ગુજરાતમાં ડ્રગ્સ નેટવર્ક માટે ભાજપના હપ્તાખોર શાસકો જવાબદાર : કોંગ્રેસનો મોટો આક્ષેપ

23 Aug 22 : ગુજરાતમાં દારૂબંધીનું પાલન કરાવવામાં રાજ્યની ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નિવડી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા ધરણાં અને પ્રદર્શન કરી અમદાવાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. છેલ્લા છ મહિનાની અંદર જ ગુજરાતમાં ૨૫ હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે જેમાં શાસકો સાથે જોડાયેલા મોટા માથાઓની સામેલગીરીને સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. ગુજરાતમાં નશાબંધી હોવા છતાં છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ૩૦૦ કરોડથી પણ વધારે રકમનો દારુ પકડાયો છે.

રાજ્યમાં ભાજપ સરકારના શાસકોની હપ્તાખોરી અને ગુજરાતની યુવા પેઢીને બરબાદ કરવાનું કાવતરું હોવાનો આક્ષેપ કર્યો હતો. ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓના ચાલી રહેલા આયોજનબદ્ધ નેટવર્ક માટે ક્યાંક ને ક્યાંક ભાજપના હપ્તાખોર શાસકો જવાબદાર છે. મોંઘા શિક્ષણ, બેરોજગારીથી ઝઝૂમી રહેલા ગુજરાતના શિક્ષિત, સક્ષમ યુવાનોથી રાજ્યને સમૃદ્ધ બનાવવાનું હોય, વિકસિત બનાવવાનું હોય તેના સ્થાને તેને અવળા રસ્તે નશાના રવાડે ચડાવવાનું ષડ્યંત્ર ચાલી રહ્યું છે. ગુજરાતમાં ડ્રગ્સનું નેટવર્ક વધતું જઈ રહ્યું છે તેની સામે તાત્કાલીક કડક અંકુશ આવે એ માટેની કાર્યવાહી કરવાની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી અને તપાસ બાબતે અમદાવાદ ખાતે ધરણાં – પ્રદર્શન બાદ રેલી સ્વરૂપે અમદાવાદ જિલ્લા કલેક્ટર મારફત રાજ્ય પાલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સુખરામ રાઠવા, પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી,અર્જુન મોઢવાડીયા,સિધ્ધાર્થ પટેલ, દંડક C J ચાવડા, કાર્યકારી પ્રમુખ અંબરીશ ડેર, ઈન્દ્રવિજયસિંહ ગોહિલ સહિત અનેક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

  • જૂનાગઢમાં પશુ અડફેટે મોત થાય તો કમિશનર કલેકટર સામે એફ આઈ આર દાખલ કરવાની કોંગ્રેસી નગરસેવકની માંગ

23 Aug 22 : જુનાગઢમાં રખડતા ભટકતા પશુઓના કારણે અકસ્માત સર્જાય છે કોઈનો મોત થાય તો કમિશનર અને જિલ્લા કલેકટર સામે FIR કરવાની માંગ કરાય છે આ અંગે વોર્ડ નંબર ચારના કોંગ્રેસી મહિલા નગર સેવક મંજુલાબેન પરસાણાએ એસપી તેમજ ગાંધીનગર સ્થિત શહેરી વિકાસને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવને પત્ર પાઠવ્યો છે.

પત્રમાં જણાવ્યું છે કે તાજેતરમાં જ વંથલી પાસે આખલા હડફેટે લેતા જૂનાગઢના મધુરમ વિસ્તારના આસપાસ પદ યુવાનો મોત થયું છે પતિ ગુમાવેલી મહિલાએ રખડતા ભટકતા પશુના કારણે એકનો એક પુત્ર પણ ગુમાવવો પડ્યો હોય પરિવાર પણ આભ તૂટી પડ્યો છે દરમ્યાન જુનાગઢ મહાનગર પાલિકા હદ વિસ્તારમાં પણ રખડ તા ભટકતા પશુના ત્રાસ સતત વધી રહ્યો છે દરરોજ અનેક લોકો આવા પશુના કારણે અકસ્માતથી નાની મોટી ઇજા પામે છે શહેરના જાહેર માર્ગ પર રખડતા ભટકતા પશુને નિયંત્રણ કરવાની જવાબદારી જીપીએમસી એક્ટ મુજબ મહાનગરપાલિકાના કમિશનરની છે. છતાં મનપા તંત્ર રખડતા ભટકતા પશુને રોડ પરથી દૂર કરવામાં સદંતર નિષ્ફળ ગયું છે શહેરના માર્ગો પર આખલા અડીંગો જમાવીને બેસી જાય છે.