OYOના IPO પર મોટું અપડેટ, આ કારણે કંપનીનો પ્લાન પડી શકે છે મોડો

02 Jan 23 : હોસ્પિટાલિટી ટેક સ્ટાર્ટ-અપ OYOના IPOમાં વિલંબ થઈ શકે છે. કંપની શેરબજારમાં પ્રવેશવાની યોજના પર કામ કરી રહી છે. પરંતુ તેના IPO ના આગમનમાં 3 મહિનાનો વિલંબ થઈ શકે છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ OYOને તેના ડ્રાફ્ટ રેડ-હિયરિંગ પ્રોસ્પેક્ટસમાં વધારાની માહિતી પ્રોવાઇડ કરવા જણાવ્યું છે. આમાં જોખમ પરિબળો પર્ફોમન્સ અને મૂલ્યાંકન વિશેની માહિતી અપડેટ કરવાનું કહેવામાં આવ્યું છે. આ કારણે કંપનીના માર્કેટમાં લિસ્ટ થવાના પ્લાન પર થોડો સમય બ્રેક લાગી શકે છે.

ત્રણ મહિનાનો વિલંબ થઈ શકે. સૂત્રએ કહ્યું “આનાથી OYOના પ્રસ્તાવિત IPO પ્લાનમાં લગભગ ત્રણ મહિનાનો વિલંબ થશે. કારણ કે DRHP અપડેટ કરવામાં અને ફાઇલિંગ અપડેટ કરવામાં વધારાનો સમય લાગશે. રિતેશ અગ્રવાલની આગેવાની હેઠળની કંપનીને ‘પ્રી-આઈપીઓ સ્ટેજ’માં કોઈપણ નવી માહિતી પ્રવાઇડ કરવાની મંજૂરી આપવી જરૂરી છે. હાલમાં કંપનીએ આ અંગે કોઈ નિવેદન આપવાનો ઈન્કાર કર્યો છે. વધારાની માહિતી એકત્રિત કરવાની અને સબમિટ કરવાની પ્રોસેસમાં ઓછામાં ઓછો એક ક્વાર્ટર લાગશે. જેના કારણે IPOના લોન્ચિંગમાં વિલંબ થશે. અગાઉ એવી ધારણા હતી કે OYOના IPOને ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં સેબી તરફથી પરવાનગી મળી જશે. પરંતુ અત્યારે એવું થતું હોય તેવું લાગતું નથી.

રિપોર્ટ અનુસાર સેબીએ OYOને મોકલેલા પત્રમાં કહ્યું છે કે જે રીતે કંપનીએ નફો અને આવકમાં ઉમેરો કર્યો છે. તેવી જ રીતે, તમારા જોખમી પરિબળો પણ ઓફર કિંમતના આધારે દર્શાવવા જોઈએ. મુશ્કેલ સમય પછી યોજના શરૂ થઈ. કોવિડ-19 રોગચાળાને કારણે બે વર્ષના મુશ્કેલ સમય પછી, કંપનીએ આ વર્ષે શેરબજારમાં લિસ્ટિંગ માટેની તેની પ્લાન્સ પર ફરીથી કામ કરવાનું શરૂ કર્યું છે. તાજેતરમાં કંપનીએ ચાલુ નાણાકીય વર્ષ માટે તેના નાણાકીય પરિણામોની પણ જાહેરાત કરી હતી. આમાં તેની આવક FY23 ના H1 માં 24 ટકા વધીને રૂ. 2,905 કરોડ થઈ છે. આ સમયગાળા દરમિયાન, OYOએ તેના ગ્રોસ બુકિંગ વેલ્યુ (GBV)માં 69 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. GBV એ માસિક આવક છે જે કંપની હોટેલ દીઠ કમાય છે.

બીજા ક્વાર્ટરમાં કંપનીનું પ્રદર્શન. જો કે, OYO એ પણ FY23 ના બીજા ક્વાર્ટરમાં રૂ. 333 કરોડની ચોખ્ખી ખોટ નોંધાવી હતી. OYOને રિતેશ અગ્રવાલે 2012માં લોન્ચ કર્યું હતું. OYO ને Microsoft, SoftBank Vision Fund, Lightspeed Venture Partners, Sequoia Capital India અને અન્ય દ્વારા સમર્થિત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here