ચા ની ચુંસ્કી, ચાની ચૂસકી વિષે થોડા પ્રસંગો

06 Oct 22 : ચા સૌનું માંનીતુ દુનિયા ભરનું પીણું છે. એ વિષે અનેક પુસ્તકો નાટકો,અને ફિલ્મો પણ બની છે. હુ અહીં ચાની ચૂસકી વિષે થોડા પ્રસંગો રજૂ કરૂ છું, આ ચા ને ચા~રશિયા, ચાઈ પે ચર્ચા,ચા ની લિજ્જત,ચાની ચુસ્કી,વિગેર અનેક નામો છે, ચંદ્રવદન મહેતા ચા ના શોખીન હતા કોઈએ કહ્યું ચા ધીમું ઝેર છે,તો હસતા હસતા કહેતા કે આપણે ક્યાં ઉતાવળ છે.!!! ભારત ના હાલ ના વડાપ્રધાન અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ સાથે ચા નું નામ જોડાયેલું છે, કેમકે એમના પિતાશ્રીની વડનગર ચાની લારી કે કીટલી કહેવાતી, તેઓ ત્યાં બેસતા સારીચા બનાવતા લોકોને ગમતી ચા બનાવવા માં માહિમા હતા. તેઓ કોલેજના વિદ્યાર્થીઓ સાથે હસ્ત લિખિત અંક પ્રકાશિત કરેલો.

એમના મિત્રો સાથે ગાંધીનગર સચિવાલય માં સુંદર હસ્તલિખિત અંક તૈયાર કરી મુખ્યમંત્રી ને અર્પણ કરી ફોટોગ્રાફસ પાડવા માંગતા હતા, પણ એ લોકો આવ્યા ત્યારે મુખ્યમંત્રી નહિ હતા.

બધાએ ફરીવાર આવવા નું નક્કી કરેલું,જ્યારે બીજી વખત ભાઈ શ્રી નરેન્દ્રભાઇ એકલા આવેલા પણ મુખ્યમંત્રી ના સેક્રેટરી દ્વારા એપોઇન્ટમેન્ટ મળી નહીં.નરેન્દ્રભાઈ સંઘ કાર્યકર અને એ વખતે ભા. જ.પ નહિ હતું, જનસંઘના ચાર સભ્યો મત્રીમંડળ હતા કેશુભાઈ પટેલ, મકરંદ દેસાઈ અને રસિકભાઈ આચાર્ય, હેમાબેન આચાર્ય, દેસાઈ સાહેબ ની ઓફીસ મારા બ્લોકમાં જ પહેલે માળે મારે ત્યાંથી પસાર થઈ મુખ્યમંત્રી અને અન્ય બેઠક જવાનું, ત્યાં હાલ ગાંધીનગર સમાચાર તંત્રી જહાં ભાઈ P.A.હતાં,દેસાઈ સાહેબ ત્યાં નરેન્દ્રભાઈ બેઠેલા મને જહાં ભાઈ બોલાવી બધી વાત અનેં નરેન્દ્રભાઈ પરિચય કરાવ્યો, પ્રથમ ચા ની ચૂસકી તેમની સાથે લીઘી,તેઓ મારી સાથે આવ્યા હું મુખ્યમંત્રી ના સેક્રેટરી પાસે લઈ ગયો,સિડીયુલ બેઠક ચાલુ હતી.એ બેઠકનો ફોટો પાડી, નરેન્દ્રભાઈ પાસે અંક નિહાળ્યો,બેઠક પુરી થઈ હું મુખ્યમંત્રી બાબુભાઇ પાસે ગયો એમની સાથે મારે પ્રવાસ જવાનું હતું, સમય નક્કી કરી બાબુભાઇ મેં વિનંતિ કરી તાબડતોબ નરેન્દ્રભાઈ ને અંદર લઈ ગયો ઝટપટ અંક સાથે એમનો ફોટો લઈ અમે બહાર આવ્યા, મારે મુખ્યમંત્રી સાથે જવાનું હતું.

નરેન્દ્રભાઈ ને વખત મેં સમય આપ્યો એ આવ્યા ત્રીજે દિવસે અમો બને પહેલા ચા ની ચુંસ્કી લઈ મારી ચેમ્બરમાં આવ્યા, ટેક્નિસિયન નહતા મેં અને એમણે જાતે ડાર્ક રૂપ ફોટો કાઢી આપ્યો,ત્યારે વિગતે વધુ નજીક અને પરિચય ગાઢ થયો.એમને પણ ફોટોગ્રાફી સારું જ્ઞાન હતું. આ પછી મારા ભાઈ પણ સંઘ જોડાયેલા એમને મારા ઘરે આવન જાવન પરિવારીક સંબંધો બન્યા,મારા માતા પિતાને મળી ત્યાં સાથે ભોજન પણ લેતા, એમના નાના ભાઈ પંકજભાઈ માહિતીમાં નોકરી મળી, પુજય હીરાબા સાથે 42 વર્ષ થી અહીં પરિવાર રહે છે. એમણે મને નોકરી માં કદી સાહેબ નથી કહેવા દીધુ તેઓ કાંતિભાઈ અને હું નરેન્દ્રભાઈ નામ થી બોલાવતા.

આમ નરેન્દ્રભાઈ પોતાના કાર્યકાળ માં ચાની ચુંસ્કી,સૌ પત્રકારો સાથે ચાઇ પે ચર્ચા ચાલુ રાખતા.

લેખક : કાંતિલાલ એમ.શર્મા (ગાંધીનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here