શ્રી ભોજલરામ ફાઉન્ડેશન, રાજકોટ દ્વારા પીપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન

સંત શ્રી ભોજલરામ ફાઉન્ડેશન આયોજિત પાટીદાર પ્રીમિયર લીગ કે જે દર વર્ષે એપ્રિલ – મે મહિનામાં સરદાર પટેલ સ્ટેડિયમ, મોરબી રોડ ખાતે યોજાય છે. આ વર્ષે પણ PPL ની 5મી સીઝનનો પ્રારંભ 22 એપ્રિલના રોજ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ તેમજ રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવ સાહેબ દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત રાજ્યની વિવિધ 64 જેટલી ટીમોએ આ રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધેલ હતો. તેમાંથી VIP મહેસાણા અને સોમનાથ -A બંને ટીમો ટુર્નામેન્ટના અંતિમ ચરણોમાં પહોચી હતી. આ ટુર્નામેન્ટમાં ઘણા બધા સામાજિક તેમજ રાજકીય અગ્રણીઓએ ખેલાડીઓના આત્મવિશ્વાસમાં વધારો થાય તે માટે ક્રિકેટ સ્ટેડિયમની મુલાકાત લઈ ક્રિકેટરોને શુભેચ્છા ઓ પાઠવી હતી, જેમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, રાજ્ય ફાઇનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેનશ્રી ધનસુખભાઈ ભંડેરી,રાજકોટ શહેર પશ્ચિમના ધારાસભ્ય શ્રીમતી દર્શિતાબેન શાહ,રાજકોટ શહેરના મેયરશ્રી પ્રદીપભાઈ ડવ, રાજકોટ ભાજપ પ્રમુખશ્રી કમલેશભાઈ મીરાણી,રાજકોટ મહાનગર પાલિકા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષના નેતાશ્રી વિનુભાઈ ઘવા તેમજ સમાજ અગ્રણી મિતુલભાઈ દોંગાજેવા મહાનુભાવોનો સમાવેશ થાય છે.

ટુર્નામેન્ટની સેમી ફાઈનલના દિવસે ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર મેચ ની સાથે રક્તદાન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પ તેમજ સેમિફાઇનલ મુકાબલાનો પ્રારંભ ગુજરાત રાજયના કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ તેમજ રાજકોટ પૂર્વ વિધાનસભાના ધારાસભ્યશ્રી ઉદયભાઈ કાનગડ સાહેબે કરાવ્યો હતો. જેમાં સેમિફાઇનલના બે મેચ પૈકી પ્રથમ મેચ સોમનાથ A અને DC જામનગર અને બીજો મેચ VIP મહેસાણા અને ડેલ્ટીન જામજોધપુર વચ્ચે યોજાયો હતો. પ્રથમ મેચમાં સોમનાથ A અને બીજા મેચ માં VIP મહેસાણા વિજેતા બન્યા હતા. સેમિફાઇનલના દિવસે જે રક્તદાનનું આયોજન કરવામાં આવેલું હતું તેમાં 104 જેટલી રકત બોટલ નું દાન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટના આખરી દિવસે એટલે કે ફાઇનલ મેચમાં રાજકોટ દક્ષિણ વિધાનસભાના ધારાસભ્યશ્રી રમેશભાઈ ટિલાળા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રીશ્રી કિશોરભાઈ રાઠોડ, પૂર્વ ડેપ્યુટી મેયરશ્રી અશ્વિનભાઈ મોલિયા અને પૂર્વ કોર્પોરેટરશ્રી મુકેશભાઈ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમાં વિજેતા ટીમને ટ્રોફી અને 35000 રૂપિયાનો ચેક અને રનર્સ અપ ટીમને ટ્રોફી તેમજ 15000 નો ચેક અર્પણ કરી આ ટુર્નામેન્ટની પૂર્ણાહુતિ કરી હતી. ફાઇનલ મેચ VIP મહેસાણા અને સોમનાથ -A ટીમ વચ્ચે હતો જેમાંથી સોમનાથ -A ટીમનો વિજય થયો હતો.

પાટીદાર પ્રીમિયર લીગને સફળ બનાવવામાં પ્રમુખશ્રી ભરતભાઈ પીપળીયા તેમજ કોર કમિટીના સભ્યશ્રીઓ એડવોકેટ ચેતન ચભાડિયા,ડો. પાર્થ ઢાંકેચા,કૈલાશ ચભાડિયા,નિલેશ હાપલિયા,અમિત અણદાણી,હાર્દિક રાબડીયા,પરેશ લીંબાસીયા,અતુલ કમાણી,વિશાલ રામાણી,વિમલ મુંગરા,ભૂપત કાનાણી,અશ્વિન શિંગાળા તેમજ યુવા કમિટીએ ખુબ જહેમત ઉઠાવી અને આ આયોજન ને ખૂબ જ સુંદર બનાવ્યું હતું. આ પૂરી ટુર્નામેન્ટને 3 કેમેરાનો ઉપયોગ કરીને યુટ્યુબ તેમજ ફેસબુકના માધ્યમથી લાઈવ બતાવવામાં આવી હતી તેમજ ગ્રાઉન્ડ પર પણ LED સ્ક્રીનની વ્યવસ્થા હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રી ભોજલારામ ટ્રસ્ટ સામાજિક સેવાકીય કાર્યોમાં અમૂલ્ય યોગદાન આપી રહ્યું છે

વધુમાં વાંચો… બોર્ડની પરીક્ષામાં ગેરરીતી આચરનાર વિદ્યાર્થીઓ તીસરી આંખમાં થયા કેદ, 1100થી વધુ વિદ્યાર્થીઓને બોલાવાશે
વિદ્યાર્થીઓની બોર્ડની ઓક્ઝામ યોજાઈ ચૂકી છે ત્યારે 12 સાયન્સનું પરીણામ પણ આવી ચૂક્યું છે. જો કે, અન્ય પરીણામો ધોરણ 10 અને ધોરણ 12ના બાકી છે ત્યારે બોર્ડ એક્ઝામ માં ગેરરીતી કરનાર સામે સીસીટીવી કેમેરાથી પણ નજર રાખવામાં આવે છે. ત્યારે આ 1130 જેટલા વિદ્યાર્થીઓ સીસીટીવી કેમેરામાં બોર્ડ એક્ઝામમાં ગેરરીતી કરતા તપાસ દરમિયાન પકડી પાડવામાં આવ્યા છે. ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા રાજ્યભરમાંથી કુલ 16.49 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. જેમાંથી પરીક્ષા દરમિયાન ગેરરીતિ અટકાવવા માટે રૂમ ઈન્સ્પેક્ટર, વેન્યુ મેનેજર અને સ્કવોડને તૈયાર રાખવામાં આવી હતી. બોર્ડ સ્ક્વોડ સિવાય પણ આ વિદ્યાર્થીઓ કે જેઓ ગેરરીતી કરવામાં નજર ચુકવી ગયા હોય તેમને સીસીટીવી થકી પકડી પાડવામાં આવે છે. ધોરણ 10ની પરીક્ષામાં સીસીટીવી ફૂટેજના આધારે 759 કેસ કરવામાં આવ્યા છે તો અન્ય સ્કવોડ, વેન્યુ મેનેજર, રૂમ ઈન્સ્પેક્ટર દ્વારા 29 કેસ કરવામાં આવ્યા છે. ધોરણ 12 સાયન્સમાં સીસીટીવી ફૂટેજના આધારે 26 કેસ નોંધવામાં આવ્યા છે અને સ્કવોડ, સાઇટ મેનેજર અને રૂમ ઇન્વિજિલેટર દ્વારા નવ કેસ નોંધવામાં આવ્યા છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં સીસીટીવી ફૂટેજના આધારે 345 કેસ નોંધાયા છે અન્ય 22 કેસ નોંધાયા છે.

ગેરરીતી કરનાર સામે થશે કાર્યવાહી. ગેરરીતી કરવામાં પકડાયેલા વિદ્યાર્થીને બોર્ડના અધિકારીઓ સમક્ષ નોટિસ આપીને બોલાવવામાં આવશે અને તેનો ખુલાસો મેળવ્યા બાદ ગેર વર્તણૂકના કેસમાં શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ધારિત નિયમો મુજબ શિક્ષા કરવામાં આવશે. શિક્ષણ બોર્ડ દ્વારા ગેરવર્તણૂક માટે નિયત કરાયેલી સજાની જોગવાઈના આધારે ગુનેગાર વિદ્યાર્થી સામે કાર્યવાહી કરવામાં આવશે. આગામી સમયમાં ધોરણ 12ના સાયન્સના રીઝલ્ટ બાદ ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સ પ્રવાહનું રીઝલ્ટ પણ જાહેર કરવામાં આવશે ત્યારે ધોરણ 10નું રીઝલ્ટ આવવાનું બાકી છે ત્યારે એ પહેલા જ આ રીતે સીસીટીવીના આધારે ગેરરીતીના કેસો સામે આવ્યા છે.

વધુમાં વાંચો… વડોદરા – 6 ડમી પેઢી બનાવી 8 કરોડના GST કૌભાંડ કેસમાં વધુ બે ઝડપાયા, મુખ્ય સૂત્રધાર હાલ પણ ફરાર!
વડોદરામાં 8 કરોડથી વધુની GST ચોરી કૌભાંડમાં ક્રાઇમ બ્રાંચની ઇકો સેલે વધુ બે આરોપીની ધરપકડ કરી છે. માહિતી મુજબ, બંને આરોપી ભાવનગર જેલમાં હતા. આથી ભાવનગર જેલમાંથી બંને આરોપીઓનો કબજો મેળવવામાં આવ્યો છે. આ મામલે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ, વડોદરામાં 6 ડમી પેઢીઓ ખોલીને GST પોર્ટલ પર નકલી દસ્તાવેજો અપલોડ કરીને સરકાર સાથે 8 કરોડની છેતરપિંડી કરવાનું કૌભાંડ ઝડપાયું હતું. માંજલપુર વિસ્તારમાં આવેલા સરસ્વતી કોમ્પલેક્સની એક દુકાનમાંથી A.S. ટ્રેડ નામની ડમી પેઢી ઊભી કરવામાં મદદ કરનારા બે આરોપી યાસીન ઉર્ફે અંકલ ઇસ્માઇલભાઇ મગરબી (આરબ) અને અકરમ અબદુલ્લાભાઇ અત્યાન (આરબ) (બંને રહે. ભાવનગર)ની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય સૂત્રધાર હાલ ફરાર. આ બંને આરોપીઓએ ગુગલ પરથી લાઇટ બીલ સર્ચ કર્યુ હતું અને તેમાં એડિટીંગ કરી તેના આધારે જીએસટી પોર્ટલ પર ડમી પેઢી બનાવી હતી. ત્યાર બાદ નકલી પેઢીની ફાઇલ બનાવી આઈડી અને પાસવર્ડ મેળવ્યા હતા. પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનના ગુનામાં બંને આરોપી ભાવનગર જેલમાં હતા. આથી ક્રાઇમ બ્રાંચની ઇકો સેલે ટ્રાન્સફર વોરન્ટના આધારે કબજો મેળવી પૂછપરછ હાથ ધરી છે. માહિતી મુજબ આ કેસમાં કુલ 6 ડમી પેઢી બનાવી કુલ 8 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં કુલ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ છેતરપિંડીનો મુખ્ય સૂત્રધાર નિખિલ રમેશ મિસ્ત્રી અને આસિફ યુસુફ છીપા ફરાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here