એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચેના મુકાબલા પર BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીનું નિવેદન

16 Aug 22 : એશિયા કપ 2022માં ભારતીય ક્રિકેટ ટીમ પોતાના અભિયાનની શરૂઆત પાકિસ્તાન વિરૂદ્ધ 28 ઓગસ્ટે રમાનાર મુકાબલા દ્વારા કરવા જઇ રહી છે. આ મહામુકાબલાને લઇને બન્ને દેશના ક્રિકેટ ફેન્સ ઉત્સાહિત છે. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ નિયંત્રણ બોર્ડ (BCCI) પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીએ ભારત-પાકિસ્તાન મેચને લઇને નિવેદન આપ્યુ છે.

પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીનું માનવુ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમતને માત્ર મેચના નજરિયાથી જોવી જોઇએ. સૌરવ ગાંગુલીએ કહ્યુ કે પોતાની રમતના દિવસમાં પણ તે તેને પાકિસ્તાન વિરૂદ્ધ મુકાબલો એક સ્પેશ્યલ મેચના રૂપમાં નહતો જોતો અને તેનું લક્ષ્ય હંમેશા ટૂર્નામેન્ટ જીતવાનું રહેતુ હતુ.

ગાંગુલીને સારા પ્રદર્શનની આશા

સૌરવ ગાંગુલીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ, હું તેને એશિયા કપના રૂપમાં જોઇ રહ્યો છું. મને ભારત વર્સિસ પાકિસ્તાનના રૂપમાં કોઇ ટૂર્નામેન્ટ નથી દેખાતી. જ્યારે હું પોતાની રમતના દિવસોમાં ભારતીય ક્રિકેટ ટીમ માટે રમતો હતો તો ભારત-પાકિસ્તાનના મુકાબલાને માત્ર એક મેચ સમજતો હતો. હું હંમેશા ટૂર્નામેન્ટ જીતવા તરફ જોતો હતો.

બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ભારતીય ટીમ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેનું માનવુ છે કે ભારત એશિયા કપમાં સારૂ પ્રદર્શન કરશે. ગાંગુલીએ કહ્યુ, ભારત એક સારી ટીમ છે અને તેને તાજેતરના દિવસોમાં ઘણુ સારૂ પ્રદર્શન કર્યુ છે. આશા છે કે તે એશિયા કપમાં પણ સારૂ પ્રદર્શન કરશે.

એશિયા કપ શ્રીલંકાની યજમાનીમાં 27 ઓગસ્ટથી યૂએઇમાં રમાશે. ભારત પોતાના અભિયાનની શરૂઆત 28 ઓગસ્ટે કટ્ટર પાકિસ્તાન સામે મેચ રમીને કરશે. એશિયા કપમાં રોહિત શર્મા ભારતીય ક્રિકેટ ટીમની કમાન સંભાળશે. એશિયા કપમાં કેએલ રાહુલ અને વિરાટ કોહલીની વાપસી થવા જઇ રહી છે. બીજી તરફ જસપ્રીત બુમરાહ ઇજાને કારણે ટીમની બહાર થઇ ગયો છે. ભૂવનેશ્વર કુમાર પેસરની કમાન સંભાળશે. આ સાથે જ અર્શદીપ સિંહ નો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.