મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 94 કરોડથી પણ વધુના 70 વિકાસ કાર્યોની ભેટ ખેડા જિલ્લામાં આપી

03 Sep 22 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ખેડા જિલ્લામાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. મુખ્યંત્રીએ કપડવંજ ખાતેથી કઠલાલ અને કપડવંજ તાલુકાના રૂપિયા 94 કરોડથી પણ વધુના 70 વિકાસ કાર્યોની ભેટ ધરી છે. આ અવસરે સંબોધન કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે,કોરોનાકાળ પછી ની આર્થિક પરિસ્થિતિમાં પણ ગુજરાત સરકારે સૌથી મોટું બજેટ આપી રાજ્યની વિકાસ યાત્રાને અવિરત જાળવી રાખી છે.

નાગરિકો,ખેડૂતો સહિત ગામડાઓની તમામ પ્રકારની સમસ્યાઓનું સકારાત્મક નિરાકરણ કરવા માટે અમારી ટીમ સતત પ્રયત્નશીલ છે,તેમ જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, હજું પણ રાજ્યમાં કોઇ પ્રશ્ન કે સમસ્યા હોય તો અમે તેનો નિકાલ લાવીશું. મુખ્યમંત્રીએ આ કાર્યક્રમ દરમિયાન મિશન મંગલમ, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા જેવી વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભોનું પણ વિતરણ કર્યું હતું.

ખેડામાં વિવિધ પ્રકલ્પોની ભેટ ધરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ખેડા જિલ્લાના પ્રવાસે હતા જેમાં કપડવંજ અને કઠલાલ તાલુકાને ધરી વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી હતી. જેમાં રૂ.94.56 કરોડના 70 જેટલા પ્રકલ્પોના થયા ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું હતું. આ સાથે રૂ.20.26 કરોડના ખર્ચે તૈયાર થયેલા 02 વિકાસ કામનું લોકાર્પણ પણ કર્યું હતું. રૂ.70.30 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 68 વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્યમંત્રીના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કરાયા હતા. કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને રાજ્યના ગ્રામ વિકાસ મંત્રીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.