ધાંગધ્રા તાલુકા નાં કોંઢ ગામે ૬ વોર્ડ માં લડતાં સભ્યો નાં ઉમેદવારો ને આપવામા આવી ધમકી !

15 Dec 2021 : ધાંગધ્રા તાલુકા નાં કોંઢ ગામે ૬ વોર્ડ માં લડતાં સભ્યો નાં ઉમેદવારો ને આપવામા આવી ધમકી !

વોર્ડ નાં સભ્યો ઉમેદવારો જીલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું અને જણાવ્યું હતું કે અમોને સામેની પેનલનાં માણસો ધાક ધમકી આપેછે અને પોલીગ એજન્ટ માં પણ કોઈ રહેશે તો જોવા જેવી થશે સાથે જણાવ્યું હતું કે, કોઈ મતદારો એ પણ મતદાન કરવું નહીં અને અમો અમારી જાતે મતદાન કરશું આ બાબતે કોંઢ નાં ખેડૂત આગેવાન શક્તિસિંહ ઝાલા સહિત તમામ ઉમેદ વારો એ કલે કટર ને લેખિતમાં રજૂઆત કરી હતી કે તટસ્થ ચુંટણી થાય અને પોલીસ બંદોબસ્ત મોટીસંખ્યામાં ગોઠવવામાં આવે અને મતદારો માં ભય દૂર કરી મતદાન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે કોંઢ ગામે છેલ્લા ઘણાં વર્ષોથી બોગસ મતદાન થાય છે તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો આ બાબતે પોલીસ અધિક્ષક ને પણ અરજી કરવામાં આવી છે તેમ જણાવ્યું હતું.

રિપોર્ટ : રામકુભાઇ કરપડા , મુળી