ભાવનગર એસજીએસટીએ ભાવનગર શહેરમાં બિલ વગરના હેરાફેરી કરતા કુલ મળી સાત માલ વાહકોને ઝડપી લીધા

File Image

06 Oct 222 : ભાવનગર એસજીએસટીએ ભાવનગર શહેરમાં બિલ વગરના હેરાફેરી કરતા કુલ મળી સાત માલ વાહકોને ઝડપી લીધા હતા. આ માલ વાહકોને ઝડપી લઇ વાહન માલિકોને નોટિસ પાઠવવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવવાની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર શહેરમાં બિલ વગરના માલ સામાનની હેરાફેરી કરતા વાહનો પર એસજીએસટીની મોબાઈલ ટુકડીની બાજુ નજર હોય છે. તેવામાં આજે ભાવનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી એસજીએસટીની મોબાઈલ ટુકડીએ કુલ મળી સાત ટ્રક ઝડપી લીધા હતા.

એક સાથે સાત ટ્રક ડીટેઇન કરી બહુ માળી ભવન ખાતે આવેલી એસ જી એસ ટી ની કચેરીના કમ્પાઉન્ડમાં ખડકી દેવામાં આવ્યા હતા અને ટ્રકમાં કઈ પ્રકારનો માલ સામાન છે તેની ચકાસણી હાથ ધરી હતી એસજીએસટી ની મોબાઇલ ટુકડીએ ભાવનગર શહેરમાં બિલ વગરના માલ સામાનની હેરાફેરી કરતા સાત ટ્રકને ઝડપી લીધા હતા જ્યારે આ સાત ટ્રકમાં અલગ અલગ પ્રકાર નો માલ સામાન ભરેલો હોય બહુમાળી ભવન કચેરી ખાતે લાવી ટ્રકમાં કઈ પ્રકારનો માલ સામાન છે અને કેટલો છે તેની ચકાસણીઓ હાથ ધરવામાં આવી હતી તદુપરાંત સાત ટ્રકની ચકાસણી કર્યા બાદ વાહન માલિકોને બીલ રજૂ કરવાની નોટિસો પાઠવવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું એસ જી એસ ઢી ની મોબાઈલ ટુકડીએ એક સાથે સાત ટ્રક ઝડપી લેતા વાહન માલિકો માં ખળભળાટ મચી ગયો હતો અને પોતાનું વાહન છોડાવવા માટે તજવીજ હાથ ધરી હતી.

અકસ્માતની જુદી જુદી ઘટનાઓમાં ૪૫ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. આ તમામ મૃતકો ની યાદી મેળવી પ્રત્યેક મૃતકના પરિવારજનોને રૂ ૫૦૦૦ ની સહાય રાશિ પહોંચાડવા મોરારીબાપુએ જણાવેલ છે. જેની કુલ રકમ બે લાખ પચ્ચીસ હજાર રૂપિયા થશે.

06 Oct 22 : વડોદરા નજીક એક કન્ટેનર ટ્રક અને રીક્ષા વચ્ચે દુઃખદ અકસ્માત થયો હતો જેમાં ૧૦ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. હરિદ્વાર નજીક એક લગ્નની બસને અકસ્માત થતાં રપ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. એ જ પ્રમાણે ઉત્તરકાશી નજીક હિમાલયમાં શિખર આરોહણ કરવા ગયેલ પર્વતારોહીઓ ના જૂથમાંથી હિમપ્રપાત થવાને કારણે ૧૦ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. આમ જુદી જુદી ઘટનાઓમાં ૪૫ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. આ તમામ મૃતકો ની યાદી મેળવી પ્રત્યેક મૃતકના પરિવારજનોને રૂ ૫૦૦૦ ની સહાય રાશિ પહોંચાડવા મોરારીબાપુએ જણાવેલ છે. જેની કુલ રકમ બે લાખ પચ્ચીસ હજાર રૂપિયા થશે. વડોદરા અને દિલ્હી સ્થિત રામકથા ના શ્રોતાઓ દ્વારા આ રકમ પહોંચતી કરવામાં આવી રહી છે , મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે તેમજ તેમના પરિવારજનો તરફ સંવેદના વ્યક્ત કરી છે.તેમ જયદેવભાઈ માંકડની યાદીમાં જણાવાયું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here