
09 May 23 : ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચની વનડે સીરીઝની શરૂઆત પહેલા પાકિસ્તાની ટીમ 106 પોઈન્ટ સાથે રેન્કિંગમાં પાંચમા નંબર પર હતી, પરંતુ પ્રથમ ચાર મેચ જીતીને તે ઓસ્ટ્રેલિયા અને ભારતીય ટીમથી આગળ નીકળી ગઈ હતી. પાકિસ્તાન હવે 113.483 પોઈન્ટ્સ સાથે ODI રેન્કિંગમાં ટોચ પર છે, જ્યારે ઓસ્ટ્રેલિયા (113.286) બીજા અને ટીમ ઈન્ડિયા (112.638) ત્રીજા સ્થાને છે.
કેપ્ટન બાબર આઝમે કહી આ વાત. ICC ODI રેન્કિંગમાં નંબર વન પર પહોંચ્યા બાદ કેપ્ટન બાબર આઝમ ઘણો ખુશ દેખાઈ રહ્યો હતો. તેણે આખી ટીમ અને સપોર્ટ સ્ટાફને શ્રેય આપ્યો. બાબર આઝમે કહ્યું, ‘ટીમના પ્રયાસો અને સપોર્ટ સ્ટાફની મહેનતે અમને નંબર-1 બનવામાં મદદ કરી છે. મુશ્કેલ સમયમાં પાછા લડવા માટે સાથી ખેલાડીઓને ક્રેડિટ આપવી જોઈએ. આ યાત્રા સારી અને યાદગાર રહી. બાબરે ચોથી વનડેમાં સદી ફટકારી હતી. ચોથી વનડેની વાત કરીએ તો ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમે 50 ઓવરમાં 6 વિકેટે 334 રન બનાવ્યા હતા. ODI કારકિર્દીની 18મી સદી ફટકારતા કેપ્ટન બાબર આઝમે 107 રનની ઇનિંગ રમી જેમાં 10 ચોગ્ગા સામેલ હતા. ફખર ઝમાન (14)ના સસ્તામાં આઉટ થયા બાદ બાબર આઝમે શાન મસૂદ (44) સાથે બીજી વિકેટ માટે 50 રન જોડ્યા હતા. ત્યારબાદ તેણે સલમાન સાથે ચોથી વિકેટ માટે 117 રનની ભાગીદારી કરી હતી. સલમાને 46 બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 58 રન બનાવ્યા હતા. છેલ્લી ઓવરમાં શાહીન આફ્રિદીએ માત્ર 7 બોલમાં 23 રન બનાવ્યા જેમાં 3 સિક્સ સામેલ હતી. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 43.4 ઓવરમાં માત્ર 232 રનમાં જ સમેટાઈ ગઈ હતી. કેપ્ટન ટોમ લાથમે સૌથી વધુ 60 અને માર્ક ચેપમેને 46 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફ થી લેગ સ્પિનર ઉસ્મા મીરે 4 વિકેટ લીધી હતી જ્યારે મોહમ્મદ વસીમ જુનિયરે 3 અને હરિસ રઉફે બે ખેલાડીઓને આઉટ કર્યા હતા.
વધુમાં વાંચો… IPL 2023 – કોલકાતાની જીત સાથે પોઈન્ટ ટેબલમાં આવ્યું આગળ, જાણો અન્ય ટીમોની સ્થિતિ વિશે
કોલકાતા નાઈટ રાઈડર્સ એ પંજાબ કિંગ્સ સામે 5 વિકેટથી જીત મેળવીને પ્લેઓફની રેસમાં પોતાને જાળવી રાખી છે. આ મેચ પહેલા કોલકાતાની ટીમ પોઈન્ટ ટેબલમાં 8 પોઈન્ટ સાથે 8મા સ્થાને હતી. હવે જીત બાદ KKRએ લાંબી છલાંગ લગાવી છે અને 10 પોઈન્ટ સાથે 5માં સ્થાને પહોંચી ગઈ છે. કોલકાતાનો નેટ રનરેટ હાલમાં -0.079 છે. પંજાબ કિંગ્સ આ મેચ માં 179 રન બનાવવા છતાં જીતી શકી નહોતી. હવે પંજાબ 11 મેચમાં 5 જીત અને 6 હાર સાથે 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 7માં સ્થાને પહોંચી ગયું છે. પંજાબનો નેટ રનરેટ હાલમાં -0.441 છે.
ગુજરાત ટોપ પર અને ચેન્નાઈ સુપર કિંગ્સ બીજા ક્રમે છે. પોઇન્ટ ટેબલમાં 53 લીગ મેચો બાદ ગુજરાત ટાઇટન્સ ટીમ 11 મેચમાં 8 જીત સાથે પ્રથમ સ્થાને છે. ગુજરાતનો નેટ રન રેટ 0.951 છે. બીજા સ્થાને 13 પોઈન્ટ સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ છે, જેનો નેટ રનરેટ 0.409 છે. લખનૌ સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સ ટીમ અનુક્રમે 11 અને 10 પોઈન્ટ સાથે ત્રીજા અને ચોથા સ્થાને છે. મુંબઈ, હૈદરાબાદ અને દિલ્હી હવે છેલ્લા 3 સ્થાન પર છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ પાસે હાલમાં 10-10 પોઈન્ટ છે, પરંતુ વધુ સારા નેટ રનરેટને કારણે RCB છઠ્ઠા સ્થાને, પંજાબ 7માં અને મુંબઈ ઈન્ડિયન્સ 8માં સ્થાને છે. RCBનો નેટ રનરેટ હાલમાં -0.209, મુંબઈનો -0454 જ્યારે પંજાબનો -0.441 છે. સનરાઈઝર્સ હૈદરાબાદ 8 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને છે જ્યારે દિલ્હી કેપિટલ્સ ટીમ 10 મેચમાં 8 પોઈન્ટ સાથે -0.529ના નેટ રનરેટ સાથે છેલ્લા સ્થાને છે. IPL 2023 માં પ્લેઓફની રેસ રોમાંચક બની રહી છે. આ સીઝનની અત્યાર સુધી 53 મેચ રમાઈ છે અને એક પણ ટીમ પ્લેઓફમાં પહોંચી નથી કે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ શકી નથી. એક સમયે KKR, SRH અને DC 6-6 મેચ હારી ચૂક્યા હતા અને પ્લેઓફની રેસમાંથી બહાર થવાનું જોખમ હતું, પરંતુ આ ટીમો હજુ પણ ટકી રહી છે. આ ટીમોએ બેક ટુ બેક મેચો જીતીને માત્ર પ્લેઓફમાં પ્રવેશની આશા જીવંત રાખી નથી, પરંતુ બાકીની ટીમો માટે પણ મુશ્કેલી ઊભી કરી છે.
IPL 2023 માં પ્લેઓફની રેસ રોમાંચક બની રહી છે. આ સીઝનની અત્યાર સુધી 53 મેચ રમાઈ છે અને એક પણ ટીમ પ્લેઓફમાં પહોંચી નથી કે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ શકી નથી. એક સમયે KKR, SRH અને DC 6-6 મેચ હારી ચૂક્યા હતા અને પ્લેઓફની રેસમાંથી બહાર થવાનું જોખમ હતું, પરંતુ આ ટીમો હજુ પણ ટકી રહી છે. આ ટીમોએ બેક ટુ બેક મેચો જીતીને માત્ર પ્લેઓફમાં પ્રવેશની આશા જીવંત રાખી નથી, પરંતુ બાકીની ટીમો માટે પણ મુશ્કેલી ઊભી કરી છે.
વધુમાં વાંચો… KKR, SRH અને DCની બેક ટુ બેક જીતે પ્લેઓફ રેસને બનાવી રોમાંચક, તમામ 10 ટીમો અંતિમ-4 માટે દાવેદાર

IPLની આ સિઝનમાં માત્ર ગુજરાત ટાઇટન્સ જ એવી ટીમ છે જે 8 મેચ જીતીને પ્લેઓફની ઉંબરે ઉભી છે અને તેની એન્ટ્રી લગભગ ફિક્સ ગણી શકાય. બાકીની ટીમોમાં કોઈનો દાવો મજબૂત કહી શકાય નહીં. CSKને અત્યાર સુધી 11 મેચમાં 6 જીત મળી છે, જ્યારે લખનૌ, રાજસ્થાન અને પંજાબની ટીમો 11-11 મેચમાં 5-5 જીત સાથે મેદાનમાં છે. મુંબઈ અને બેંગ્લોરે પણ 5-5 મેચ જીતી છે. ગઈકાલની મેચ જીત્યા બાદ હવે KKRની પણ 5 જીત છે. જ્યારે દિલ્હી અને હૈદરાબાદની 4-4 જીત છે. આ બંને ટીમો પાસે એક વધારાની મેચ પણ છે.
દિલ્હી સૌથી પહેલા બહાર થયું હતું, પછી છેલ્લી 5માંથી 4 મેચ જીતી હતી. દિલ્હી કેપિટલ્સ એક સમયે આ સિઝનની પ્રથમ પાંચ મેચ હાર્યા બાદ પ્લેઓફની રેસમાં બહાર થનારી પ્રથમ ટીમ બનવાની નજીક હતી. પરંતુ આ ટીમે જોરદાર વાપસી કરી અને છેલ્લી 5માંથી 4 મેચ જીતીને બધાને ચોંકાવી દીધા. હવે આ ટીમના મોટાભાગના ખેલાડીઓ લયમાં જોવા મળી રહ્યા છે. દિલ્હીએ છેલ્લી મેચમાં જે રીતે RCBને એકતરફી રીતે હરાવ્યું હતું, તે જોતાં આ ટીમ પ્લેઓફમાં પહોંચવાની શક્યતા નકારી શકાતી નથી. જો કે, દિલ્હીએ હજુ પણ અહીં તેની બાકીની તમામ મેચ જીતવી પડશે. છેલ્લી મેચના છેલ્લા બોલે SRHની આશા જીવંત રાખી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદ માટે આ સિઝનમાં જીત અને હારની પ્રક્રિયા ચાલી રહી છે. 7 મેના રોજ રમાયેલી મેચમાં તે પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ હતી પરંતુ રાજસ્થાન રોયલ્સના સંદીપ શર્માના નો-બોલે આ ટીમને જીવતદાન આપ્યું હતું. સનરાઇઝર્સે આ મેચ જીતીને પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. SRHને પ્લેઓફમાં પ્રવેશવા માટે બાકીની તમામ 4 મેચો પણ જીતવી પડશે. KKRએ અગાઉની બંને મેચો જીતીને પોતાની તકો જાળવી રાખી હતી. જ્યારે KKR આ સિઝનની તેમની છઠ્ઠી મેચ 29 એપ્રિલે હારી ગઈ હતી, ત્યારે એવી અટકળો લગાવવામાં આવી હતી કે હવે KKR આગામી એક કે બે મેચમાં પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે. પરંતુ આ ટીમે તેની અગાઉની બંને મેચો રોમાંચક રીતે જીતી લીધી હતી ને હવે સ્થિતિ એવી છે કે આ ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. જો KKR અહીંથી બાકીની ત્રણેય મેચ જીતી લે છે, તો તે પ્લેઓફમાં પણ પહોંચી શકે છે.