
12 Nov 22 : ચૂંટણી પહેલા GST-ATS નું મોટું ગુપ્ત ઓપરેશન અત્યારે 13 જિલ્લામાં ચાલી રહ્યું છે. કરોડોના કૌભાંડો ઝડપી પાડવાની કવાયત હાથ ધરવાની શરું કરાઈ છે. એક સાથે મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. દેશ વિરોધી તત્વોને ઝડપી પાડવામાં આવી રહ્યા છે. 63 જેટલા તત્વોને દબોચી જીએસીટીનું મોટું કરચોરીનું કૌભાંડ પણ પકડવામાં આવી રહ્યું છે. પીએફઆઈ સાથેનું કનેક્શન પણ કેટલાકનું સામે આવ્યું છે. જેથી પોલીસ એટીએસની મદદ લેવામાં આવી છે. 63 જેટલાને ઝડપી પાડવામાં આવ્યા. કેન્દ્રીય એજન્સીઓ સાથે સતત સંપર્કમાં રહીને એટીએસએ મોટું ઓપરેશન પાર પાડી રહ્યું છે. સૂત્રો તરફથી મળતી વિગતો અનુસાર 63 જેટલાને ઝડપી પાડવામાં આવ્યા છે. તમામ પ્રકારની માહિતી મેળવી લેવામાં આવ્યા બાદ આ સર્ચ ઓપરેશનને લઈને આજે એટીએસ કે ગુજરાત પોલીસ પ્રેસ કોન્ફરન્સ પણ કરી શકે છે.
ડમી કંપની બનાવી છે જેના કારણે સરકારને ચૂનો લાગ્યો : દેશ વિરોધી પ્રવૃત્તિઓથી આર્થિક નુકશાન સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અનેક અટકાયત હજુ પણ થઈ શકે છે. જીએસટી એટીએ સંયુક્ત રીતે અંદાજિત 100થી વધુ સ્થળોએ દરોડા 13 જિલ્લામાં પાડ્યા હોવાની પણ વિગતો પ્રાપ્ત થઈ રહી છે. અલગ અલગ ક્ષેત્રના વેપારીઓ છે જેમાં જીએસટીને માહિતી પ્રાપ્ત થઈ હતી તેમને ડમી કંપની બનાવી છે જેના કારણે સરકારને ચૂનો લાગ્યો છે. જેથી પોલીસની મદદ લેવામાં આવી છે.
સરકાર સામે જેમને ટેક્સ ચોરી કરી છે તેમની સામે સકંજો. વિદેશથી જે ફંડ આવે છે તે પણ સરકાર પાસેથી રીફંડ મેળવવામાં આવ્યું છે. જેથી આ કાર્યવાહી ચાલું છે જેમાં વેપારીઓને પડકવામાં આવ્યા છે તેમને પેનલ્ટી સાથે પકડવામાં આવશે. આ ઈલેક્શન પહેલા મોટી કાર્યવાહી છે અને સરકાર સામે જેમને ટેક્સ ચોરી કરી છે તેમની સામે સકંજો કસવામાં આવશે. 250 કરોડથી વધુનું કૌભાંડ. અમદાવાદ સહીત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આ ઓપરેશન ચાલી રહ્યું છે. આ એક ગુપ્ત ઓપરેશન છે જેમાં આગામી સમયમાં પોલીસ ખુલાસો કરી શકે છે. સૌરાષ્ટ્ર સહીતના જિલ્લાઓનો પણ તેમાં સમાવેશ થાય છે. 250 કરોડથી વધુનું કૌભાંડ છે. ઈલેક્શન પછીની કાર્યવાહી હોવાથી વેપારીઓમાં પણ ડર પેઠો છે.
વધુમાં વાંચો… ગુજરાત પ્રચારની કમાન સંભાળશે પીએમ મોદી, વડાપ્રધાનની રાજ્યમાં થશે 25 રેલીઓ, 40 આ નામો પણ પ્રચાર કરશે
ગુજરાત પ્રચારની કમાન 14 નવેમ્બર પછી પીએમ મોદી સંભાળશે. પીએમ મોદી રાજ્યમાં 25 જેટલી રેલીઓ કરશે. આ સિવાય પણ ટોટલ 40 નામોની યાદી પ્રચાર માટે બીજેપી એ જાહેર કરી છે. 25 જેટલી રેલીઓમાં ચૂંટણી પ્રચારનું નેતૃત્વ પીએમ મોદી દ્વારા કરવામાં આવશે. ખાસ કરીને ભાજપે બહું પહેલાથી જ પ્રચારનો પ્રચંડ પ્રારંભ કરી દીધો છે. માર્ચ મહિનાથી પ્રચાર ચાલી જ રહ્યો છે ત્યારે આખરી ઘડીમાં ભાજપ જોમ જોશ પુરવા માટે તેમના સ્ટાર પ્રચારકોને પણ મેદાને ઉતારશે. જો કે, વિવિધ રાજ્યોના પ્રચારકો અત્યારે તમામ 182 બેઠકો પર અગાઉ પણ પ્રચાર કરી ચૂક્યા છે ત્યારે મોટી સભાઓ ગજવતા નેતા પણ જોવા મળશે.
14 તારીખ બાદ પ્રચંડ પ્રચાર, જેમાં દક્ષિણ ગુજરાતમાં સુરતમાં ભવ્ય રોડ શો થશે. ભાવનગરમાં પણ રોડ શો કરશે. કાર્યકર્તા સંમેલન આગામી દિવસોમાં યોજાશે જેમાં વડાપ્રધાન ભાગ લેશે. પીએમ મોદી સાથે જેપી નડ્ડા રહેશે. 14 તારીખ સુધીમાં 182 બેઠકો પર નામો બાકી 16 ઉમેદવારોના જાહેર થાય ત્યાર બાદ આ ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ટ્રાયબ બેલ્ટમાં ફોકસ કરવામાં આવશે.
ઝંઝાવાતી પ્રચાર માટે ભાજપે આ 40ની બનાવી યાદી
1.નરેન્દ્રભાઈ મોદી
- જે.પી. નડ્ડા
- રાજનાથ સિંહ
- નીતિનભાઈ ગડકરી
- સી. આર. પાટીલ
- ભૂપેન્દ્રભાઈ પટેલ
- અર્જુન મુંડા
- સ્મૃતિ ઈરાની
- અમિતભાઈ શાહ
10.ધર્મેન્દ્ર પ્રધાન - મનસુખભાઈ માંડવિયા
- ભૂપેન્દ્ર યાદવ
13.પરષોત્તમભાઈ રૂપાલા - ભારતીબેન શિયાળ
- સુધીરજી ગુપ્તા
- યોગી આદિત્યનાથ
- શિવરાજસિંહ ચૌહાણ
- હેમંત બિશ્વ શર્મા
- દેવેન્દ્ર ફડણવીસ
20.વિજયભાઈ રૂપાણી - નીતિનભાઈ પટેલ
- વજુભાઈ વાળા
- રત્નાકર
- દિનેશ લાલ યાદવ (નિરહુઆ)
- રવિ કિશન 26.
26 મનોજ તિવારી - તેજસ્વી સૂર્ય
- હર્ષ સંઘવી
- હેમા માલિની
- પરેશભાઈ રાવલ
- પ્રદિપસિંહ વાઘેલા
- વિનોદભાઈ ચાવડા
- મનસુખભાઈ વસાવા
- પૂનમબેન મેડમ
- પ્રશાંતભાઈ કોરાટ
- શંભુપ્રસાદજી ટુંડિયા
- કુંવરજીભાઈ બાવળિયા
- ગણપતભાઈ વસાવા
- પરષોત્તમભાઈ સોલંકી
- પરિન્દુ ભગત