર્ગત યોજાનાર વિવિધ કાર્યક્રમોની માહિતી આપતા જણાવ્યું કે પ્રદેશ કક્ષાએ પ્રદેશના પદાધિકારીઓ બૃહદ પત્રકાર પરિષદનું આયોજન કરશે.તે પછી ક્રમશઃ જીલ્લા મહાનગર સ્તરે જીલ્લા અધ્યક્ષ અને સાંસદઓ પત્રકાર પરિષદને સંબોધશે.કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા થયેલ વિકાસ કામોને સ્થળ પર પહોચીને લોકો સમક્ષ ઉજાગર કરવામાં આવશે. સ્થાનિક નાગરિકો સાથે તે અંગે વાર્તાલાપ કરવામાં આવશે. રાજ્યભરમાં વિવિધ સ્થળોએ જનસભાનું આયોજન કરવામાં આવશે.નવ વર્ષ બેમિ સાલ અંતર્ગત ઘર-ઘર સંપર્ક કરવામાં આવશે. સમગ્ર અભિયાન સમગ્ર દેશ તેમજ રાજ્યમાં 1 મહિના સુધી ચાલશે.કેન્દ્રીય ભાજપની યોજના મુજબ ૫૧ જેટલી જનસભાઓનું આયોજન સમગ્ર દેશભરમાં કરવામાં આવ્યું છે.દરેક લોકસભા ક્ષેત્રમાં વિવિધ સંગઠનલક્ષી કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે વિધાનસભા તેમજ મંડળ સહ સંમેલનોનું આયોજન કરવામાં આવશે. વિવિધ ક્ષેત્રના વિશિષ્ઠ આગેવાનઓની યાદી બનાવીને નેતૃત્વ દ્વારા તેમનો સંપર્ક કરીને વાર્તાલાપ કરવામાં આવશે. વાઘેલાએ વધુમાં જણાવ્યું કે પોતાનો રીપોર્ટ કાર્ડ પ્રજા સમક્ષ લઇ જવાની ભાજપની કાર્ય પદ્ધતિ રહી છે. ૨૦૧૯માં પણ દેશ સમક્ષ કરેલા કામોનું સરવૈયું લઈને ગયા હતા અને હવે ફરીથી એક વખત ૨૦૨૪ની લોકસભા ચુંટણીની પહેલા પ્રજા સમક્ષ અમારા કરેલા કાર્યોનો હિસાબ લઈને જઈશું. એક પ્રશ્ન ના જવાબમાં વાઘેલાએ જણાવ્યું કે કર્ણાટકમાં પણ ભાજપાના વોટ શેરમાં વધારો થયો છે. ભાજપનો કાર્યકર્તા ક્યારેય હારતો નથી પરંતુ દરેક ચુંટણીમાંથી બોધપાથ લઇ ને આગળ વધે છે. આજે પણ દેશના ૧૫ રાજ્યોમાં ભાજપની સરકાર છે.સૌથી વધુ સાંસદો,ધારાસભ્યો,મહાનગર પાલિકા,નગરપાલિકા જીલ્લા પંચાયત,તાલુકા પંચાયતમાં ભાજપાના જન પ્રતિનિધિઓ સેવા આપી રહ્યા છે.

વધુમાં વાંચો… સુરત : પાંડેસરામાં મહિલા બુટલેગરે તોડબાજ કથિત પત્રકારને જાહેરમાં લાકડાના દંડા વડે ધીબી નાખ્યો, Video વાયરલ થયો!

રાજ્યમાં દારૂબંધી હોવા છતા સુરતમાં દારૂનો વેપલો ચાલતો હોય તેવી લોકચર્ચા છે. આરોપ છે કે શહેરના અલગ-અલગ વિસ્તારમાં બુટલેગરો હાલ પણ સક્રિય છે અને પોલીસ અને કાયદાના ડર વિના તેઓ બેફિકર થઈને દારૂની હેરાફેરી અને વેચાણ કરે છે. ત્યારે આ વચ્ચે શહેરના પાંડેસરા વિસ્તારમાંથી એક આશ્ચર્યજનક ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.

હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જે સુરતના પાંડેસરા વિસ્તારનો હોવાનું કહેવાઈ રહ્યું છે. આ વીડિયોમાં એક કથિત પત્રકારને મહિલા બુટલેગરો દ્વારા માર માર વામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ,પાંડેસર વિસ્તારમાં મોટા પ્રમાણમાં દારૂનું વેચાણ કરતા બુટલેગરો સક્રિય છે. ત્યારે બૂટલેગરો પાસેથી રૂપિયાની ઉઘરાણી કરી તોડ કરનારા ઓ પણ સક્રિય થયા છે. ત્યારે લક્ષ્મીનગરનો એક વીડિયો સામે આવ્યો છે. એવું કહેવાઇ રહ્યું છે કે આ વીડિયોમાં દેખાતો એક કથિત પત્રકાર સૂરજ તેના મિત્ર કિશોર સાથે મહિલા બુટલેગર રમીલા પાસે રૂપિયા લેવા માટે ગયો હતો. આરોપ છે કે, કથિત પત્રકાર સૂરજ બુટલેગર મહિલાઓ પાસેથી સાપ્તહિક ન્યૂઝ પેપરના નામે સતત રૂપિયાની ઉઘરાણી કરતો હતો અને દર વખતે માગણી વધરાતો હતો. આથી ઉઘરાણીથી ત્રસ્ત થઈને આખરે મહિલા બુટલેગરે કથિત પત્રકારને જાહેરમાં બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. ત્રણ મહિલાઓએ કથિત પત્રકારને લાકડાના દંડા વડે માર માર્યો હતો. આ ઘટનાનો એક વીડિયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં વાંચો… અતીક-અશરફની હત્યા જેવી ઘટના બની! યુપીની કોર્ટમાં શૂટઆઉટ…
પોલીસ કસ્ટડીમાં માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યાની તસવીર તમને યાદ હશે. આવી જ એક ઘટના જૌનપુરની સિવિલ કોર્ટમાં બની છે. હત્યાના બે આરોપીઓ ને આજે કોર્ટમાં રજૂ કરવા માટે લાવવામાં આવ્યા હતા. આ દરમિયાન હુમલાખોરોએ બંને આરોપીઓ પર તાબડતોબ ફાયરિંગ શરૂ કરી દીધું. આ પછી આરોપીઓને વકીલોએ પકડી લીધા. પોલીસ કસ્ટડીમાં પ્રયાગરાજના અતીક અહેમદ અને અશરફની હત્યાના તર્જ પર બનેલી આ ઘટનાથી જિલ્લામાં સનસનાટી મચી ગઈ છે. સૂર્ય પ્રકાશ રાય અને મિથિલેશ ગિરી 6 મે 2022ના રોજ ગૌરાબાદશાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ધર્મપુરમાં કુસ્તીબાજ બાદલ યાદવની હત્યાના આરોપી છે. બંનેને આજે સિવિલ કોર્ટમાં રજૂ કરવા માટે લાવવામાં આવ્યા હતા. આરોપી સૂર્ય પ્રકાશ રાય અને મિથિલેશ ગિરી જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસની બાજુમાં આવેલી સિવિલ કોર્ટમાં પહોંચતા જ અગાઉથી ગોઠવાયેલા બદમાશોએ તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધું. સ્થળ પર હાજર વકીલોએ હુમલાખોરોને પકડીને પોલીસને હવાલે કરી દીધા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ સાથે સિવિલ કોર્ટ માં પહોંચી ગયા.

બંને ઘાયલ સૂર્ય પ્રકાશ રાય અને મિથિલેશ ગિરીને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. અહીં પ્રાથમિક સારવાર બાદ બંનેને વારાણસી રિફર કરવામાં આવ્યા છે. બંનેની હાલત ગંભીર છે. તે જ સમયે, પોલીસ અધિકારીઓ હજી પણ હુમલાખોરોની પૂછપરછ કરી રહ્યા છે. હુમલાખોરોની ઓળખ હજુ જાહેર કરવામાં આવી નથી. પોલીસ પહેલા તેમની પૂછપરછ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here