C R પાટીલે આ વિધાન જાહેરામાં કહી, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને વગાડ્યો ઢોલ

26 Sep 22 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં લોજિક ઘણા સમયથી વહેલા ચૂંટણીને લઈને લગાવવામાં આવી રહ્યો છે પરંતુ વિધાનસભાની ચૂંટણી ગત વખત કરતા વહેલા યોજાય તેવા સંકેત ખુદ ભાજપા પ્રદેશ અધ્યક્ષ C R પાટીલ દ્વારા આપવામાં આવ્યા છે.

નવેમ્બરના અંત સુધીમાં મતદાન યોજાય તેવી શક્યતાઓ તેમના વિધાનને જોતા લાગી રહી છે. પાટીલે કહ્યું કે, આ વખતે ગત બે વર્ષ કરતા ચૂંટણી વહેલા આવી જાય તેવું લાગે છે. ઉલ્લેખનીય છે કે, ડીસેમ્બર મહિનામાં ટર્મ સરકારની પૂર્ણ થઈ રહી છે ત્યારે એ પહેલા નવેમ્બરમાં જ ચૂંટણી પૂર્ણ થાય તેવી પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

C R પાટીલે આજે જાહેર કાર્યક્રમમાં વન ડે વન ડીસ્ટ્રીક્ટ કાર્યક્રમમાં કહ્યું કે, કે, મને લાગે છે કે, નવેમ્બરના એન્ડ સુધીમાં ઈલેક્શન પૂર્ણ થઈ જશે. તેમણે વધુમાં કહ્યું કે, ગત વખતે 2012 અને 2017 ડીસેમ્બરમાં 12 તારીખ આસપાસ ચૂંટણી યોજાઈ હતી. આ વખતે 10થી 12 દિવસ વહેલા આવી જાય તેવું મારું માનવું છે. તેમ સીઆર પાટીલે કહ્યું હતું. જેથી દિવાળીના તહેવાર પૂર્ણ થયા બાદ અનુમાન છે કે, ચૂંટણી કાર્યક્રમ જાહેર થઈ શકે છે. નવેમ્બરમાં બીજા અને ત્રીજા અઠવાડીયામાં ચૂંટણી પૂર્ણ થઈ જશે. જો કે, સમગ્ર સમીક્ષા ચૂંટણી પંચની આજે મળેલી બેઠકમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણીને લઈને પણ થઈ રહી છે.

C R પાટીલે આજે વધુમાં કહ્યું કે, ગુજરાતમાં 4.85 લાખ મતદારો છે. જેમા્ં 82 લાખ પેજ કમિટીની સભ્યો બન્યા છે. વન ડે વન ડીસ્ટ્રીક્ટમાં સંવાદનો કાર્યક્રમ રાખીએ છીએ. તેમની વિચારધારા શું છે શું અપેક્ષા હોય છે તે અમે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. તેવા આજે આણંદ ખાતે યોજાએલા સંવાદ કાર્યક્રમની અંદર 30 હજાર જેટલા સભ્યોએ ભાગ લીધો હતો. અમે પેજ કમિટીના કન્સેપ્ટને લઈને આગળ ચાલીએ છીએ. તેમ સીઆર પાટીલે કહ્યું હતું.