15 Sep 22 : વેપારી લોકોના સ્વાસ્થ્યને વધુ જોખમમાં ન મૂકે તે માટે રાજકોટ મનપાની ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાને સ્થળે ચેકીંગ હાથ ધર્યું છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર વેપારીઓને નોટીસ ફટકારી છે.વેપારીઓ પૈસા કમાવા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. અખાદ્ય ખાણીપીણીની વસ્તુનું વેચાણ કરી વધુ નફો કમાવવા લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા વગર વસ્તુ વહેચી રહ્યા છે અને લોકોનું સ્વાસ્થ્ય જોખમાય છે. તેવામાં આ વેપારી લોકોના સ્વાસ્થ્યને વધુ જોખમમાં ન મૂકે તે માટે રાજકોટ મનપાની ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાને સ્થળે ચેકીંગ હાથ ધર્યું છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર વેપારીઓને નોટીસ ફટકારી છે.

કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે નાના મવા મેઇન રોડ, સત્યસાંઇ રોડ અને ૪૦ ફૂટ રોડ પર ખાણીપીણીની ૨૦ દુકાનોમાં ચકાસણી કરવામાં આવ્યુ હતું. ૧ પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવી હતી. વેંચાણ થતાં દૂધ, ડેરી પ્રોડક્ટ, મસાલા, બેકરી પ્રોડક્ટ તથા ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ વિગેરેના કુલ ૧૮ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. શ્રી ગણેશ પ્રોવિઝન સ્ટોરને ફૂડ લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી. પટેલ પેંડાવાળા,વૃંદાવન ડેરી ફાર્મ,ગંગોત્રી ડેરી ફાર્મ, કનૈયા અમુલ પાર્લર,બાલાજી અમુલ પાર્લર,શ્રી રાજેન્દ્ર સ્વીટ્સ,શ્રી ગાયત્રી ડેરી ફાર્મ,શુભમ ડેરી ફાર્મ,ઉમિયાજી જનરલ સ્ટોર,તિરુપતિ અમુલ પાર્લર ,ગોવર્ધન ડેરી ફાર્મ ,શ્રી નાથજી ડેરી ફાર્મ,રિગલ આઇસક્રીમ ડેરી ફાર્મ,જાનકી ડેરી ફાર્મ,રામેશ્વર ડેરી ફાર્મ,જય બાલાજી ડેરી ફાર્મ,ભવાની પ્રોવિઝન સ્ટોર ,જય દ્વારકાધીશ ડેરી ફાર્મ,અજેન્દ્ર ડેરી ફાર્મની સ્થળ પર ચકાસણી કરવામાં આવ્યું હતું.

  • જૂનાગઢમાં આડા સંબંધની જાણ કરી દેશે તેમ માની મહિલા પર કાર ચડાવી દીધાનું ખુલ્યું

15 Sep 22 : જુનાગઢ શહેરના સુખના ચોક નજીક કેટલા રહેતા હસીના બેન ને તારીખ 10 ના સવારે 7:00 વાગ્યે 1 અજાણ્યા કાર ઝાલા કે હર ફેતેલી કચડી નાખ્યા હતા અને હસીના બેન નો મોત ઘટના ચડે થયું હતું આ બનાવ અંગે હસીનાબેનના ભાઈ રફિકભાઈ ચૌહાણ એ ફરિયાદ કરતા પોલીસે અકસ્માત અંગે કારચાલક સામે ગુનો દાખલ કર્યો હતો. આ મામલે એલસીબી PI એચઆઇ પાટે એ ડિવિઝનના ઇન્ચાર્જ પીઆઇ એન એ શાહ સિનિયર સ્ટાફ સીસીટીવી કેમેરા તપાસતા આ અકસ્માત જાણી જોઈને કર્યો હોવાનું સામે આવ્યું હતું.

એલસીબી એ કારના નંબરના આધારે કારચાલક આદિલ ખાન હનીફ ખાન લોદી ઉંમર વર્ષ 28 હોવાનું સામે આવ્યું હતું આદિલ હાલ ઉના તેના માસીને ત્યાં હોવાની બાથમી મણતા એલસીબીએ આ દિલને ઉના થી પકડી લઈ પૂછપરછ કરતા તે ગલ્લા તલ્લા કર્યા હતા બાદમાં તેણે કબુલાત આપી કે પોતાને આડો સંબંધ હતો તે અંગે હસીનાબેન જાણતા હતા અને આદિલના ઉના પંથકમાં સંબંધ નક્કી કર્યો હતો હસીનાબેન ત્યાં જાણ કરી દેશે તો તેની બદનામી થશે તેમ માની તેણે હસીના બેન પર કાર ચડાવી દઈ તેની હત્યા કરી હતી.