
07 March 23 : 140 દેશોમાં આવ્યા બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા તાજેતરમાં વિવિધ વિષયો પર આધારિત બે દિવસીય આધ્યાત્મિક પ્રવચન સત્રના બે દિવસીય કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવચન સત્રમાં સંસ્થાના સમર્પિત બહેન બ્રહ્માકુમારી ગોપીબેન લંડન થી ખાસ પધાર્યા હતા અને તેઓએ વિવિધ વિષયો પર પ્રવચન આપીને હજારો રાજકોટ વાસીઓને આધ્યાત્મિક જ્ઞાનના રંગે રંગ્યા હતા.
રાજકોટની ભાગોળે આવેલા ત્રંબા ખાતે હેપી વિલેજમાં આ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રથમ દિવસે યુગલો માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગોપી બહેને પરમાત્મા ની શ્રીમતની ગહેરાઈ વિશે વિસ્તૃતિકરણ કરીને સમજાવ્યું હતું. બે દિવસીય કાર્યક્રમ અંતર્ગત બીજા દિવસે બી કે ગોપી બહેને કુમાર માટે એક ખાસ કાર્યક્રમ અંતર્ગત કુમાર જીવનની દિનચર્યા અને મર્યાદા ઉપર વિશેષ પ્રકાશ પાડ્યો હતો. આ સાથે બે દિવસીય કાર્યક્રમના અંતિમ દિવસે ઉમારીઓ અને માતાઓ માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બીકે ગોપી બહેને હેપ્પી વુમન હેપ્પી ફેમિલી વિષય પર પ્રકાશ પાડીને માતાઓ અને બહેનોને માર્ગદર્શન આપ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે બીકે ગોપી બહેન નો જન્મ આફ્રિકામાં થયું છે અને તેઓ વર્ષોથી સંસ્થાને સમર્પિત થઈને ઈશ્વરીય સેવામાં કાર્યરત છે. તેઓ લન્ડન સ્થિત બ્રહ્માકુમારીઝ સેન્ટરમાં સેવાઓ આપે છે અને તેઓએ અનેક દેશોમાં સેવાઓ આપી છે અને પરમાત્મા સંદેશ ફેલાવ્યો છે.
બંને દિવસીય કાર્યક્રમમાં બીકે ગોપી બહેને એક ખાસ સંદેશ રાજકોટ વાસીઓને આપ્યો હતો કે જીવનની દરેક પરિસ્થિતિઓ પરમાત્માને સોંપી દો અને નિશ્ચિત રહીને કાર્ય કરો તો સફળતા જરૂર પ્રાપ્ત થશે. આ સાથે તેમણે ભારત વિશે એક સુંદર વાત કરી હતી તેમણે જણાવ્યું હતું કે ભારત સુપર પાવર છે. બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા આયોજિત આ બે દિવસીય કાર્યક્રમનો હજારો રાજકોટ વાસીઓએ લાભ લીધો હતો અને બીકે ગોપી બહેન દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શનને સાંભળીને જીવનમાં આત્મસાત કરવાનો સંકલ્પ લીધો હતો. આમ આ બે દિવસીય કાર્યક્રમ દરમિયાન સકારાત્મક ઊર્જાનો અનુભવ કર્યો હતો.
વધુમાં વાંચો… બટાકા અને ડૂંગળી પકવતા ખેડૂતો માટે 240 કરોડનું સહાય પેકેજ કરાયું જાહેર, જાણો શું થશે મદદ
વિધાનસભામાં રાઘવજી પટેલે બટાકા અને ડુંગળી પકવતા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે, છેલ્લા કેટેલાક દિવસથી બટાકા અને ડુંગળીમાં ભાવ ના મળવાના કારણે ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી. ત્યારે સહાય પેકેજ બટાકા ડુંગળીમાં અંદાજિત 240 કરોડનું જાહેર કરાયું છે. જેમાં લાલ ડુંગળીમાં પણ કરોડોની સહાય કરવામાં આવશે, તેવી જ રીતે બટાકા ત્રણ પ્રકારની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવશે. નિયમ 44 અંતર્ગત કરી રાઘવજી પટેલે જાહેરાત કરી છે.
લાલ ડુંગળીમાં 70 કરોડની સહાય. વિધાનસભામાં મોટી જાહેરાત કહ્યા મુજબ સરકાર તરફથીચ કરવામાં આવી છે. ટ્રાન્સપોર્ટ સબસિડીથી લઈને કોલ્ડ સ્ટોરેજમાં રાખવા સુધીની જાહેરાત કરવામાં આવી છે. લાલ ડુંગળીમાં 70 કરોડની સહાય કરવામાં આવશે. અંદાજે 2 લાખ મેટ્રીક ટન ડુંગળી થઈ છે. 14 ફેબ્રુઆરીથી ડુંગળીના ભાવોમાં ભારે ઘટાડો થયો હતો. એક કિલોએ રુપિયા 2ની સહાય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.
બટાકા કોલ્ડસ્ટોરેજમાં રાખવા માટે પણ સહાય – બટાકા કોલ્ડસ્ટોરેજમાં રાખવા માટે પણ સહાય કરવામાં આવી છે. અન્ય રાજ્યોમાં બટાકાઓ ટ્રાન્સપોર્ટ થકી મોકવા માટે 20 કરોડ ની સહાય પેકેજ ખેડૂતો માટે જાહેર કરવામાં આવી છે. બટાકા કોલ્ડસ્ટોરેજમાં રાખવા માટે 200 કરોડની સહાય જાહેર કરવામાં આવી છે. એપીએમસીમાં
આ પ્રકારની સહાય મળશે
- બટાકાની વાહતુક સહાય અંતર્ગત 20 કરોડની સહાય
- બટાકા નિકાસમાં પ્રતિ મેટ્રીક ટને 750ની સહાય કરવામાં આવશે.
-નિયમ 44 અંતર્ગત કરી રાઘવજી પટેલે જાહેરાત - કોલ્ડસ્ટોરેજમાં બટાકા મુકવાને લઈને રુ. 1ની કિલોએ સહાય
- એપીએમસીમાં વેચાણ કરતા ખેડૂતો માટે 20 કરોડની જાહેરાત
- બટાકા કટ્ટા દીઠ 50 રુપિયાની સહાય
- લાલ ટૂંગળી માટે 70 કરોડનું સહાય પેકેજ
- ડુંગળીના કટ્ટા દીઠ 100 રુપિયાની જાહેરાત
- 500 કટ્ટાની મર્યાદામાં 1 ખેડૂતને સહાય ચૂકવવામાં આવશે
- બટાકા કોલ્ડસ્ટોરેજમાં મુકવા માટે 1 રુપિયાની સહાય