20 Sep 22 : આજરોજ ગાંઘીનગર ખાતે ભારતીય જનતા પાર્ટી સુશાસન વિભાગ દ્વારા બે દિવસય ચાલનારો રાષ્ટ્રીય મેયર સંમેલનનો શુંભારંભ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ સંબોધન કરતા જણાવ્યું કે, આ મેયર સંમેલનમાં દેશના વડાપ્રઘાન નરેન્દ્ર ભાઇ મોદીનું માર્ગદર્શન મળ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ દેશના વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીનો જયારે પણ કોઇ કાર્ય ક્રમમાં ઉપસ્થિત રહેવા સમય માંગ્યો છે ત્યારે વડાપ્રઘાનએ તેમના વ્યસ્ત સમયમાં પણ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું છે.

વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનથી પાર્ટીને નવી દિશા મળે છે, કાર્યકરોમાં ઉર્જાનો સંચાર થાય છે. ભારતીય જનતા પાર્ટી માત્ર સાશન કરવા સત્તા નથી સંભાળતું પરંતુ સત્તાના માધ્યમથી જનતા જનાર્દનની સેવા કરવાનો લક્ષ્ય છે. વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી હમેંશા કહેતા કે દેશના તમામ મેયરો ભેગા થઇ શહેરોમા વધુ સારી સેવા કરવા કેવું આયોજન કરવું તે અંગે ચર્ચા થાય. આપણો પ્રયત્ન હોય છે કે છેવાડાના માનવીનો પણ વિકાસ થવો જોઇએ.

આ સમેંલનમાં મહાનગરના વિકાસમાં મેયર અને ડે.મેયરની ભૂમિકા શું હોવી જોઇએ, નગરવિકાસમાં જે કેન્દ્ર સરકારે કેવી યોજનાઓ બનાવી શકાય, સંગઠન સાથે સમન્વય કેવી રીતે સાંઘી શકાય તે ઉપર ચર્ચા કરવામાં આવશે. આ મેયર સંમેલનમાં સમગ્ર દેશભરમાંથી ભાજપ સાશિત મેયર અને ડે.મેયરઓએ કેવી રીતે કામ કરવુ, કેવી રીતે કોર્પોરેશનની છબી સુઘરે,છેવાડાના માનવીનો વિકાસ કેવી રીતે કરી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવશે.

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દ્વારા આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અને રામનાથ મહાદેવ મંદિર માટે રૂ. ૧૮૭ કરોડની ફાળવણી

20 Sep 22 : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રામનાથ મંદિર જિર્ણોધ્ધાર સાથે વિશાળ પાર્કિંગ-ટેમ્પલ પ્લાઝા લેન્ડ સ્કેપીંગ બનાવાશે રાજકોટ મહાનગરપાલિકાએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આગવી ઓળખ ઘટકના કામ માટે કરેલી દરખાસ્તને મુખ્યમંત્રીશ્રીનું અનૂમોદન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ મહાનગરપાલિકા ને રામનાથ મહાદેવ મંદિર અને આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટના કામો માટે ૧૮૭ કરોડ રૂપિયાની ફાળવણી માટે સૈદ્ધાં તિક મંજૂરી આપી છે. રાજકોટ શહેર આજી નદીના પૂર્વ અને પશ્ચિમ બેય કાંઠે ઝડપી વિકાસને કારણે વિકસ્યું છે એટલું જ નહિ, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કરવા માટે ઇન્ટરસેપ્ટર લાઇનની કામગીરી પણ પ્રગતિમાં છે.

શહેરની મધ્યમાંથી પસાર થતી આજી નદીના પશ્ચિમ કિનારે આવેલું અતિ પ્રાચીન અને સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિર ડેવલપ કરવા માટેની કામગીરી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મહાનગરપાલિકાને તબદીલ કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ સંદર્ભમાં રાજકોટ મહાનગરપાલિકાએ ૧૧ કિ.મી આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજે ક્ટની કામગીરી અતિ પ્રાચીન રામનાથ મંદિરના ડેવલપમેન્ટ સાથે સુસંગત કરવાની દરખાસ્ત ગુજરાત મ્યુનિસિપલ ફાય નાન્સ બોર્ડ મારફતે રજૂ કરી હતી મુખ્યમંત્રીએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના આગવી ઓળખ ઘટકના આ કામોને અનુમોદન આપ્યું છે આના પરિણામે હવે ર૦રર-ર૩ના વર્ષમાં રૂ. ૧૮૭ કરોડ પ્રથમ ફેઇઝમાં રાજકોટ મહાનગરપાલિકાને ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યમંત્રીશ્રીએ આપી છે.

રાજકોટ મહાનગરપાલિકા હવે શ્રી રામનાથ મહાદેવ મંદિરના જિર્ણોધ્ધાર ઉપરાંત વિશાળ પાર્કિંગ એરિયા, ટેમ્પલ પ્લાઝા કિઓસ્ક, લેન્ડ સ્કેપીંગ જેવી વિકાસ કામગીરી હાથ ધરશે તથા ભવિષ્યમાં વધુ ડેવલપમેન્ટ માટેની જગ્યા પણ રાખશે આ ઉપરાંત આજી નદીમાં મંદિરની પાછળના ભાગમાં જરૂરિયાત મુજબ ચેકડેમ બનાવાશે મુખ્યમંત્રીએ આપેલી આ સૈદ્ધાં તિક મંજૂરીને કારણે રાજકોટમાં આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટ અને અતિ પ્રાચીન રામનાથ મહાદેવ મંદિરના વિકાસ કામો ઝડપથી સાકાર થશે