File Image
File Image

26 Aug 22 : ચિકલીકર બાવરી ગેંગના 3 સાગરીતો એક લાખથી વધુના મુદ્દામાલ સાથે જ્બ્બે એક મહિલા સહિત 3 સાગરીતોને .રૂ.1.35. 200નાં મુદ્દામાલ સાથે ઝડપી લઇ LCB એ છ ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલ્યો પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા પોલીસ અધિક્ષક ડો. રવિન્દ્ર પટેલ ભાવનગર જીલ્લામાં થતી મિલ્કત સંબંધી-વાહન ચોરી સંબંધી ગુન્હાઓ શોધી કાઢી આરોપીઓને ઝડપી લેવા સુચના આપતા ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચીકલીકર બાવરી ગેંગનાં એક મહિલા સહિત કુલ-3 સાગરીતોને કિ.રૂ.1.35.200નાં મુદ્દા માલ સાથે ઝડપી લઇ ભાવનગર શહેર વિસ્તારોમાં થયેલ છ ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલ્યો છે.

લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો ભાવનગર,ચિત્રા-સીદસર રોડ,પાણીની ટાંકી પાસે રોડ ઉપર વાહન ચેકીંગમાં હતાં તે દરમ્યાન અગાઉ ઘરફોડ ચોરીઓનાં ગુન્હાઓમાં પકડાયેલ ચીકલીકર બાવરી ગેંગનાં શ્યામસીંગ અર્જુનસીંગ સંતોકસીંગ બાવરી ઉ.વ.21 ધંધો-મજુરીકામ,રામસીંગ અર્જુનસીંગ સંતોકસીંગ બાવરી ઉ.વ.23 ધંધો-મજુરી અને જયોતિકોર જે અર્જુનસીંગ સંતોકસીંગ બાવરોના પત્ની ઉ.વ.47 ધંધો-ઘરકામ રહે.તમામ સ્નેહ મીલન સોસાયટી, કોળી જ્ઞાતીની વાડીની પાછળ,હાદાનગર,ભાવનગરને ઝડપી લઇ કુલ રૂ.1.35. 200 ના મુદ્દામાલ શકપડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.

  • ભાવનગર મનપાના નવા કમિશ્નરે ચાર્જ સંભાળ્યો, કહ્યું લોકોની સુખાકારી ,સુવિધા વધે તેવા પ્રયત્નો કરીશ ભાવનગરમાં 33 કમિશ્નર ફરજ બજાવી ચુક્યા છે, નવીન ઉપાધ્યય 34માં કમિશ્નર તરીકે ચાર્જ લીધો.

26 Aug 22 : ભાવનગર મહાનગર પાલિકાના નવા કમિશ્નરે ચાર્જ સંભાળ્યો, કહ્યુંલોકોની સુખાકારી ,સુવિધા વધે તેવા પ્રયત્નો કરીશ ભાવ નગરમાં 33 કમિશ્નર ફરજ બજાવી ચુક્યા છે, નવીન ઉપાધ્યય 34માં કમિશ્નર તરીકે ચાર્જ લીધો ભાવનગર મહાનગરપાલિકાના નવા કમિશ્નર તરીકે સુરત કોર્પોરેશનમાંથી મુકાયેલા એન.વી.ઉપાધ્યાય ગુરુવારે બપોરે બાદ કમિશ્નર તરીકે પદ ભાર સંભાળ્યો હતો.

અત્યાર સુધીમાં ભાવનગરમાં 33 કમિશ્નર ફરજ બજાવી ચુક્યા છે, નવીન ઉપાધ્યય 34માં કમિશ્નર તરીકે ચાર્જ લીધો હતો. કમિશ્નરની ખુરશી છ મહિના સુધી ખાલી હતી ભાવનગરના લોકોની સુખાકારી તેમજ સુવિધા વધે એવા પ્રયત્નો કરીશ તેમ જણાવી આજે ભાવનગર મહાનગર પાલિકાના નવ નિયુક્ત કમિશ્નર નવીન ઉપાધ્યાયે ચાર્જ સંભાળતાની સાથે કાર્યભાર સાંભળ્યો હતો. ભાવનગર મહાનગરપાલિકા ના કમિશ્નર તરીકેનો ચાર્જ ગુરુવારે સાંજે 4:30 આસપાસ કલાકે સંભાળ્યો હતો.

ભાવનગર મહાપાલિકામાં કમિશ્નરની ખુરશી છ મહિના કરતા વધુ સમય સુધી ખાલી રહ્યા બાદ આખરે નિમણૂંક થતા હવે અટકેલા કાર્યો આગળ વધશે અને ખાસ કરીને અધિકારી પાંખને નેતૃત્વ મળી રહેશે તો જિલ્લા કલેક્ટર ઉપરાંત મ્યુ. કમિશનરના ચાર્જમાંથી યોગેશ નિરગુડેને હાલ મુક્તિ મળી છે.