
06 May 23 : કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પ્રચારના અંતિમ તબક્કામાં શબ્દો અને આરોપોનું યુદ્ધ તેજ થઈ ગયું છે. સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસના નેતાઓ વચ્ચેના આરોપ-પ્રત્યારોપએ હવે અંગત હુમલાનું સ્વરૂપ લીધું છે. કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને લઈને મોટું નિવેદન આપ્યું છે અને ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે. કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ ભાજપ પર મલ્લિકાર્જુન ખડગે અને તેમના પરિવારની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. રણદીપ સિંહ સુરજેવાલાએ શનિવારે બેંગલુરુમાં કહ્યું કે બીજેપી નેતા મલ્લિકાર્જુન ખડગે અને તેમના સમગ્ર પરિવારની હત્યા કરવાની ફિરાકમાં છે. તેમણે આરોપ લગાવ્યો કે પીએમ મોદીના પ્રિય એવા ચિત્તપુરના એક નેતાએ મલ્લિકાર્જુન ખડગે અને તેમના પરિવારને મારવા અંગે નિવેદન આપ્યું છે. ભાજપ હવે મલ્લિકાર્જુન ખડગેને મારવા માટે દયનીય યોજના બનાવી રહી છે. તેમણે કહ્યું છે કે ભાજપ દલિત પરિવારમાં જન્મેલા મલ્લિકાર્જુન ખડગેને પચાવી શકતી નથી. રણદીપ સુરજેવાલાએ કહ્યું કે પીએમ મોદીએ મલ્લિકાર્જુન ખડગેની મજાક ઉડાવી છે. બીજેપી નેતાએ ખડગેના મૃત્યુની કામના કરી છે. તેમણે કહ્યું કે ભાજપ હતાશ થઈ ગઈ છે અને આ હતાશા હવે ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે. જો મલ્લિકાર્જુન ખડગે અને સિદ્ધારમૈયા ના લોહીથી જ ભાજપની લોહીની લાલસા શાંત થતી હોય તો તેમને મારી નાખો, પણ અમે રોકાઈશું નહીં.
સુરજેવાલાએ ચૂંટણી પંચ પર પણ નિશાન સાધ્યું. રણદીપ સિંહ સુરજેવાલાએ ખડગે પર ભાજપના નેતાઓના હુમલાને કર્ણાટકના દરેક નાગરિકના જીવન અને ગૌરવ પર હુમલો ગણાવ્યો છે. તેમણે ચૂંટણી પંચ પર પણ નિશાન સાધ્યું અને મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ, કર્ણાટક પોલીસને ઘેરી હતી. સુરજેવાલાએ કહ્યું કે સીએમ બોમ્મઈ, કર્ણાટક પોલીસ અને ચૂંટણી પંચ આ અંગે મૌન છે.ઉલ્લેખનીય છે કે, અગાઉ ખડગે એ સમયે ચર્ચામાં આવ્યા હતા જ્યારે કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન તેમણે પીએમ નરેન્દ્ર મોદી વિશે વાંધાજનક નિવેદન આપ્યું હતું. કલબુર્ગીમાં એક જનસભાને સંબોધતા ખડગેએ પીએમ મોદીની તુલના ‘ઝેરી સાપ’ સાથે કરી હતી અને કહ્યું હતું કે જે કોઈ ઝેરનો સ્વાદ ચાખશે તે મરી જશે. રેલીને સંબોધતા ખડગેએ કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી ‘ઝેરી સાપ’ જેવા છે, તમે વિચારશો કે તે ઝેર છે કે નહીં. જો તમે તેનો સ્વાદ ચાખી લેશો, તો તમે મરી જશો…’ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ અધ્યક્ષની ટિપ્પણી પર જોરદાર વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે ખડગેના મગજમાં ઝેર છે અને તેમનું નિવેદન તેમની નિરાશા દર્શાવે છે. નિવેદન પર વિવાદ વધતા ખડગેએ તેના પર સ્પષ્ટતા પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે મેં હમણાં જ કહ્યું કે ભાજપ એક ઝેરીલા સાપ જેવું છે, જો તમે તેને સ્પર્શ કરશો તો તમે મરી જશો. ખડગેએ કહ્યું, ‘મેં તેમના (પીએમ મોદી) વિશે કશું કહ્યું નથી. મેં અગાઉ પણ કહ્યું છે કે હું કોઈ વ્યક્તિ વિરુદ્ધ કોઈ ટિપ્પણી કરતો નથી.’
10 મેના રોજ થશે મતદાન. કર્ણાટક વિધાનસભા માટે ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. કર્ણાટકમાં 224 વિધાનસભા બેઠકો માટે 10 મેના રોજ મતદાન થશે. મતગણતરી 13 મેના રોજ થશે અને ચૂંટણીના પરિણામો પણ જાહેર કરવામાં આવશે. કર્ણાટક ચૂંટણી માટે પ્રચાર 8 મેના રોજ સાંજે 5 વાગ્યે સમાપ્ત થશે.
વધુમાં વાંચો… ફરી સીટી બસ વાકમાં: ૭ કન્ડક્ટર થયા સસ્પેન્ડ, ૪ લકથી વધુની પેનલ્ટી
રાજકોટ મહાનગરપાલિકાની પરિવહન સેવાઓનું સંચાલન અને નિયંત્રણ કરતી રાજકોટ રાજપથ લી. દ્વારા સિટી બસ સેવામાં બસ ઓપરેટર શ્રી મારૂતિ ટ્રાવેલ્સને કામમાં ક્ષતિ બદલ કુલ 11,925કિ.મી. ની પેનલ્ટી મુજબ કુલ અંદાજીતરૂ!.4,17,375/-ની પેનલ્ટી કરવામાં આવી છે. સિટી બસ સેવામાં ફેર કલેક્શન કરતી એજન્સી અલ્ટ્રામોડેન કામમાં ક્ષતિ બદલ કુલ રૂ!.28,700/-નીપેનલ્ટી આપવામાં આવી છે. સિટી બસ સેવાની કામગીરીમાં ગેરરીતી/અનિયમિતતા સબબ કુલ 7 કંડક્ટરને ટેમ્પરરી સસ્પેન્ડ કરવામાં આવેલ તથા 1કંડક્ટરને કાયમી ધોરણે સસ્પેન્ડકરવામાં આવેલ છે.ચેકીંગ દરમિયાન કુલ 12 મુસાફરો ટીકીટ વગર જણાયેલ જેમાં તેમની પાસેથી કુલ અંદાજીત રકમ રૂ! 1,320/- નો દંડ વસુલ કરવામાં આવેલ છે. બી.આર.ટી.એસ. બસ સેવામાં એક્સ-મેન તથા સિક્યુરીટી પુરા પાડતી એજન્સી શ્રી રાજ સિક્યુરીટી સર્વિસને કામમાં ક્ષતિ બદલ રૂ!.7,000/- ની પેનલ્ટી કરવામાં આવેલ છે. સિટી બસની એજન્સીએ આકરી પેનલ્ટી સહિતના અલગ-અલગ મુદ્ે સિટી બસ સેવા બંધ કરવાની ચિમકી પણ આપી દીધી છે. છતાં કોર્પોરેશન દ્વારા મનામણા કરી ગાડી ગબડાવ વામાં આવી રહી છે. ગત વિકે પણ ઓપરેટર એજન્સીને આકરી પેનલ્ટી કરવામાં આવી હતી. જ્યાં સુધી સીએનજી વાળી બસ નહિં આવે ત્યાં સુધી બાર વર્ષ જૂની બસથી સિટી બસની વ્યવસ્થા ચલાવી પડશે.
વધુમાં વાંચો… અમદાવાદ – રીમાન્ડ પર રહેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ડ્રગ્સ મામલે આ પ્રકારના થયા ખુલાસાઓ
લોરેન્સ બિશ્નોઈ અત્યારે ડ્રગ્સ કેસ મામલે રીમાન્ડ પર છે ત્યારે ગુજરાતમાં લવાયેલા ગેંગસ્ટર મામલે એટીએસને કેટલીક વિગતો મળી છે. જેમાં તે ડ્રગ્સની હેરફેર માટે ગુજરાતના દરીયા કીનારાને બેઝ બનાવતો હતો. જ્યાં તે સ્થાનિક સ્તરે તેની સાથે કામ કરે તેવા લોકો તૈયાર કરતો હોવાનું સામે આવ્યું છે.
ગુજરાત એટીએસ હવે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની સરહદ પાર ડ્રગ સ્મગલિંગ મામલે પૂછપરછ કરી રહી છે. ગુજરાત ATSએ છ મહિના જૂના કેસમાં લોરેન્સ બિશ્નાઈને કચ્છ જિલ્લાની નલિયા કોર્ટમાં રજૂ કરાયા બાદ રીમાન્ડ માંગી આ પૂછપરછ કેટલાક દિવસથી શરુ કરી છે. આ દરમિયાન એટીએસ લોરેન્સના પાકિસ્તાન કનેક્શનની તપાસ કરી રહી છે. ગુજરાત ATSને અત્યાર સુધીની નવ દિવસની પૂછપરછમાં લોરેન્સ બિશ્નોઈના દેશભરમાં ફેલાયેલા નેટવર્ક અંગે ઘણી ચોંકાવનારી માહિતી મળી છે. જેમાં તે પંજાબમાં ડ્રગ્સનું સર્ક્યુલર નેટવર્ક સ્થાપિત કરવા માંગતો હતો. જેના માટે બહારથી મદદ લેવામાં આવી હતી. આ ઉપરાંત એટીએસને ગુજરાતમાં તેની સાથે સંકળાયેલા લોકોની કડીઓ પણ મળી હોવાનું જાણવા મળ્યું છે. જેના આધારે લોરેન્સના રિમાન્ડ પૂર્ણ થયા બાદ અન્ય લોકોની ધરપકડ થવાની શક્યતાઓ પણ છે. ગયા વર્ષે ભારતીય કોસ્ટ ગાર્ડે એક બોટ પકડી હતી. આ બોટમાં પાકિસ્તાનથી કરોડોના હેરોઈનની ડિલિવરી હતી. ડિલિવરી લેવા પહોંચેલા બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. કરોડોની હેરોઈનની ડિલિવરીમાં લોરેન્સનું નામ આવ્યું હતું. ત્યાર બાદ લોરેન્સની પૂછપરછ ગુજરાત લાવીને તેજ કરવામાં આવી છે. જેમાં કેટલાક અન્ય ખુલાસાઓ પણ આગામી સમયમાં થઈ શકે છે. છેલ્લા કેટલાક મહિનાઓથ ગુજરાત ATSએ કોસ્ટગાર્ડ સાથે મળીને કરોડોના ડ્રગ્સનો પર્દાફાશ કર્યો છે ત્યારે આ મામલે અગાઉ પાકિસ્તાનના કનેક્શન પણ મળ્યા હતા. ત્યારે લોરેન્સ પણ ડ્રગ્સની હેરફેર માટે ગુજરાતના દરીયા કીનારાને બેઝ બનાવતો હતો. આ મામલે તેને મદદ કરનાર કોણ કોણ હતા એ મામલે પણ તપાસ તેજ કરાશે.
વધુમાં વાંચો… સુરત સિવિલ હોસ્પિટલમાં ધૂળ ખાતા વેન્ટીલેટરની આખરે પોલ ખૂલ્યા બાદ તંત્રએ લીઘી દરકાર
કોરોનામાં વેન્ટીલેટરની વેલ્યુ લોકોને સમજાઈ હતી પરંતુ સુરતમાં વેન્ટીલેટર ઘૂળ ખાતા જોવા મળ્યા હતા. સુરત સિવિલ તંત્રની પોલ ખૂલી જતા આખરે આ વેન્ટીલેટરની દરકાર લેવાતા તેની સફાઈ કરવામાં આવી હતી. જે જગ્યા પર વેન્ટીલેટર મુકવામાં આવ્યા હતા તે વોર્ડની સફાઈ કરવામાં આવી હતી. પીએમ કેરમાંથી મળેલા 100 વેન્ટિલેટર ધૂળ ખાતા જોવા મળ્યા હતા. જેથી આ મામલે પ્રાપ્ત વિગતો અનુસાર મહાનગર પાલિકા પાસેથી ગાંધીનગરથી રીપોર્ટ પણ માંગવામાં આવ્યો હતો. ત્યારે આખરે તંત્રએ હવે તેની દરકાર લીધી છે. કેન્દ્ર સરકારના આદેશ બાદ રાજ્ય સરકારના હેલ્થ વિભાગ દ્વારા એપ્રિલ મહિનામાં 10 અને 11 એપ્રિલના રોજ મોકડ્રીલ યોજવામાં આવી હતી. જેમાં તમામ હેલ્થને લગતા સાધનોની ચકાસણી કરવા માં આવી હતી. ત્યારે ખાસ કરીને આ વેન્ટીલેટર ચકાસવાના જાણે રહી ગયા હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી હતી. સિવિલ હોસ્પિટલ સત્તાધીશોની ઘોર બેદરકારી સામે આવતા ગાંધીનગરથી રીપોર્ટ માંગવામાં આવ્યો હતો. ત્યારે હેવ ધૂળ ખાતા વેન્ટિલેટર જે જગ્યા પર રખાયા હતા તે વોર્ડની સફાઈ કરાઈ હતી. વેન્ટીલેટર પર સાફસફાઈ તો ઠીક પરંતુ વેન્ટીલેટર પર પ્લાસ્ટિકનું કવર પણ ચઢાવવામાં નહોતું આવ્યું. એક તરફ કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રકારે ઈમરજન્સી જેવી સેવાઓમાં વેન્ટીલેટર સહીતના સાધનોનો મોટો ખર્ચ કરવામાં આવે છે જ્યાં બીજી તરફ આ પ્રકારની બેદરકારી પણ સામે આવી રહી છે.
વધુમાં વાંચો… આવતીકાલે તલાટીની પરીક્ષા, ગેરરીતી સામે તંત્રની તૈયારીઓ, પ્રવેશ પહેલા વીડિયોગ્રાફી, પોલીસ અને ઈન્ટેલિજન્સની રહેશે ચાંપતી નજર
તલાટીની પરીક્ષા આવતીકાલે હોવાથી તંત્રએ સંપૂર્ણ આયોજન પરીક્ષાને લઈને પૂર્ણ કરી દીધું છે. પ્રવેશ પહેલા વીડિયોગ્રાફી ઉમેદવારોની કરવામાં આવશે, આ સાથે જ પોલીસ અને ઈન્ટેલિજન્સ દરેક બાબતો પર ચાંપતી નજર રાખશે. આવતીકાલે તલાટીની પરીક્ષા યોજાવા જઈ રહી છે ત્યારે ઉમેદવારોની સાથે સરકારની પણ પરીક્ષા છે. કેમ કે,અવાર નવાર ગુજરાત માં પેપરો ફૂટવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આ વખતે જૂનિયર ક્લાર્કની પરીક્ષાની જેમ આ પરીક્ષા પણ કોઈ પણ પ્રકારના અવરોધ વિના લેવાય તે હેતુથી તંત્ર સજ્જ બન્યું છે.
ત્યારે પરીક્ષાની તૈયારીઓને લઈને આઈપીએસ હસમુખ પટેલે કહ્યું હતું કે, ઈન્ટેલિજન્સ અને પોલીસ વિભાગની ચાંપતની નજર રહેશે. ગેરરીતી કરનાર પર ચાંપતી નજર રાખવામાં આવશે. તલાટીની પરીક્ષાને લઈને તંત્ર સજ્જ છે. કોચિંગ ક્લાસીસના સંચાલકો પર પણ નજર રહેશે. પરીક્ષા કેન્દ્રો પર પોલીસ દ્વારા રીહર્સલ કરવામાં આવશે. પરીક્ષાને લઈને શિક્ષકોની પણ તાલીમ યોજવામાં આવી છે. ઓનલાઈન જેમ જેમ બુકિંગ વધશે તેમ તેમ બસો વધારવામાં આવશે. શંકાસ્પદ ઉમેદવારોની તપાસ પણ કરવામાં આવશે. આ પ્રકારના શંકાસ્પદને પરીક્ષા આપવા દેવાશે પરંતુ વર્ગખંડમાઁથી બહાર જતા પહેલા તપાસ કરાશે. પ્રવેશ પહેલા વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે. ઓનલાઈન જેમ જેમ બુકિંગ વધશે તેમ તેમ બસો વધાર વામાં આવશે. આ સાથે ડમી ઉમેદવારોને પણ પકડવા માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવશે. ગેરરીતી સામે નવા કાયદા પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. 9 ટ્રેનો 600થી વધુ બસો મુકાશે. રેલ્વે વિભાગે 9 ટ્રેનો પરીક્ષા માટે ચાલું કરી છે. અત્યાર સુધી 619 બસો પરીક્ષાર્થીઓ માટે મુકવામાં આવી છે. આ ઉપરાંત પરીક્ષાર્થીઓ સાદી કાંડા ઘડીયાળ લાવી શકે છે. આ સિવાય કોઈ પણ ઈલેક્ટ્રીક વસ્તુ પરીક્ષા કેન્દ્રમાં લઈ જઈ શકાશે નહીં. પરીક્ષાર્થીઓના બુટ, ચંપલ પણ બહાર રાખવા માટે કહેવામાં આવશે. આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે, 4 પરીક્ષા કેન્દ્રોમાં ફેરફાર કરાયો છે.