18 Aug 22 : ભાવનગરના વિમલ કાંબડે કેબીસીમાં જીત્યા રૂ।.25 લાખ જીતેલી રકમમાંથી ઘરના ઘરને સ્વપ્ન મુજબનું બનાવશે સામાન્ય જ્ઞાનની કસોટી કરે તેવા 13 પ્રશ્નોના સાચા જવાબ આપ્યા બાદ રૂ.50 લાખનો 14મો સવાલ છોડ્યો મન હોય તો માળવે જવાય તે કહેવતને ભાવનગરના એક અત્યંત નિમ્ન મધ્યમ વર્ગના યુવાને સિદ્ધ કરી દેખાડી કૌન બનેગા કરોડપતિમાં આજે પ્રસારિત થયેલા એપિસોડમાં રૂ.25 લાખ જીતીને દેખાડ્યું છે. રૂ.50 લાખના પ્રશ્નમાં દ્વિધા હોય તેણે આ પ્રશ્ન સાથે ગેઇમ પણ છોડતા ભાવનગરના આ સ્પર્ધક વિમલ કાંબડ રૂ.25 લાખના વિજેતા થયા હતા.

તેણે હર્ષભેર જણાવ્યું હતુ કે તે આ જીતેલી રકમમાંથી ભાવનગરના આનંદનગર વિસ્તારમાં શ્રમજીવી સોસાયટીમાં આવેલું પોતાનું ઘરનું ઘર પોતાના સ્વપ્ન મુજબનું બનાવશે. આનંદનગર વિસ્તાર ના શ્રમજીવી સોસાયટીમાં રહેતા વિમલ કાંબડ નામના યુવાને કૌન બનેગા કરોડપતિ માં અમિતાભ બચ્ચન સામે હોટ સિટ પર બેસવાનું સ્વપ્ન જોયેલું અને તે આખરે તેની ધગશ અને સતત આ દિશાની મહેનતને લીધે સાકાર થયું અને બે દિવસથી કેબીસીની હોટ સીટ પર વિમલ કાંબડ હતો અને આજે આ યુવાને રૂ.25 લાખ જીતી બીગ બી અને સાથે દર્શકોનું દિલ પણ જીત્યું હતુ. જે ભાવનગર માટે ગૌરવની બાબત છે. તે પોતાની બહેન શિવાનીને લઇને કેબીસીના એપિસોડમાં અમિતાભ બચ્ચનના સવાલોના જવાબ આપ્યા હતા.

આ માટેનો પ્રોમો પણ ખુબ જ લોકપ્રિય થયો હતો જેમાં વિમલ અમિતાભ બચ્ચનને હસતા હસતા જણાવે છે કે કહે છે કે, “હવે મારા લગ્ન ન થાય કે કોઇ ના પાડે તેવું શક્ય નથી. કારણ કે, આપ એટલે કે અમિતાભ બચ્ચને મારું માર્કેટીંગ ક્યું છે.” તેણે એક વાતચીતમાં જણાવ્યું હતુ કે પસંદગીની પ્રક્રિયા પૂર્ણ પણે પારદર્શી હોય છે. જેમાં જવાબો ખરા હોય એટલે તમારી પસંદગી થાય છે. તે માટે ઓડિશન હોય છે. તેમા હું પસંદ થયો તેમજ ફાઇનલી કેબીસીમાં ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટમાં પણ વિજેતા થતા મારું હોટ સિટ પર અમિતાભ બચ્ચન સામે બેસીને સવાલોના જવાબ આપવાનું સ્વપ્ન સાકાર થયું