પેટા ચૂંટણી પરિણામ – હરિયાણા પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારે ડિપોઝિટ ગુમાવી

06 Nov 22 : જુદા જુદા છ રાજ્યોના સાત વિધાનસભાની બેઠક પર થયેલી પેટા ચૂંટણીનું આજે પરિણામ આવી ગયું છે. ભરતી જનતા પાર્ટીએ પહેલા કરતા ખુબ જ સારું પ્રદર્શન કર્યું છે. કોંગ્રેસ પહેલા કરતા વધુ નબળી પુરવાર થઇ છે જો કે સૌથી મોટો ઝાટકો કોઈ પાર્ટીને લાગ્યો હોય તો તે છે આમ આદમી પાર્ટીને. પંજાબ વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ આમ આદમી પાર્ટી ખુબ જ ઉત્સાહમાં હતી. આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલ સતત બીજા રાજ્યોમાં પાર્ટીને મજબૂત કરવા માટે મથી રહ્યા છે તેવા સમયે જ પોતાના ગઢમાં જ આમ આદમી પાર્ટીના ઉમેદવારની ડિપોઝિટ ગુમાવવાનો વારો આવ્યો છે.

શું આવ્યું છે પેટા ચૂંટણીનું પરિણામ ? – હરિયાણા જિલ્લામાં અદમપુર સીટથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભવ્ય બિશ્નોઇની જીત થઇ હતી. આ સીટ ભવ્યના પિતા કુલદીપ બિશ્નોઇના રાજીનામાં બાદ ખાલી થઇ હતી. કુલદીપ કોંગ્રેસના ધારાસભ્ય હતા જો કે બાદમાં તેમને ભારતીય જનતા પાર્ટીનો હાથ થામ્યો હતો. ભવ્યને ભારતીય જનતા પાર્ટીએ આ સીટ પરથી ઉમેદવાર જાહેર કર્યો હતો. ભવ્ય હાલ 29 વર્ષનો છે અને તેની પાસે 10 કરોડ કરતા પણ વધારે રૂપિયાની સંપત્તિ છે. ભવ્યએ પોતાનું શિક્ષણ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં કર્યું છે. પેટાચૂંટણીમાં કુલ 22 ઉમેદવારો મેદાનમાં હતા. સતીન્દર સિંહને આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. સતીન્દરને માત્ર 3,420 મતોથી સંતોષ માનવો પડ્યો હતો. બીજેપીના ભવ્ય બિશ્નોઈને સૌથી વધુ 67,492 વોટ મળ્યા અને કોંગ્રેસના જય પ્રકાશને 51,752 વોટ મળ્યા. ત્રીજા નંબરે ઈન્ડિયન નેશનલ લોકદળના કુર્દા રામ હતા. નંબર દારને 5,248 મત મળ્યા હતા.

કેજરીવાલનો જન્મ હરિયાણામાં જ થયો હતો – દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલનો જન્મ હરિયાણાના હિસાર જિલ્લામાં થયો હતો. 54 વર્ષીય કેજરીવાલે તેમનું મોટાભાગનું બાળપણ હિસાર, ગાઝિયાબાદ અને સોનીપતમાં વિતાવ્યું હતું. પિતા ગોવિંદ રામ કેજરીવાલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતા, જ્યારે માતા ગીતા દેવી ગૃહિણી હતી. અરવિંદ કેજરીવાલે આઈઆઈટી ખડગપુરમાંથી બીટેક કર્યું છે. 1985માં તેણે IIT JEE પરીક્ષામાં 563 રેન્ક મેળવ્યો હતો.

વધુમાં વાંચો… ઉદ્ધવ ઠાકરે જૂથની ઋતુજા પેટાચૂંટણીમાં જીતી ગઈ, નોટાના આંકડાએ ચોંકાવી દીધા

બિહાર, હરિયાણા, યુપી અને મહારાષ્ટ્ર સહિત છ રાજ્યોની સાત વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો ધીમે ધીમે બહાર આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશ અને હરિયાણા માં એક-એક સીટ પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો વિજય થયો છે. તે જ સમયે, બિહારની ગોપાલગંજ સીટ પર ભાજપે જીત નોંધાવી છે, પરંતુ મોકામા સીટ પર આરજેડીએ બીજેપી ઉમેદવારને હરાવ્યા છે. તે જ સમયે, શિંદે જૂથના ઉમેદવાર મહારાષ્ટ્રની અંધેરી પૂર્વ બેઠક પર ભલે જીત્યા હોય, પરંતુ આ પેટાચૂંટણીમાં કેટલાક ચોંકાવનારા આંકડા ઓ સામે આવ્યા છે. વાસ્તવમાં, વિજેતા ઉમેદવાર પછી, મહત્તમ સંખ્યામાં મતદારોએ NOTA વિકલ્પ પર મહોર લગાવી છે. જે ખૂબ જ આઘાતજનક છે. ઉલ્લેખનીય છે કે, અંધેરી પૂર્વ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપે પોતાના ઉમેદવારનું નામ પાછું ખેંચી લીધું હતું.

કોને કેટલા મત મળ્યા ? – મુંબઈમાં અંધેરી પૂર્વ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેની ઋતુજાનો વિજય થયો છે. રિપોર્ટ્સ અનુસાર તેમને કુલ 66 હજાર 530 વોટ મળ્યા છે. તે જ સમયે, બીજા નંબર પર કોઈ ઉમેદવારનું નામ નથી, પરંતુ NOTA આ નંબર પર કબજો કરી રહ્યું છે. આ સીટ પર 12 હજાર 806 લોકોએ NOTA પસંદ કર્યું છે. આ પછી ત્રીજા નંબરે અપક્ષ ઉમેદવાર રાજેશ ત્રિપાઠીનું નામ છે. તેમને પેટાચૂંટણીમાં 1 હજાર 571 મત મળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here