02 Sep 22 : ચૂંટણીનું આ વર્ષ છે ત્યારે કોંગ્રેસ દ્વારા ચૂંટણીનું રણશિંગ ફૂંકાઈ ગયું છે. સોમવારે રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે એ પહેલા કોંગ્રેસ દ્વારા ચૂંટણીનો માહોલ પણ વિવિધ મુદ્દે કાર્યક્રમો થકી જોવા મળી રહ્યો છે. ત્યારે ગઈ કાલે પદયાત્રા અમદાવાદમાં શાસ્ત્રીનગર, નારણપુરા વિસ્તારમાં યોજાતા ફિક્કો પ્રતિસાદ જોવા મળ્યો હતો ત્યારે આજે અમરાઈવાડી વિસ્તારમાં કોંગ્રેસના કદાવર નેતા ભરતસિંહની આગેવાનીમાં આ પદયાત્રા યોજાઈ હતી.

આ દરમિયાન ભરતસિંહ સોલંકીએ મોંઘવારીને લઈ પેટ્રોલ-ડીઝલના સહિતના ભાવ વધારા મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસની સાથે સાથે ભરત સિંહ પણ ચૂંટણી પહેલા સક્રીયા બન્યા છે. થોડા સમય પહેલા રાજકારણથી દૂર રહેવાની જાહેરાત કરી ચૂકેલા ભરતસિંહ સોલંકીએ અગાઉ લોકસભાની ચૂંટણી ગેહલોતની આગેવાનીમાં લડાય તેવું નિવેદન આપ્યું હતું. આ ઉપરાંત ભરતસિંહ સોલંકીએ ઓબીસી મામલે પણ કોંગ્રેસ તરફથી પોતાની વાત રજૂ કરી હતી.

કોંગ્રેસ તેમના સમયગાળામાં થયેલી કોંગ્રેસની સરકારની કામગિરીની માહિતી લોકો સુધી પહોંચાડી રહી છે. રાહુલ ગાંધી ગુજરાતમાં સોમવારે આવી રહ્યા છે ત્યારે બુથ મેનેજમેન્ટને લઈને બેઠક કરશે. મારું બુથ મારું ગૌરવ કેમ્પેઇન હેઠળ બુથોને મજબુત કરવાની દિશામાં કોંગ્રેસ સક્રીય બનશે.

  • સુરતમાં માલધારી સમાજના આંદોલનનો સુખદ અંત, C R પાટીલ સાથે આગેવાનોએ કરી બેઠક

01 Sep 22 : સુરત ખાતે માલધારી સમાજના આગેવાનો દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આંદોલન વધુ આગળ ચાલે એ પહેલા જ તેનો સુખદ અંત આવ્યો છે. માલધારી સમાજના આગેવાનો દ્વારા સીઆર પાટીલ સાથે મુલાકાત કરી હતી. ત્યારે C R પાટીલે તબેલા નહીં હટે તેવી બાંહેધરી આપી હતી. આ ઉપરાંત સીએમ સાથે પણ આ મામલે ટેલિફોનિક વાત C R પાટીલે કરી હતી. સુરતમાં રખડતા ઢોર મામલે માલધારીઓએ કેટલાક પ્રશ્નો ઉભા કર્યા હતા ત્યારે આ મામલે આજે C R પાટીલ BJP પ્રદેશ અધ્યક્ષ સાથે બેઠક 1 કલાક સુધી ચાલી હતી. ત્યારે આ બેઠકનો સુખદ અંત આવ્યો છે.

અગાઉ પણ માલધારીઓ દ્વારા સુરતમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં ઘેરાવો કરવામાં આવ્યો હતો. તેમનો આરોપ હતો કે, અમારા બાંધેલા પશુઓને ત્યાંથી પકડી પાડવામાં આવી રહ્યા છે ત્યારે આ સહીતના અન્ય પ્રશ્નોને લઈને આ પ્રકારે રેલી કરવામાં આવી હતી.

અમદાવાદમાં પણ માલધારીઓને યોજાઈ રેલી – માલધારી સમાજે સરકાર સામે ફરી બાંયો ચઢાવી છે. ઢોર પકડવા માટે તૈયાર કરેલી નવી નીતિનો વિરોધ મામલે આજે તેમની રેલી યોજવામાં આવી હતી. માલધારી મહાપંચાયત દ્વારા અમદાવાદમાં આ મહારેલીનું આયોજન આજે બાપુનગર ખાતેથી કરવામાં આવ્યું હતું. પૂર્વ વિસ્તારમાં આ રેલી યોજવામાં આવી હતી. માલધારીઓની નારાજગી પણ આ મામલે જોવા મળી હતી રહી છે જેમાં તેમની કેટલીક માંગ પણ છે. અગાઉ ઢોર નિયંત્રણ કાયદો અમલી બનાયા બાદ પણ માલધારીઓએ ભારે વિરોધ કરતા કાયદો અત્યાર પૂરતો મોકૂફ પણ રખાયો છે.

  • પોણા કરોડની છેતરપીંડી નો મામલો બનતા એસ.એસ.પી. સફીન હસન સહિતનો કાફલો નિર્મળનગર હિરાબજારમાં પહોંચ્યા

01 Sep 22 : પોણા કરોડની છેતરપીંડી નો મામલો બનતા એસ.એસ.પી. સફીન હસન સહિતનો કાફલો નિર્મળનગર હિરાબજારમાં પહોંચ્યા. શહેરના નિર્મળનગર ખાતે આવેલ હીરા બજારમાં એક વેપારી સાથે અસલી હીરાનું પેકેટ બદલાવી નકલી હીરાનું પેકેટ આપી છેતરપિંડી કરી હોવાનું માલુમ પડતા નિલમ બાગ પો.સ્ટે.માં જાણ કરાતા તુરંત જ નિલમબાગ પો.સ્ટે.ના પી.આઇ., એ.એસ.પી. સફીન હસન સહિત કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મામલાની જાણકારી મેળવી હતી.

આ બનાવની જાણ થતા હીરાના વેપારીઓ એકઠા થઇ ગયા હતા અને પોલીસ મથકે જઇ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ અંગે વધુ વિગત ની રાહ જાેવાઇ રહી છે.હિરાબજારમાં ૭૦ લાખ ઉપરાંતના હિરાની થયેલી છેતરપીંડીના મામલે સમગ્ર હિરાબજારમાં ચકચાર મચી જવા પામી છે.