મોરબી દુર્ઘટના સમયે લોકોના જીવ બચાવનારને ભારતીય જનતા પાર્ટીએ આપી ટીકીટ

10 Nov 22 : ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ આજે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 182 વિધાનસભા બેઠકમાંથી 160 બેઠકો માટેના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતમાં ઉમેદવારોના નામની જાહેરાત થતા જ મોરબી પુલ દુર્ઘટનાને લીધે મંત્રી બ્રિજેશ મેરજાની ટીકીટ કપાઈ ગઈ હતી અને તેના સ્થાને મોરબી પુલ હોનારતમાં અનેક લોકોના જીવ બચાવનાર કાંતિ અમૃતિયાને ભારતીય જનતા પાર્ટીએ ટીકીટ આપી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ 38 નવા ચહેરાને ટીકીટ આપી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ અનેક નવા પ્રયોગો કર્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેરાત થવાના થોડાક દિવસ આગાઉ જ મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 135 લોકોનો જીવ ગયો હતો. આ ઘટનાથી સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ દેશમાં અને વિદેશમાં પડઘા પડ્યા હતા. મોરબી પુલ દુર્ઘટનાની અસર ટીકીટ પર દેખાઈ ગઈ છે અને ભારતીય જનતા પાર્ટીએ મંત્રીના સ્થાને મોરબીમાં પાણીમાં જઈને તરીને અનેક લોકોના જીવ બચાવનારા ને દુર્ઘટના સમયે સતત ઘટનાસ્થળે રહેલા કાંતિ અમૃતિયાને ટીકીટ આપીને ભાજપે માસ્ટર સ્ટોક ખેલ્યો છે.

ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટી પર મોરબી દુર્ઘટના સમયે માછલાં ધોવાણા હતા અને ચારેયબાજુ સરકારની ટીકા થઇ રહી હતી. આજે ભારતીય જનતા પાર્ટીએ એવા ચેહરાને ટીકીટ આપી હતી જે ઘટના સમયે ત્યાં લોકોના જીવ બચાવવા માટે ખુબ જ મહેનત કરી હતી અને પાણીમાં જઈને અનેક લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ગુજરાત માં મોરબીમાં ભારતીય જનતા પાર્ટી માટે કાંતિ અમૃતિયાને ટીકીટ આપીને માસ્ટર સ્ટોક રમ્યો હતો.નોંધનીય છે કે વિધાનસભાની ચૂંટણી માટે 14મી નવેમ્બરે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે અને આગામી ડિસેમ્બરની પહેલી તારીખે અને પાંચમી તારીખે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ હિમાચલ પ્રદેશના પરિણામ સાથે જ 8મી તારીખે જાહેર કરવામાં આવશે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here