ભાજપે 182 બેઠકો માટે ઉમેદવાર પસંદગી માટે માથું ખંજવાળવું પડશે, ચૂંટણી લડવા 4340 બાયોડેટા આવ્યા, 2017 કરતા વધુ ડેટા

File Image
File Image

02 Nov 22 : ભારતીય જનતા પાર્ટીની સેન્સ પ્રક્રીયા તાજેતરમાં 182 વિધાનસભાની બેઠકો પર પૂર્ણ થઈ છે. ક્યાંક મનામણા અને રુઠામણાં પણ વિવિધ સીટ પર સેન્સ પ્રક્રીયા દરમિયાન જોવા મળ્યા હતા. આ વખતે ગત વખત કરતા વધુ બાયોડેટા આવ્યા છે. કેટલીક સીટો પર તો 50 જેટલા દાવેદારોએ દાવેદારી નોંધવાતા રાફડો પણ ફાટ્યો હતો. ભાજપે 182 બેઠકો માટે ઉમેદવાર પસંદગી માટે આ વખતે માથું ખંજવાળવું પડશે. રીપીટ કે નો રીપિટ થીયરી ઉપરાંત ચૂંટણી લડવા 4340 બાયોડેટા આવ્યા હતા. 2017 કરતા 1100થી વધુ બાયોડેટા વધુ આવ્યા છે. ખાસ કરીને આ વખતે ભાજપ તરફથી ચૂંટણી લડવાવાળા વધુ છે.

સૌથી વધુ ઉત્તર ગુજરાતથી નોંધાયા દાવેદારો – સેન્સ પ્રક્રીયામાં 2017ની સરખામણીમાં 1100 બાયો ડેટા વધુ આવ્યા છે. સૌથી વધુ દાવેદારો ઉત્તર ગુજરાતમાંથી નોંધાયા છે. દાવેદારી પ્રક્રીયામાં સૌથી ઓછા દાવેદારો દક્ષિણ ગુજરાતમાંથી નોંધાયા છે. કેટલીક સીટો પર એક એક જ દાવેદાર છે. જેમ કે, ઘાટલોડીયા અને વટવા બેઠક પર સર્વાનુમતે દાવેદારી નોંધવામાં આવી છે. આ વખતે નો રિપીટ થીયરીનો ડર સૌ કોઈને છે તેમાં પણ નવી સરકાર મંત્રી મડળ સાથે બન્યા બાદ કુછ ભી હો સકતા હૈ તેવું પણ ભાજપમાં દાવેદારો માની રહ્યા છે.

જાણો કયા ક્ષેત્રમાંથી કેટલા બાયોડેટા આવ્યા

ઉત્તર ગુજરાતમાં 1490 દાવેદારો
મધ્યગુજરાતમાં – 960 દાવેદારો
સૌરાષ્ટ્રમાં – 1,100 જેટલા દાવેદારો
દક્ષિણ ગુજરાતમાં – 600થી 700 આસપાસ

અમદાવાદ અને રાજકોટમાં મંત્રીઓ સામે પણ દાવેદારોનો ફાટ્યો રાફડો – અમદાવાદમાં અસારવા બેઠકના ધારાસભ્ય અને મંત્રી પ્રદીપ પરમાર સામે પણ 40થી વધુ દાવેદારો સામે આવ્યા છે. જેથી આ મામલે પ્રદીપ પરમાર સામેની નારાજગી છતી થઈ છે. આ ઉપરાંત રાજકોટમાં મંત્રી અરવિંદ રૈયાણી જે સીટ પર ગત વખતે જીત્યા હતા ત્યાં પૂર્વ વિસ્તારમાં પણ 23 જેટલા દાવેદારોએ તેમના વિરુદ્ધમાં નામ નોંધાવ્યું હતું.

વધુમાં વાંચો… મોરબી દુર્ઘટનાના દિવંગત આત્માઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં હૃદયપૂર્વક ભાવભીની શ્રદ્ધાંજલિ

તમસો મા જ્યોતિર્ગમય… મૃત્યોર્મા અમૃતં ગમય. મોરબી દુર્ઘટનાના દિવંગત આત્માઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં હૃદયપૂર્વક ભાવભીની શ્રદ્ધાંજલિ અપાઈ હતી. આજે રાજ્યવ્યાપી શોકના પગલે અમદાવાદના ટાઉન હૉલ ખાતે AMC દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું. મોરબી દુર્ધટનાના દિવંગત આત્માઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

AMC દ્વારા આયોજિત આ પ્રાર્થનાસભામાં રામધૂન અને ભજનોની પ્રસ્તુતિ સાથે દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ટાગોર હૉલમાં ભાવભીનો માહોલ છવાઈ ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી દુર્ઘટનાના દિવંગતોના શોકમાં આજરોજ ૨ નવેમ્બરે ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક પાળવામાં આવ્યો છે.

અમદાવાદના ટાઉન હૉલ ખાતેના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી પ્રદીપભાઇ પરમાર, અમદાવાદ શહેર મેયર કિરીટભાઇ પરમાર, સ્થાનિક સાંસદ – ધારાસભ્યઓ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર , કોર્પોરેશનના પદાધિકારી ઓ અને અધિકારીઓ ઉપરાંત મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ સભાના અંતે બે મિનિટ મૌન પાળી દિવંગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આજે રાજ્ય વ્યાપી શોક છે અને રાષ્ટ્ર ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here