મેક્સિકોમાં મોટો અકસ્માત, ખીણમાં પડી બસ, 17 મુસાફરોના મોત, 6 ભારતીયો સહિત 40 મુસાફરો હતા સવાર

File Image
File Image

અમેરિકાના પડોશી દેશ મેક્સિકોમાં એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ પશ્ચિમ મેક્સિકોમાં ગુરુવારે હાઈવે નજીક એક પેસેન્જર બસ અકસ્માત નો ભોગ બની. બસ ખીણમાં પડી જતાં તેમાં સવાર 17 લોકોનાં મોત થયાં છે. બસમાં 6 ભારતીયો સહિત 40 મુસાફરો સવાર હતા. આ ઘટનામાં લગભગ 22 અન્ય લોકો ઘાયલ થયા છે. જોકે તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.
નાયરિત રાજ્ય સુરક્ષા અને નાગરિક સંરક્ષણ સચિવ જોર્જ બેનિટો રોડ્રિગ્ઝે જણાવ્યું કે બચાવ કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખીણ લગભગ 50 મીટર (164 ફૂટ) ઊંડી હતી. મૃતકોમાં 14 વયસ્કો અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. બસમાં 40 મુસાફરો સવાર હતા. દરેક જણ તિજુઆના તરફ જઈ રહ્યા હતા. અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. અધિકારીઓનું કહેવું છે કે બસ રાજધાનીની બહારના હાઇવે પર બરાન્કા બ્લાન્કા પાસે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ. ગયા મહિનાની શરૂઆતમાં, દક્ષિણના રાજ્ય ઓક્સાકા માં બસ અકસ્માતમાં 29 લોકોના મોત થયા હતા. ફેબ્રુઆરીમાં, મધ્ય મેક્સિકોમાં દક્ષિણ અને મધ્ય અમેરિકાના સ્થળાંતર કરનારાઓને લઈ જતી બસ ક્રેશ થઈ હતી, જેમાં 17 લોકોના મોત થયા હતા. સિવિલ ડિફેન્સ સેક્રે. જોર્જ બેનિટો રોડ્રિગ્ઝે જણાવ્યું હતું કે બસ લગભગ 50 મીટર ઊંડી હોવાથી બચાવ કામગીરી મુશ્કેલ હતી. તેમણે કહ્યું કે 17 મૃતકોમાં 3 બાળકો પણ સામેલ છે.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોર્ટમાં પોતાને ગણાવ્યા નિર્દોષ, 4 મહિનામાં ત્રીજી વખત થયા હાજર
ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટન ડીસી કોર્ટમાં તેમની 2020 ની ચૂંટણીની હારને પલટાવવાના કાવતરામાં પોતાને નિર્દોષ ગણાવ્યા છે. સુનાવણી દરમિયાન, તેમણે ધીરેથી વાત કરતા પોતાનું નામ અને ઉંમરની પુષ્ટિ કરી અને પોતાને નિર્દોષ ગણાવ્યા. બાદમાં મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે આ ‘રાજકીય પ્રતિસ્પર્ધીને હેરાન કરવાનો’ મામલો છે. ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ચાર મહિનામાં ત્રીજી વખત ફોજદારી પ્રતિવાદી તરીકે કોર્ટમાં હાજર થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રમ્પે ગુરુવારે બપોરે વોશિંગ્ટન કોર્ટહાઉસમાં પાછલા દરવાજેથી પ્રવેશ કર્યો, જે યુએસ કેપિટોલ રમખાણોના સ્થળથી થોડે દૂર સ્થિત છે. 6 જાન્યુઆરી, 2021 ના ​​રોજ, ટ્રમ્પ સમર્થકોએ યુએસ કોંગ્રેસ પર હુમલો કર્યો હતો. કોર્ટમાં, ટ્રમ્પ તપાસનું નેતૃત્વ કરી રહેલા વિશેષ સલાહકાર જેક સ્મિથ સાથે આંખોના ઈશારા કરી રહ્યા હતા. ટ્રમ્પ કોર્ટમાં હાજર થવા માટે ન્યૂજર્સીમાં તેમના નિવાસસ્થાનથી ખાનગી જેટમાં બેસીને વોશિંગ્ટન પહોંચ્યા હતા.
આરોપમાં ટ્રમ્પ સામે ચાર આરોપ છે. આમાં કોઈપણ સરકારી કાર્યવાહીમાં અવરોધ, યુનાઇટેડ સ્ટેટ્સને છેતરવાનું કાવતરું, નાગરિકો વિરુદ્ધ ષડયંત્રનો સમાવેશ થાય છે. મેજિસ્ટ્રેટ જજ મોક્ષિલા ઉપાધ્યાયે પૂર્વ રાષ્ટ્રપતિને કેસના તથ્યો પર ટિપ્પણી ન કરવા જણાવ્યું હતું. તેમણે ચેતવણી આપી હતી કે પાલન કરવામાં નિષ્ફળતા ધરપકડ વોરંટ, મુક્તિની શરતો કેન્સલ અથવા કોર્ટની અવમાનના તરફ દોરી શકે છે. વકીલોએ સુનાવણી દરમિયાન કહ્યું કે કેસની ઝડપી સુનાવણી ફાયદાકારક રહેશે. ટ્રમ્પના બચાવ પક્ષના એટર્ની જ્હોન લારોચે કહ્યું કે તેમને તૈયારી માટે વધુ સમયની જરૂર પડશે. બીજી તરફ, ટ્રમ્પે ન્યૂજર્સી પરત ફરતા પહેલા પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે ‘અમેરિકા માટે તે ખૂબ જ દુઃખદ દિવસ હતો’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here