
24 Nov 22 : અગ્રણી ટુ-વ્હીલર નિર્માતા બજાજ ઓટોએ લાંબી રાહ જોયા બાદ આખરે પલ્સર સીરીઝમાં તેની નવી બાઇક બજાજ પલ્સર 150P લોન્ચ કરી છે. કંપનીએ નવા પલ્સરમાં કેટલાક ખાસ ફેરફારો કર્યા છે, જે તેને તેના સેગમેન્ટમાં વધુ સારા બનાવે છે. એટ્રેક્ટિવ લૂક અને મજબૂત એન્જિન કેપેસિટીથી સજ્જ આ બાઇકને બે વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. તેના સિંગલ-ડિસ્ક વેરિઅન્ટની કિંમત 1.16 લાખ રૂપિયા અને ટ્વિન-ડિસ્ક વેરિઅન્ટની કિંમત 1.19 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે.
આપને જણાવી દઈએ કે F250 અને N160 પછી આ ત્રીજી પલ્સર છે જેને નવા પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. કંપનીનો દાવો છે કે બાઇકને સ્પોર્ટી લુક અને ડિઝાઇન આપવા ઉપરાંત તેનું વજન પણ ઓછું કરવામાં આવ્યું છે. Pulsar P150માં કંપનીએ સ્પોર્ટી, શાર્પ ડિઝાઇન એલિમેન્ટનો ઉપયોગ કર્યો છે, આ સિવાય 3D ફ્રન્ટ, ડ્યુઅલ કલર આ બાઇકને વધુ સારી બનાવે છે. જ્યારે સિંગલ-ડિસ્ક વેરિઅન્ટ અપરાઇડ સ્ટાંસ સાથે આવે છે, જ્યારે ટ્વિન-ડિસ્ક સ્પોર્ટી સ્ટાંસ સાથે આવે છે અને સ્પ્લીટ સીટ સાથે પણ મળે છે.
પલ્સર P150માં કંપનીએ નવા 149.68cc એન્જિનનો ઉપયોગ કર્યો છે જે 14.5 Psનો પાવર અને 13.5 Nmનો ટોર્ક જનરેટ કરે છે. અગાઉના મોડલની સરખામણીમાં બાઈકનું વજન લગભગ 10 કિલો જેટલું ઓછું કરવામાં આવ્યું છે અને કંપનીનું કહેવું છે કે આનાથી પાવર-ટુ-વેટ રેશિયોમાં લગભગ 11%નો વધારો થયો છે. બજાજ ઓટો દાવો કરે છે કે 790mm સીટની ઊંચાઈ અને મોનોશોક સસ્પેન્શન બાઇકના રાઇડિંગ એક્સપિરિયન્સમાં સુધારો કરે છે. આ બાઇકને 5 અલગ-અલગ કલર ઓપ્શન સાથે રજૂ કરવામાં આવી છે. જેમાં રેસિંગ રેડ, કેરેબિયન બ્લુ, એબોની બ્લેક રેડ, એબોની બ્લેક બ્લુ અને એબોની બ્લેક વ્હાઇટ સામેલ છે.
દિલ્હીમાં પલ્સર P150ના સિંગલ ડિસ્ક વેરિઅન્ટની કિંમત 1,16,755 રૂપિયા અને ટ્વિન-ડિસ્ક વેરિઅન્ટની કિંમત 1,19,757 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે કોલકાતામાં, સિંગલ ડિસ્કની કિંમત 1,16,563 રૂપિયા અને ટ્વીન-ડિસ્કની કિંમત 1,19,565 રૂપિયા (એક્સ-શોરૂમ કોલકાતા) નક્કી કરવામાં આવી છે. આ મોટરસાઇકલ આજે કોલકાતામાં લોન્ચ કરવામાં આવી હતી અને આગામી અઠવાડિયામાં તેને દેશભરમાં લોન્ચ કરવામાં આવશે.
વધુમાં વાંચો… Royal Enfield લાવી રહ્યું છે ઇલેક્ટ્રિક બાઇક! બાઇકની પહેલી તસવીર થઇ લીક
દેશમાં ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર્સનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે ત્યારે મોટાભાગના લોકો એ જોવાની રાહ જોઈ રહ્યા છે કે આખરે રોયલ એનફિલ્ડ તેની પહેલી ઇલેક્ટ્રિક બાઇક ક્યારે લૉન્ચ કરશે. વેલ રોયલ એનફિલ્ડનું પહેલુ ઇલેક્ટ્રિક વ્હીકલ આકાર લેવાનું શરૂ કરી દીધું છે અને હવે તેની પ્રથમ તસવીરો પણ ઇન્ટરનેટ પર સામે આવી છે. અહેવાલ મુજબ, રોયલ એનફિલ્ડની આ પહેલી ઇલેક્ટ્રિક બાઇકનું નામ ‘ઇલેક્ટ્રિક01′ રાખવામાં આવ્યું છે અને તે હાલમાં પ્રારંભિક તબક્કામાં છે. જોકે તસવીરમાં બાઈકનો થોડો ભાગ જ દેખાઈ રહ્યો છે, પરંતુ મોટરસાઈકલ એકદમ આકર્ષક લાગે છે.
ઓટોકારના એક રિપોર્ટમાં રોયલ એનફિલ્ડની બાઇકની તસવીર જાહેર કરવામાં આવી છે. જો કે રોયલ એનફિલ્ડે હજુ સુધી આ અંગે કોઈ ઓફિશિયલ માહિતી શેર કરી નથી. અગાઉ રોયલ એનફિલ્ડે સંકેત આપ્યો હતો કે કંપની ઇલેક્ટ્રિક બાઇક લોન્ચ કરી શકે છે. હાલમાં કંપની ભારતીય બજારમાં તેના વ્હીકલ પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવવામાં વ્યસ્ત છે. થોડા દિવસો પહેલા કંપનીએ રાઇડર મેનિયા ખાતે તેની આગામી સુપર મીટીઅર 650 રજૂ કરી હતી અને તેનું બુકિંગ પણ કેટલાક પસંદગીના લોકો માટે શરૂ કરવામાં આવ્યું હતું.
Royal Enfield Electrik 01 કેવી છે. – જો તમે આ લીક થયેલી તસવીરને જુઓ તો બાઇકના ફ્રન્ટ સાઇડમાં સસ્પેન્શન જેવું ગર્ડર જોઇ શકાય છે. ટેન્કમાં રોયલ એનફિલ્ડ બેજિંગ અને ફ્રેમ પર ‘Electrik01′ લખેલું છે. રાઉન્ડ હેડલેમ્પ, એલોય વ્હીલ્સ અને યુનિક ચેસીસ સાથે ટ્રેડિશનલ ફ્યુઅલ ટેંકનો આકાર બાઇકને પ્રીમિયમ લુક આપે છે. સંપૂર્ણ બાઇકની તસવીર હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, તેથી તેની ડિઝાઇન વિશે અત્યારે વધુ કહેવું મુશ્કેલ છે.તમને જણાવી દઈએ કે રોયલ એનફિલ્ડની આ ઈલેક્ટ્રિક બાઈક હાલમાં તેના શરૂઆતના તબક્કામાં છે, જેને કંપની ક્વોલિટી ફંક્શન ડેવલપમેન્ટ (QFD) કહે છે. એટલે કે QFD એક એવું મોડેલ છે, જેને જોઈને કસ્ટમરની જરૂરિયાતો અને અપેક્ષાઓ પર કામ કરવામાં આવે છે, જેનો ઉપયોગ અંતિમ પ્રોડર્શનમાં કરી શકાય છે. આ તસવીર હવે ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહી હોવાથી તેના વિશેની પ્રતિક્રિયાઓ પણ ઝડપથી આવવા લાગશે.
બાઇક ક્યારે લોન્ચ થશે. અત્યારે રોયલ એનફિલ્ડની આ આવનારી ઈલેક્ટ્રિક બાઈકની લોન્ચિંગ ટાઈમલાઈન વિશે કંઈપણ કહેવું વહેલું ગણાશે. તે પ્રારંભિક તબક્કામાં હોવાથી તેને વિવિધ પ્રકારના ટેસ્ટિંગ અને ડેવલપિંહમાંથી પસાર થવું પડે છે. સામાન્ય રીતે, રોયલ એનફિલ્ડ તેના વ્હીકલને બજારમાં ઉતારતા પહેલા ઘણી વખત રોડ ટેસ્ટ પણ કરાવે છે અને જરૂરિયાત મુજબ અંતિમ પ્રોડક્શનમાં ફેરફાર પણ કરવામાં આવે છે. જો કે નિષ્ણાતોનું માનવું છે કે તેને આવતા વર્ષ સુધીમાં રજૂ કરવામાં આવી શકે છે.