ભારત પર મહાભારત: ઇન્ડિયા અને ભારતની ચર્ચામાં કૂદી પડ્યા બોલિવૂડ સ્ટાર્સ

આ દિવસોમાં દેશમાં ‘ઇન્ડિયા અને ભારત’નો મુદ્દો ગરમ છે. છેલ્લા કેટલાક દિવસોથી બંધારણમાંથી ‘ઇન્ડિયા’ હટાવીને દેશનું નામ બદલીને ‘ભારત’ કરવાની માંગ કરવામાં આવી રહી છે. ઘણા મીડિયા અહેવાલો અનુસાર, સરકાર ટૂંક સમયમાં દેશનું નામ ઇન્ડિયાથી બદલીને માત્ર ભારત કરવા જઈ રહી છે. દરમિયાન આ મુદ્દે સોશિયલ મીડિયા પર ઉગ્ર ચર્ચાઓ ચાલી રહી છે. કેટલાક લોકો ભારત અને ઇન્ડિયા નામને લઈને ચર્ચા પર ઉતરી આવ્યા છે. આ દરમિયાન સામાન્ય લોકોની સાથે બોલિવૂડના ઘણા સ્ટાર્સ પણ આ ચર્ચામાં કૂદી પડ્યા છે. જેકીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે ‘પહેલાં આપણા દેશનું નામ માત્ર ભારત જ હતું? મારું નામ જેકી છે પરંતુ કેટલાક લોકો મને જોકી અથવા જાકી કહે છે. લોકો મારું નામ ભલે બદલી નાખે છે પણ હું નહીં બદલાઉં. માત્ર નામ બદલાશે. તમે લોકો દેશનું નામ બદલતા રહો છો પણ એ ન ભૂલતા કે આપણે બધા ભારતીય છીએ.’ તમને જણાવી દઈએ કે જેકી શ્રોફ પહેલા મેગાસ્ટાર અમિતાભ બચ્ચને X (Twitter) પર ‘ઇન્ડિયા-ભારત’ ચર્ચા પર પોસ્ટ કરી હતી. તેમણે પોતાના ટ્વીટમાં હિન્દીમાં લખ્યું- ‘ભારત માતા કી જય’. આ પોસ્ટ પછી એવું લાગી રહ્યું છે કે ઇન્ડિયા-ભારત વિવાદમાં બિગ બી ‘ભારત’ના સમર્થનમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્ર સરકારે આ મુદ્દા પર 18 થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્રમાં ‘ઇન્ડિયા-ભારત’ ચર્ચાને પણ એજન્ડામાં સામેલ કરી શકાય છે.
કંગના રનૌતે આ મુદ્દે લખ્યું- ‘આ નામ (ઇન્ડિયા)ને પ્રેમ કરવા જેવું શું છે? પહેલા તેઓ ‘સિંધુ’ બોલી શકતા ન હતા, તેથી તેમણે તેને બદલીને ‘ઇન્ડ્સ’ કરી દીધું. પછી ક્યારેક હિંદોસ તો ક્યારેક ઈન્ડોસ… કંઈપણ ગોલમોલ કરીને ઇન્ડિયા બનાવી દીધું. મહાભારતના સમયથી કુરુક્ષેત્રના યુદ્ધમાં ભાગ લેનાર તમામ રજવાડાઓ ભારત નામના એક મહાદ્વીપની અંતર્ગત આવતા હતા, તો પછી તેઓ આપણને ઈન્દુ સિંધુ કેમ કહી રહ્યા હતા?’.

Follow us on X ( Twitter )

વરસાદ ખેંચાતા સુરતના ખેડૂતો પરેશાન, સોયાબીનના પાકમાં ઈયળનો ઉપદ્રવથી પાકનો નાશ
સુરત જિલ્લાના ખેડૂતોની હાલત દયનીય બની છે જેનું કારણ છે વરસાદનો વિરામ, વરસાદે વિરામ લેતાં માંગરોળ તાલુકાના ખેડૂતો મહા મુશ્કેલીમાં મુકાયા છે. સોયાબીનની ખેતી કરતા ખેડૂતોને હાલ તો આખું વર્ષ ફેઇલ ગયું છે અને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. સરકાર ખેતીવાડી વિભાગના અધિકારીઓ પાસે તાત્કાલિક સર્વે કરાવી તાત્કાલિક વળતર ચુકવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. માંગરોળ તાલુકામાં મોટા ભાગના લોકો ખેતી પર જ નિર્ભર છે અને ખેતીમાં જે પણ આવક થાય તેના પર તેઓ આખા વર્ષનું આયોજન કરતાં હોય છે. ત્યારે સમયસર પધરામણી કરેલ મેઘરાજા એ ઓગસ્ટ મહિનામાં રિસામણા કરતા હાલ તો ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.
સુરતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી, માંગરોળ તાલુકામાં સોયાબીનની ખેતી કરતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે,વરસાદ ન પડતાં પાકમાં જીવાત પડી જતાં ખેડૂતોના હાથમાં આવેલો કોળીયો છીનવાયો છે. ખેડૂતોની સરકાર પાસે સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવા માંગ કરાઈ રહી છે. જગત નો તાત પહેલીથી જ મુશ્કેલીઓ નો સામનો કરતો આવ્યો છે ત્યારે જાણે ખેડૂતોની મુશ્કેલી ઓછી હોય તેમ સુરત જિલ્લાના ખેડૂતો ઉપર એક મોટી આફત આવી પડી છે. ખેડૂતોએ સારા વરસાદની આશાએ સોયાબીનના પાકની વાવણી કરી હતી ત્યારે હાલ ખેડૂતોનો ઊભો પાક તૈયાર છે અને પાકમાં જીવાતો પડી જતાં ખેડૂતોનો તમામ પાક નષ્ટ થયો છે. ખૂબ સારી આશાએ ખેડૂતોએ પાકની વાવણી કરી હતી પરંતુ ચાલુ વર્ષે સારો વરસાદ ન પડતાં ખેડૂતોના ઊભા પાકમાં જીવાતો પડી જતાં ખેડૂતોના હાથમાં આવેલો કોળીયો છીનવાઈ ગયો છે.

Follow us on Facebook

અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રાંત પ્રમુખ તરીકે નૌતમ સ્વામીની હકાલપટ્ટી
બોટાદમાં સાળંગપુર હનુમાન મંદિરમાં વિવાદાસ્પદ ભીંતચિત્રોને સાધુ-સંતો અને વિવિધ હિન્દુ સંગઠનોના ઉગ્ર વિરોધ બાદ હટાવી લેવામાં આવ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ની સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠક પછી આ નિર્યણ લેવામાં આવ્યો હતો. આથી હવે આ વિવાદને વિરામ મળ્યો છે. પરંતુ, હવે વિવાદને લગતા મોટા સમાચાર સામે આવ્યા છે. સાળંગપુર ભીંતચિત્રોના વિવાદ વચ્ચે સ્વામિનારાયણ સંપ્રદાયના નૌતમ સ્વામી દ્વારા એવા નિવેદન આપવામાં આવ્યા હતા જેણે આગમાં ઘી હોમવાનું કામ કર્યું હતું. આથી હવે અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રાંતના અધ્યક્ષ તરીકે નૌતમ સ્વામીની હાકલપટ્ટી કરી જમાલપુર જગન્નાથ મંદિરના મહંત મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજની નિમણૂક કરવામાં આવી છે.
જણાવી દઈએ કે, નૌતમ સ્વામીના નિવેદન બાદ સાધુ-સંતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આથી આ સંદર્ભે આજે જમાલપુરના જગન્નાથ મંદિરમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય પ્રમુખ અવિચલદાસજી મહારાજ સહિતના વિવિધ સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા. અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રાંતના અધ્યક્ષ તરીકે નૌતમ સ્વામીની હાકલ પટ્ટી કરવામાં આવી હતી. જે બાદ હવે રાષ્ટ્રીય પ્રમુખ અવિચલદાસજીની અધ્યક્ષતામાં આજે અમદાવાદ જમાલપુર જગન્નાથ મંદિરે બેઠક યોજાઈ હતી, જેમાં અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રાંતના વડા તરીકે જગન્નાથ મંદિરના મહંત મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજની નિમણૂક કરવામાં આવી છે. ચૈતન્ય શંભુ મહારાજ અને ધર્માચાર્ય અખિલેશ્વરદાસજી મહારાજ સહિતના સંતોની હાજરીમાં અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રાંતના અધ્યક્ષ તરીકે દિલીપદાસજી મહારાજની વરણી કરવા માં આવી છે.
આ બેઠકમાં કાર્યકારી અધ્યક્ષની પણ નિમણૂક કરવામાં આવી હોવાની માહિતી છે, જેમાં રાજેન્દ્રગિરી મહારાજ અને મોહનદાસજી મહારાજની પસંદગી કરવામાં આવી છે. જણાવી દઈએ કે, સાળંગપુર હનુમાનજી મંદિરમાં કિંગ ઓફ હનુમાનજી પ્રતિમા નીચે ભગવાન હનુમાનજીને સ્વામિનારાયણ ભગવાનના દાસ તરીકે દર્શાવવામાં આવ્યા હતા, જેને લઈ સાધુ-સંધો અને વિવિધ હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. સાધુ-સંતો દ્વારા આ ભીંતચિત્રો દૂર કરવા માગ કરાઈ હતી અને આંદોલન ચલાવવામાં આવ્યું હતું. જે બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની બેઠક બાદ આ ભીંતચિત્રોને દૂર કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here