વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડો આંદોલન ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ભગવાનભાઈ બારડે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું.

09 Nov 22 : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ સતત તૂટી રહી છે એક પછી એક નેતાઓ પક્ષમાંથી નારાજ થઇને રાજીનામુ આપી રહ્યા છે. એક તરફ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે ત્યારે ગુજરાતમાં કોંગ્રસ તૂટી રહી છે. ગુજરાતમાં કોંગ્રસના વધુ એક નેતાએ પક્ષ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનું શરુ થઇ ગયું છે અને ચૂંટણીને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસમાંથી ગઈકાલે મોહન રાઠવા બાદ વધુ એક નેતાએ રાજીનામા આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. સૌરાષ્ટ્રના કોંગ્રેસના તલાલા બેઠકથી જીતેલા ધારાસભ્ય ભગવાનભાઈ બારડે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું છે અને આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. ગુજરાતમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસ સૌરાષ્ટ્રની બેઠક પર પ્રભુત્વ મેળવ્યું હતું જેમાં આ બેઠકનો પણ સમાવેશ થયો હતો જો કે હવે આ બેઠકના સીટિંગ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હોવાથી કોંગ્રેસને સૌરાષ્ટ્રમાં ફટકો પડશે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટો અને નેતાઓના રાજીનામાનો દોર ચાલુ થઇ ગયો છે. વિધાનસભાની ચૂંટણી પહેલા ટીકીટો માટેનું લોબિંગ શરુ થઇ ગયું છે ત્યારે ગુજરાત કોંગ્રેસમાંથી એક પછી એક નેતાઓ રાજીનામાં આપી રહ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર પણ સુસ્ત નજર આવી રહ્યો છે. આ અગાઉ કાલે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવેલા મોહન રાઠવાએ કહ્યું કે મને કોંગ્રેસ દ્વારા ટીકીટ માટે ના પડી હતી જે માટે મને રંજ નથી પણ મારા દીકરાની લાગણી હતી એટલે ભારિતય જનતા પાર્ટીમાં જોડાયો છું. ભારતીય જનતા પાર્ટી અમને નિશ્ચિતપણે ટીકીટ આપશે તેવો તેમણે દાવો કર્યો હતો.

વધુમાં વાંચો… વિધાનસભાની ચૂંટણીમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારોનું શું હોય છે રીઝલ્ટ, આ વાત આવી સામે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી દિવસોમાં યોજાઈ રહી છે ત્યારે ચૂંટણીમાં સંપત્તિ વધુ ધરાવતા ઉમેદવારો તેમજ અન્ય પાસ્ટ ગુનાઓમાં સંકડાયેલા ઉમેદવારો પણ દાવેદારી કરતા હોય છે. જેમાં કેટલીક રસપ્રદ વાત ગુનાહીત ઈતિહાસ સાથે અગાઉ સંકળાયેલા ઉમેદવારોને લઈને મહત્વની વાત સામે આવી છે. એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે, ADR દ્વારા ગુજરાતમાં 2004થી ચૂંટણીઓનું વિશ્લેષણ દર્શાવે છે કે ગુનાહિત રેકોર્ડ ધરાવતા ઉમેદવારો કરતાં ગુનાહિત ઈતિહાસની પૃષ્ઠભૂમમી ધરાવતા ઉમેદવારોની જીતવાની શક્યતા વધારે છે. ગુનાહિત રેકોર્ડ ધરાવતા ઉમેદવારોએ 2004થી જીતવાની તેમની તકો બમણી કરી છે તેમ ADRમાં સામે આવ્યું છે. ADRના વિશ્લેષણ મુજબ તેમની સામે ફોજદારી કેસ ધરાવતા ઉમેદવારોની જીતવાની 20% તક હોય છે જ્યારે સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારોની જીતવાની માત્ર 10% તક હોય છે.

ભાજપ પક્ષના ઉમેદવારોની સ્થિતિ વધુ સારી – ADRના વિશ્લેષણ મુજબ તેમની સામે ફોજદારી કેસ ધરાવતા ઉમેદવારોની જીતવાની 20% તક હોય છે જ્યારે સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારોની જીતવાની માત્ર 10% તક હોય છે. પક્ષવાર વિશ્લેષણ દર્શાવે છે કે ભાજપ એકમાત્ર એવો પક્ષ છે જેની સામે ફોજદારી કેસ ધરાવતા અને ફોજદારી કેસ ન હોય તેવા ઉમેદવારો માટે જીતવાની શક્યતા લગભગ સમાન હતી.

ગુનાહિત રેકોર્ડ ધરાવતા લોકો પાસે ચૂંટણીમાં જીતવાની 63% તક. 684 ઉમેદવારો અને 442 ધારાસભ્યો, સાંસદોના વિશ્લેષણ દર્શાવે છે કે ગુનાહિત રેકોર્ડ ધરાવતા લોકો પાસે ચૂંટણીમાં જીતવાની 63% તક હતી અને ગુનાહિત રેકોર્ડ ન ધરાવતા લોકો પાસે 65% તક હતી.

કોંગ્રેસ પક્ષના ઉમેદવારોની સ્થિતિ – કોંગ્રેસ પક્ષની વાત કરીએ તો, ગુનાહિત રેકોર્ડ ધરાવતા ઉમેદવારોને જીતવાની 38% તક અને સ્વચ્છ રેકોર્ડ ધરાવતા ઉમેદવારોની 33% તક હતી. વિશ્લેષણ મુજબ 44% સાંસદો અને ધારાસભ્યો કે જેમણે ગ્રેજ્યુએશન અને તેથી વધુ અભ્યાસ કર્યો છે અને 52% કે જેમણે 12મા કે તેથી નીચેનો અભ્યાસ કર્યો છે તેમની સામે ફોજદારી કેસ નોંધાયેલા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here