ભરૂચ એસ.ઓ.જી પોલીસે ગેરકાયદેસર રોકડા રૂપિયા ૩૫, લાખ સાથે એક ઇસમને ઝડપી લીધો

10 Jan 23 : ભરૂચ એસ.ઓ.જી પોલીસે ગેરકાયદેસર રોકડા રૂપિયા ૩૫, લાખ સાથે એક ઇસમને ઝડપી લીધો ભૂતકાળમાં ભરૂચ જિલ્લો હવાલા કૌભાંડ માટે વિખ્યાત હતો. ત્યારે હવાલામાં ભરૂચનું નામ ફરી ઉછળી રહ્યું હોય ત્યારે એસ.ઓ.જી.પોલીસે હવાલા કૌભાંડીઓને જેલ ભેગા કરવાનું મન બનાવ્યું હોય તેમ લાગી રહ્યું છે.

એક ઈસમ દિલાવર મુસા ઉમરજી વોરાપટેલ (પટાવાળા), રહે.૪૪૯ વાસ સ્ટ્રીટ, પારખેત, તા.જી.ભરૂચએ એક મોટરગાડીમાં ગેરકાયદેસર હવાલાના રૂપિયા લઈ પસાર થનાર હોવાની બાતમી મળી હતી. જે આધારે વોચ રાખી ભરૂચ શહેરના શક્તિનાથ સર્કલ પાસે મોટરગાડી રોકી ચેક કરતા રૂ.૩૫ લાખ રોકડા જોવા મળ્યા હતા. જે બાબતે ગાડી ચાલક સાથે પ્રાથમિક પુછતાછ કરતા કોઈ સંતોષકારક જવાબ ન મળતાં સી.આર.પી.સી.૪૧(૧)ડી મુજબની કાયદેસર કાર્યવાહી કરી નાણા મોકલનાર તથા નાણા કોને આપવાના હતા તથા આંગડિયા પેઢીની ભુમિકા અંગેની આગળની તપાસ એસ.ઓ.જી. ભરૂચનાઓ દ્રારા હાથ ધરવામાં આવેલ છે. પકડાયેલ મુદ્દામાલમાં રૂ.૩૫,૦૦,૦૦૦/- રોકડા, હ્યુન્ડાઇ કંપનીની આઈ૨૦ મોટરગાડી કિ.રૂ.૫,૦૦,૦૦૦/-, એક મોબાઇલ કિ.રૂ.૫૦૦૦/- મળી ફૂલ કિ.રૂ.૪૦,૦૫,૦૦૦/- નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. ત્યારે આ હવાલાનો કારોબાર કેટલા સમયથી અને કોણ કોણ સંડોવાયેલ છે તે તપાસમાં આવ્યા બાદ જાણવા મળશે.

વધુમાં વાંચો… હિરાસર આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટની સ્થળ સમીક્ષા કરતા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુ

કલેકટરશ્રી અરુણ મહેશ બાબુએ રાજકોટના હિરાસર ખાતે નિર્માણ પામી રહેલ આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટની સ્થળ મુલાકાત કરી સમગ્ર પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક કરી વિવિધ વિભાગોની બાકી રહેલી કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તે માટે એરપોર્ટ અધિકારીશ્રીઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી. કલેકટરશ્રી સાથે પ્રાંત અધિકારીશ્રી સંદીપ વર્મા સહીત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓએ એપ્રોચ રોડ થી રનવે સુધીની તમામ સાઈટની મુલાકાત લીધી હતી. આ તકે એરપોર્ટ ઓથોરિટીના જનરલ મેનેજરશ્રી લોકનાથ પાધે અને ડેપ્યુટી જનરલ મેનેજરશ્રી અમિતાભ ચક્રવર્તીએ પ્રગતિ હેઠળના પ્રોજેક્ટની કામગીરીથી કલેક્ટરશ્રીને તથા અન્ય અધિકારીઓને કર્યા હતા.

અધિકારીશ્રી પાધેના જણાવ્યા મુજબ એરપોર્ટ ખાતે હાલ ૯૦ ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. જેમાં બોક્સ કલવર્ટ સહિતનો ૩૦૪૦x૪૫ મીટરનો રનવે, કે જેની ક્ષમતા બોઇંગ ૭૪૭ ઉતરી શકે તે પ્રકારનો છે આ સાથે એપ્રન, પાર્કિંગ ટેક્સી ટ્રેક, કમ્યુનિકેશન બિલ્ડીંગ સહિતનીની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ થઈ ચૂકી હોવાનું તેમજ બાઉન્ડ્રી વોલની કામગીરી ૯૦ ટકા, જમીન સમથળ કરવાની કામગીરીની ૯૫ ટકા અને ઇન્ટ્રિમ ટર્મિનલ અને ફાયર સ્ટેશનની કામગીરી આ માસના અંતે પૂર્ણ થઈ જશે. મેઈન ટર્મિનલ બિલ્ડીંગ તૈયાર થાય તે પૂર્વે મોબાઈલ ટાવર ટર્મિનલ આવી પહોંચ્યો છે. એપ્રોચ રોડ પર કલાત્મક પ્રવેશ દ્વારા તેમજ રોડ વચ્ચે ડિવાઇડરમાં કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે઼

એરપોર્ટની નિર્માણની કામગીરી ૨૪x૭ અવિરત ચાલી રહી છે, સમગ્ર પ્રોજેક્ટની ૯૦ ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ચુકી હોવાની માહિતી પ્રોજેક્ટ અધિકારીશ્રીએ આપી હતી.

આ તકે મામલતદારશ્રી કરમટા, તલાટી મંત્રીશ્રીઓ, નેશનલ હાઇવે ઓથોરિટી, આર.એન્ડ બી., પંચાયત, પાણી પુરવઠા, ઇરીગેશન સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વધુમાં વાંચો… “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” અંતર્ગત રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નીલખા ગામના રૂદ્રાંશની જન્મજાત હ્રદયની ખામી દૂર કરાઇ

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનાં નીલખા ગામના ૬ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ જન્મેલો રૂદ્રાંશ જન્મથી જ હૃદયની કંઈક ખામી ધરાવતો હતો. આ બાળકને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં વિનામૂલ્યે સમયસર સઘન સારવાર આપી હૃદયની ખામી દૂર કરવામાં આવી હતી.

ઉપલેટા તાલુકાના ઢાંક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આર.બી.એસ.કે ટીમના ડો. ક્રિષ્ના પેથાણી અને ડો.સમર્થ રામાનુજે તા. ૨૬ ઓગસ્ટના રોજ નીલખા ગામના રૂદ્રાંશના ઘરે વિઝિટ કરી રૂદ્રાંશના સ્વાસ્થ્યની તપાસ કરતા તેને હૃદયની ખામી હોવાનું જણાયું હતું.

તેની સઘન ચકાસણી અને સારવાર માટે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો. જયાં રૂદ્રાંશનું તા.૦૧ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ સોનોગ્રાફી અને 2 D Echo કરી નિષ્ણાંત તબીબોએ તેને હૃદયની તકલીફ હોવાનું નિદાન કર્યું હતું. આ બિમારી સઘન સારવારથી જ મટાડવાનું નક્કી કરી, રૂદ્રાંશના હૃદયની સર્જરી ન કરવાનો નિર્ણય લીધો હતો અને સઘન સારવારથી જ તેની આ ખામી દૂર કરવામાં આવી હતી.

વધુમાં વાંચો… સ્વ-સહાય જુથથી બહેનોને લિંગ આધારીત ભેદભાવ અને હિંસા તથા નાણાકીય આયોજન તેમજ મહિલાઓને લગતા કાયદાઓ માટે જાગૃતિ અંગે તાલીમ યોજાઈ

રાજકોટ મહાનગરપાલિકાની પ્રોજેક્ટ શાખા દ્વારા રાષ્ટ્રીયશહેરી આજીવિકા મિશન યોજના અંતર્ગત સ્વ-સહાય જૂથના બહેનોને પોલીસ બેઝડ સપોર્ટ સેન્ટર માહિતી, સખી વન સ્ટોપ સેન્ટર સંબધી માહીતી, ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન સબંધી માહીતી, સ્ત્રી પુરૂષ ભેદભાવ અને હિંસા સબંધી માહીતી, ૧૦૯૮ હેલ્પ લાઇન સબંધી માહીતી, મહિલાઓ સબંધી કાયદાકીય માહીતી, નારી અદાલત સબંધી માહીતી અને સિક્યુરીટીઝ એન્ડ એક્ષચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) દ્વારા નાણાકીય આયોજન બાબતે તા.૦૫/૦૧/૨૦૨૩ નાં રોજ કેદારનાથ સોસાયટી ખાતે માહીતી તથા માર્ગદર્શન બાબતે તાલીમ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.

આ તાલીમ કાર્યક્રમમાં સિક્યુરીટીઝ એન્ડ એક્ષચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) માંથી ઉષ્માનબેન દ્વારા નાણાની બચત યોગ્ય ઉપયોગ અને કેવી રીતે રોકાણ કરવું તેની માહિતી આપવામાં આવેલ હતી. જ્યારે૧૮૧ અભયમ હેલ્પ લાઈન માંથી પધારેલ કાઉન્સીલરશ્રી જીનલ વણકર દ્વારા મહિલાઓને થતી હેરાનગતિ તથા તેમની સુરક્ષા માટે ૧૮૧અભયમ હેલ્પ લાઈન કેવી રીતે ઉપયોગી થઇ શકે તેની જાણકારી આપેલ હતી

આ કાર્યક્રમમાં મહિલાઓને લગતા કાયદાઓ માટે નારી અદાલતમાંથી પધારેલ એડવોકેટશ્રી સબનમબેન દ્વારા મહિલાઓને લગતા કાયદાથી માહિતીગાર કર્યા હતા આ તકે NULM સેલનાં SMID મેનેજર શ્રી શાંતિલાલ બથવારે NULM યોજના હેઠળ રચાયેલ ૧૫૨૨ જેટલા સ્વ-સહાય જુથોરચીમહિલાસશક્તિકરણનુ ખરૂ ઉદાહરણ બેસાડેલ છે આ જાગૃતિ કાર્યક્રમમાંરાજકોટ મહાનગરપાલિકાનાં પ્રોજેક્ટ શાખા દ્વારા રચના કરેલ સ્વ-સહાય જુથની બહેનોને. જેમા ૬૦ થી વધુ બહેનોએ ભાગ લીધેલ હતો.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રોજેક્ટ શાખાના આસિસ્ટન્ટ મેનેજરશ્રીકાશ્મિરાબેન વાઢેરનાં માર્ગદર્શન હેઠળ ટીમ લીડરશ્રી આર.એ.મુનિયા તથા SMID મેનેજર શ્રી શાંતિલાલ બથવારે જહેમત ઉઠાવી હતી.

આ કાર્યક્રમમાં વોર્ડ નં.૧૬ નાં કોર્પોરેટરશ્રી રુચીતાબેન જોષી ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here