03 Sep 22 : ચૂંટણીઓ નજીક આવતા રાજકીય માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ તેમજ આમ આદમી પાર્ટીના નેતા ઓ એક બીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે. કેટલાક નેતાઓ એક બીજી પાર્ટી પર આકરા પ્રહારો પણ કરી રહ્યા છે ત્યારે પ્રભારી રઘુ શર્માએ સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું, કે, ભાજપ દ્વારા ડબલ એન્જિન સરકાર કહીને પ્રચાર કરી રહ્યું છે.ત્યારે ડબલ એન્જિન સરકાર પર કોંગ્રેસ પ્રભારી ડો. રઘુ શર્માએ કટાક્ષ કરતા કહ્યું હતું કે , ભાજપ દ્વારા ડબલ એન્જિનની વાતો કરવામાં આવી રહી છે પરંતુ ગુજરાતનું એન્જિન ચાર વર્ષની અંદર ફેલ થઈ ગયું છે.

દિલ્હીનું એન્જિન ક્યાં સુધી ગુજરાતના એન્જિનને ધક્કો મારશે. આવનાર વિધાનસભાની ચૂંટણીને ટાંકીને તેમને કહ્યું કે, 2022માં એક એન્જિન નીકળી જશે તેમજ આવનાર લોકસભા ઈલેક્શનમાં એટલે કે, 2024માં બીજું એન્જિન પણ નીકળી જશે.

કોંગ્રેસ દ્વારા મીડિયા સામે એક પછી એક પ્રહારો કરવામાં આવ્યા હતા. સોમવારના રોજ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે યોજાઈ રહેલી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રચાર પ્રસારના અભિયાનનો પ્રારંભ પણ કોંગ્રેસ દ્વારા પૂરજોસથી વધારવામાં આવશે ત્યારે મીડિયા સમક્ષ આપ અને ભાજપ પર કોંગ્રેસે આકરા પ્રહારો કર્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસ પ્રદેશ જગદીશ ઠાકોરે પણ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, આવનાર વિધાનસભાની ચૂંટણીમાં સરકારમાં પરીવર્તન લાવવામાં આવશે આ ઉપરાંત બેરોજગારીમાં પરીવર્તન લાવવામાં આવશે. તેમ તેમણે જણાવ્યું હતું.

  • ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંકવા સોમવારે ગુજરાતમાં આવી રહેલા રાહુલ ગાંધીનો આ રહેશે કાર્યક્રમ

03 Sep 22 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ એક પછી એક દિગ્ગજોના પ્રવાસો યોજાઈ રહ્યા છે ત્યારે રાહુલ ગાંધી સોમવારે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 5 સપ્ટેમ્બરના રોજ તેમનો પ્રવાસ યોજાશે. એરપોર્ટ પર આવ્યા બાદ તેઓ સર્કીટ હાઉસ પહોંચશે. ત્યાંથી તેઓ અમદાવાદ સર્કિટ હાઉસથી રીવરફ્રન્ટમાં યોજાઈ રહેલા બૂથના કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ રાહુલ ગાંધી સાબરમતી આશ્રમમાં જશે.

આજ દિવસે રાહુલ ગાંધી સંમેલન સભાને સંબોધન કરશે. ચૂંટણી પહેલા રાહુલ ગાંધીના પ્રવાસોની સાથે સાથે પ્રિયંકા ગાંધીના પણ ગુજરાત પ્રવાસો યોજવામાં આવશે. આ ઉપરાંત રાહુલ ગાંઘી સાબરમતી આશ્રમની મુલાકાત પણ લેશે. જ્યાંથી તેઓ બાપૂને પ્રણામ કરીને ભારત જોડો યાત્રાને આગળ ધપાવશે.

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીનો ઘણા દિવસો બાદ આ પ્રવાસ યોજાઈ રહ્યો છે ત્યારે રાજકીય પરીસ્થિતિની સમીક્ષા તેઓ આ મુલાકાત દરમિયાન કરશે. ખાસ કરીને કોંગ્રેસ દ્વારા મોટી સંખ્યામાં બૂથને મજબૂત કરવાની કામગિરી કરવામાં આવશે જેમાં 52 હજાર બુથ પર કાર્યકર્તાઓ તૈયાર કરાઈ રહ્યા છે.

ખાસ કરીને ત 15મી સપ્ટેમ્બર સુધીમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવાનો ટાર્ગેટ પણ નક્કી કરાયો છે ત્યારે 35થી 40 આસપાસ ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવશે જે પહેલા સર્કીટ હાઉસમાં રાહુલ ગાંધી આ મામલે વિચાર વિમર્શ પણ કરશે. ત્યાર બાદ આગામી 10 દિવસ જેટલા સમય ગાળામાં આ લિસ્ટ જાહેર થાય તેવી શક્યતાઓ છે. વહેલા ઉમેદવારો પ્રચાર કરી શકે તે હેતુથી શહેરી વિસ્તારોમાં પ્રથમ લિસ્ટ જારી કરાય તેવી શક્યતા ઓ છે. જો કે, રાહુલ ગાંધી  ઉપરાંત 5 સપ્ટેમ્બરે રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાતમાં કોંગ્રેસના શીર્ષ નેતૃત્વ દ્વારા નિરીક્ષક તરીકે નિમાયેલા અશોક ગેહલોત અને અન્ય આગેવાનો પણ ગુજરાત આવશે.