
બાલાજી મંદિરના બાંધકામ મુદ્દે કલેકટર શુક્રવારે સુનાવણી કરવાના છે. બન્ને પક્ષોને નોટિસો આપી કલેકટર ઓફિસે હાજર રહેવા સૂચના આપી દીધી છે. બન્ને પક્ષોને સાંભળીને બાદમાં નિર્ણય લેવાશે તેવું જાણવા મળી રહ્યું છે. શહેરીજનોની આસ્થાના પ્રતિક એવા બાલાજી મંદિરના ટ્રસ્ટ દ્વારા શહેરની ઐતિહાસિક એવી કરણસિંહજી હાઈસ્કુલના ગ્રાઉન્ડમાં અનઅધિકૃત રીતે બાંધકામની ઉઠેલી ફરીયાદ બાદ આ પ્રકરણ હાઈકોર્ટ સુધી પહોંચ્યું હતું. જેને પગલે હાઇકોર્ટે જિલ્લા કલેકટરને 4 અઠવાડિયામાં નિર્ણય લેવા આદેશ કર્યો હતો. જેને પગલે તાજેતર માં જિલ્લા કલેકટરે બાલાજી મંદિરની ઓચિંતી મુલાકાત લીધી હતી. તેઓએ ત્યાં સ્થાનિકોને સાંભળ્યા પણ હતા. તે અગાઉ બન્ને પક્ષોના હિયરીંગ-નિવેદનો લેવાની કામગીરી સીટી-1 પ્રાંત અધિકારી ચૌધરી દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ પ્રાંત અધિકારી દ્વારા રિપોર્ટ પણ તૈયાર કરી જિલ્લા કલેકટરને સોંપ્યો હતો. પછી જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ ઓચિંતી બાલાજી મંદિરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત વેળાએ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ સમગ્ર બાંધકામનું નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત આસપાસ રહેતા સ્થાનિકોની રજુઆત સાંભળી હતી.
આ ઘટના ક્રમ બાદ આજે કલેકટર કચેરીએથી જાણવા મળ્યા મુજબ બન્ને પક્ષોને નોટિસ આપી દેવામાં આવી છે. બન્ને પક્ષોને આગામી તા.26ને શુક્રવારના રોજ સવારે 11 વાગ્યે હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. આમ હવે શુક્રવારે કલેકટર પ્રભવ જોશી દ્વારા બન્ને પક્ષોને અંતિમ વખત સાંભળવામાં આવશે. ત્યારબાદ તેઓ દ્વારા નિર્ણય લેવામાં આવશે. ઉલ્લેખનિય છે કે બાલાજી મંદિર ટ્રસ્ટના આ બાંધકામના મુદ્દે તપાસ કરવા હાઈકોર્ટ દ્વારા જીલ્લા કલેકટરને આદેશ આપવામાં આવેલ હતો. જે બાદ કલેકટર પ્રભવ જોશી દ્વારા આ અંગે તાબડતોબ તપાસ કમીટીની રચના કરવામાં આવી હતી. જેમાં પ્રાંત અધિકારી ચૌધરી, સીટી સર્વે અધિકારી શિક્ષણ અધિકારી અને બે મામલતદારોનો સમાવેશ કરવામાં આવેલ હતો. જે બાદ બાલાજી મંદિર ટ્રસ્ટના બાંધકામના મુદ્દે રચાયેલી ખાસ કમીટી દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત જીલ્લા શિક્ષણાધિકારી પાસેથી પણ રીપોર્ટ મંગાવવા માં આવેલ હતો. જે બાદ પ્રાંત અધિકારી ચૌધરી દ્વારા પણ આ પ્રકરણમાં બન્ને પક્ષોના નિવેદનો અને હિયરીંગની કામગીરી કરવામાં આવી હતી. હાઇકોર્ટ દ્વારા અગાઉ શક્ય હોય તો એટલે કે ઇચ્છનીય છે કે જિલ્લા કલેકટર 4 અઠવાડિયામાં નિર્ણય જાહેર કરે તેવી સૂચના જાહેર કરવામાં આવી હતી. આ 4 અઠવાડિયાનો સમય આજે 23મીએ પૂર્ણ થયો છે.
વધુમાં વાંચો… ૧૫૦૦ જેટલી ઉછીની આપેલ રકમ પાછી માંગતા કુટુંબી મામાએ યુવક અને તેની માતા પર કર્યો હુમલો
રાજકોટના ભાગોળે આવેલા લોધીકા તાલુકાના પાંભર ઇટાડા ગામના યુવાને પોતાના કુટુંબી મામાને હાથ ઉછીના આપેલા રૂ.1500 પરત માંગતા નશાની હાલતમાં ધૂત કુટુંબી મામાં સહિતના શખ્સોએ ઘરે જઈ તોડફોડ કરી માતા અને બે પુત્રોને માર માર્યાના આક્ષેપ સાથે અત્રે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પાંભર ઇટાડા ગામમાં રહેતા અને કડિયા કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા તુષાર દિનેશભાઈ રાઠોડ (ઉ.વ.23), તેના ભાઈ કેતન રાઠોડ (ઉ.વ.20) અને માતા ભાવનાબેન રાઠોડ પર યુવાનના કુટુંબી મામા જીવણ સહિતના શખ્સોએ માર માર્યો હોવાના આક્ષેપ કર્યો હતો. આ અંગે તુષાર રાઠોડના જણાવ્યા મુજબ તેના પિતા દિનેશભાઈએ જીવણને કટકે કટકે રૂ.1500 હાથ ઉછીના આપ્યા હતા. જે પરત માંગતા નશામા ધૂત જીવણ માથાકૂટ કરવા પોતાના સાગરીતોને લઈ તુષારના ઘરે પહોચ્યો હતો. જ્યાં વાહનમાં તોડફોડ કરી માતા અને બે પુત્રો પર હુમલો કર્યો હોવાનું જણાવ્યું છે.તો સામાપક્ષે પણ પડધરી તાલુકાના સરપદડ ગામે રહેતા સુરેશભાઈ શામજીભાઈ સોનારા (ઉ.વ.45) પર પાંભર ઇટાડાના હિતેશ અને ચેતન સહિતના શખ્સોએ ધારિયા વડે માર માર્યો હોવાના આક્ષેપ સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે બંને ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
વધુમાં વાંચો… જસદણ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીને અંગત ખટરાગ રાખી બે વર્ષ બાકી હોવા છતાં નિવૃત્ત કરતા ચકચાર

જસદણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા સેક્રેટરી તરીકે ફરજ બજાવતા બળવંતભાઈ ચોહલીયાને અંગત ખટરાગ રાખી વિઘ્ન સંતોષી દ્વારા ધરાર નિવૃત્ત કરવામાં આવ્યા છે ત્યારે બળવંતભાઈ ચોહલીયાને આ બાબતે પૂછતા તેમણે જણાવ્યું હતું કે હું તા ,15 એપ્રિલ સુધી રજા ઉપર હતો અને 16 એપ્રિલે હાજર થતાં જ મને બજાર કમિટીએ સર્વે સમિતિથી ઠરાવ કરી અને ગેર બંધારણીય વિઘ્ન સંતોષવા અંગત રાગ દ્વેષ રાખી ઘમંડ સંતોષવા મને ધરાર નિવૃત્ત નિવૃત્ત કરવામાં આવ્યો છે. જે નિયમની વિરુદ્ધ છે. જ્યારે બજાર સમિતિમાં સેક્રેટરીની નિમણૂક કરવાની હોય ત્યારે નિયામકની મંજૂરી લેવતી હોય છે અને જ્યારે છુટા કરવાના હોય ત્યારે પણ નિયામકની મંજૂરી લેવાની હોય. અને મને અમુક ખટપટિયાઓએ દંભ રાખી યાર્ડ કમિટીએ કોઈ સાંભળવાની તક આપ્યા વગર મને નિવૃત્ત જાહેર કરી મૂકવામાં આવ્યો છે. જ્યારે હાલ હજુ મારે બે વર્ષનો કાર્યકાળ બાકી હોય ત્યારે મને કોઈ પણ જાતની જાણ કર્યા વગર મને નિવૃત્ત કરવામાં આવ્યો છે.
વધુમા આ બાબતે બળવંતભાઈ ચોહાલીયાએ જણાવેલ કે નામદાર ન્યાય કોર્ટમાં મારી એપ્લિકેશન આપીશ, અને હું આ બાબતે નામદાર કોર્ટનો આશરો લઈશ. આ પ્રશ્ર્ને જસદણ ખે વાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અરવિંદભાઈ તોગડિયાને આ બાબતે ટેલીફોનીક વાત કરતા જણાવેલ કે 30 વર્ષની કોસ્તંટ નોકરી કે નિયમમાં હોય છે, અને આ સેવા નિયમ મુજબ અર્થઘટન છે. અને આ એ.પી.એમ.સી ના સર્વાનુમતે બોર્ડ દ્વારા નિર્ણય લેવાયો છે,બજાર સમિતિ દ્વારા 30 વર્ષ ની નોકરી અથવા તો 58 વર્ષ બંને વહેલા હોય ત્યારે નિવૃત કરવાના હોય છે. સેક્રેટરીની નિમણુંક વખતે નિયામક ની મંજૂરી લેવાની હોય પણ નિવૃતી દરમિયાન કોઈ મંજૂરી લેવાની હોતી નથી. અને સેક્રેટરીના 30 વર્ષ એપ્રિલ મહિનામાં પૂરા થતાં સમિતિ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો અને નિવૃત તરીકે જાહેર કર્યા છે.