30 Aug 22 : C R પાટીલના આગમન પહેલા ભાજપ પ્રમુખ ભીંસમાં ભાજપનો એક સાંધે ત્યાં તેર તૂટે જેવો ઘાટ, વિવાદો સમવાને બદલે વધુ વકર્યા. વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય રીતે ભાજપના અનેક વિવાદોમાં સપડાઈ રહ્યું છે. એક સાંધે ત્યાં તેર તુટે જેવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. આગામી તા. 3જીએ પ્રદેશ ભાજપ અધ્યક્ષ C R પાટીલ ભાવનગર આવી રહ્યા છે તે પૂર્વે ભાવનગર શહેર અને જિલ્લા ભાજપમાં આંતરિક વિખવાદો અને વાણી વર્તણૂકને કારણે વિવાદો વકર્યા છે, ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળીયાએ ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળીયાએ કારડીયા રાજપૂત સમાજ સામે કરેલી ટિપ્પણીનો આક્રોશ શાંત પડ્યો નથી ત્યાં ભાજપની પૂર્વ મહિલા પ્રમુખે મુકેશ લંગાળીયા પર ત્રાસના આરોપ મુકી આત્મહત્યાની ચિમકી આપી છે.

મુકેશભાઈએ સમાજની માફી માગી પરંતુ કારડીયા રાજપૂત સમાજ મુકેશ લંગાળીયાના રાજીનામાનો જ આગ્રહ રાખી વિરોધદર્શી કાર્યક્રમો આપી રહ્યા છે. જેથી હાલમાં ભાજપ ભાજપથી જ ઘોરાયું છે. ગીતાબેનના આક્ષેપો વાહિયાત , પુરાવો રજૂ કરશે તો જાહેર જીવન છોડીશ ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશભાઇ લંગાળિયા દ્વારા જણાવાયું હતું કે, ભાવનગર જિલ્લા ભાજપ મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ ગીતાબેન કોતર દ્વારા લગાવાયેલા આક્ષેપો તદન પાયાવિહોણા છે. મેં હંમેશા ગીતાબેનને નાના બેન તરીકે જ રાખ્યા છે. રાજીનામુ મહિલા મોર્ચાના પ્રમુખપદેથી તેઓએ સામે ચાલીને આપ્યું હતું. મેં માગ્યું ન હતું, એ સમયે પણ મેં પક્ષમાં કામ કરવા કહ્યું હતું. આજે છ છ મહિના વીત્યા પછી જ્યારે ચૂંટણી આવી રહી છે. પ્રદેશ પ્રમુખ C R પાટીલ ભાવનગર આવી રહ્યા છે ત્યારે ગીતાબેનની આ વાતો ફક્ત રાજકીય છે. ગીતાબેન વારેવારે કહે છે કે હું ધડાકો કરીશ તેવી કોઇ વાત એમની પાસે નથી. કે જો કોઇ પુરાવો રજૂ કરે તો હું જાહેર જીવન છોડી દઇશ.

  • કામને ન્યાય નહીં આપી શકીએ, બન્ને કોર્પોરેટરના સ્ટેન્ડીંગમાંથી રાજીનામા વિકાસ કામોની તપાસમાં અનેક ગેરરીતિઓ બહાર આવે તેમ છે ડ્રેનેજ કોન્ટ્રાક્ટરના દાગને ભુસવા પ્રદેશની સુચના મુજબ રાજીનામા, ચેરમેને મંજૂર કરી નવા સભ્ય માટે બોર્ડમાં મોકલ્યું

30 Aug 22 : કામને ન્યાય નહીં આપી શકીએ, બન્ને કોર્પોરેટરના સ્ટેન્ડીંગમાંથી રાજીનામા વિકાસ કામોની તપાસમાં અનેક ગેરરીતિઓ બહાર આવે તેમ છે ડ્રેનેજ કોન્ટ્રાક્ટરના દાગને ભુસવા પ્રદેશની સુચના મુજબ રાજીનામા, ચેરમેને મંજૂર કરી નવા સભ્ય માટે બોર્ડમાં મોકલ્યું ભાવનગર કોર્પોરેશનમાં ડ્રેનેજ કોન્ટ્રાક્ટમાં ગેરરીતિના આક્ષેપ સાથે પ્રદેશ ભાજપમાં થયેલી ફરિયાદના અનુસંધાને ઘોઘાસર્કલ વોર્ડના બંને નગરસેવકોને સ્ટેન્ડિંગ કમિટીમાંથી રાજીનામા આપી દેવા પ્રદેશ પ્રમુખની સૂચના અનુસાર આજે પંકજસિંહ ગોહિલ અને કુલદીપભાઈ પંડ્યાએ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય પદેથી રાજીનામા આપતો પત્ર ચેરમેનને સુપરત કર્યો હતો. રાજકીય રીતે રાજીનામું આપે તો સામાન્યતઃ અંગત કારણોસર દર્શાવ્યું હોય છે. પરંતુ બંને સભ્યો દ્વારા કામને ન્યાય નહીં આપી શકવા અને કામની વ્યસ્તતાને કારણે રાજીનામું આપ્યાનું પત્રમાં જણાવ્યું છે.

ભાવનગર કોર્પોરેશનમાં છેલ્લા ઘણા સમયથી નગરસેવકો સામે ભ્રષ્ટાચારના કાદવ ઉછળી રહ્યા છે. ત્યારે થોડા સમયથી આઉટસોર્સિંગ ને ડ્રેનેજ કોન્ટ્રા ક્ટ બાબતે પણ વિવાદ ચાલી રહ્યો છે. આક્ષેપોની મારામારી વચ્ચે છેક પ્રદેશ સુધી તેની ફરિયાદ ગઈ હતી અને પ્રભારી પણ સુધી તેની ફરિયાદ ગઈ અને પ્રભારી પણ ભાવનગર દોડી આવ્યા હતા અને સંગઠનના પદાધિકારીઓ તેમજ ઘોઘાસર્કલ વોર્ડના નગરસેવકોને ખુલાસા પૂછતા હતા.

જોકે, પ્રભારી તમામ સબૂતો સાથે આવ્યા હોવાથી ખોટું બોલવાનો કોઈ અર્થ ન હતો. શનિવારે જ્યારે વડાપ્રધાન ગુજરાતમાં હતા અને પ્રદેશ સંગઠન વ્યસ્ત હતું તેવા સમયે પ્રદેશ ભાજપ અધ્યક્ષે શહેર પ્રમુખને ઘોઘાસર્કલ વોર્ડના નગરસેવકો પંકજસિંહ ગોહિલ ને કુલદીપભાઈ પંડ્યાને સ્ટેન્ડિંગ કમિટી માંથી રાજીનામું આપવા સૂચના આપી હતી. જે અનુસંધાને આજે બંને સભ્યોએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને કમિટીના સભ્ય પદેથી રાજીનામું ધરી દીધુ હતું.