અમરેલી – પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર અને PI સોની સાહેબની સરાહનીય કામગીરી

30 Aug 22 : પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર (મહિલા સહાયતા કેન્દ્ર)અને PI શ્રી સોની સાહેબની સરાહનીય કામગીરી. અમરેલી જિલ્લાના એક ગામની 2 દીકરીઓને પોતાના પિતા સાથે મિલન

પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર (મહિલા સહાયતા કેન્દ્ર)  દ્વારા રાજ્યભરમાં મહિલાઓને કાઉન્સેલિંગ દ્વારા સલાહ, સૂચન અને માર્ગદર્શ આપવાનું કાર્ય કરે છે. જેમાં અનેક વખત મહિલા સહાયતા કેન્દ્ર દ્વારા કેટલાક ઘર તૂટતા તેમજ પરિવાર વિખેરાતા પણ બચાવ્યા છે. આવો જ એક કિસ્સો અમરેલી જિલ્લાના એક ગામનો  સામે આવ્યો છે. જેમાં માતા-પિતા ડિવોર્સના થઈ જતા દીકરીઓની જવાબદરી પિતા પાસે હતી આ  બંને દીકરીઓને પિતા સારી રીતે જ રાખતા તેમને સારું શિક્ષણ અપાવ્યું પરંતુ પિતાની ફરજ હોય કે અમુક ઉંમરની દીકરી થાય એટલે એમને સલાહ સુચન આપે અને આ બન્ને દીકરીઓને પણ તેના પિતા દ્વારા કોઈ નાની બાબતે રોકટોક થતી તે આ દીકરીઓને ગમતું નહીં. પિતા તેના સારા ભવિષ્ય માટે સલાહ આપે એ સારું લાગે નહીં જેથી બન્ને દીકરીઓ ને એ ત્રાસ લાગતો અને આ દીકરીઓ નારાજ થઈ તેમની માતા ના ઘરે આવી ગઈ અહીં માતાના બીજા લગ્ન થઈ ગયેલા છતાં તેમણે બંને દીકરીઓને રડતી જોઈ એટલે થોડો ટાઈમ સાથે રાખી પરંતુ તે વધારે સમય તેને રાખી ન સકતા આ દીકરીઓ ને પિતા પાસે જવા કહ્યું તો આ દીકરીઓ એ એવો નિર્ણય જાતે લઇ લીધો કે તે પિતા પાસે જશે નહીં અને પોતાની રીતે  સ્વતંત્ર રહેશે પણ માતાને દીકરીઓની ફિકર હતી એટલે તે મહિલા સહાયતા કેન્દ્રમાં પોતાની દીકરીઓને લઈને આવ્યા.

તેણે વિગતવાર જણાવ્યું કે આ દીકરીઓ એકલી રહેવા માંગે છે જે યોગ્ય નથી આ વિગત સાંભળી.આ બંને દિકરીઓ રસ્તો ભટકી ન જાય અને પોતાના પિતા સાથે જતી રહે માટે કાઉન્સેલર પારુલબેન મહિડા દ્વારા સમજાવવામાં આવેલ જેમાં એક સગીરવયની હોય અને બીજી દીકરી 20 વર્ષ બંને દિકરી ઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું સારું નરસું સમજાવ્યું અને તે ખોટા રસ્તે જય રહી છે તે અંગે આજની બનતી ગંભીર ઘટનાઓ અંગે વાકેફ કરેલ બંને ના પિતાને પણ બોલાવવામાં આવ્યા અને મહિલા પોલીસ સ્ટેશનના PI સોની સાહેબની મદદ લઇ સાહેબના સલાહ સુચન અને માર્ગદર્શન થી આ બન્ને દીકરીઓ તેના પિતા સાથે જાવા રાજી થયેલ. પિતા ને પણ સમજાવ્યા કે દીકરીઓને પ્રેમથી સમજાવવાની હોય જેમ એમને દબાણમાં રાખો એમ એ વધારે બગડી શકે આમ એક રસ્તો ભટકી ગયેલ દીકરીઓને સાચી સમજ આપી અને તેના પિતા સાથે સુખદ સમાધાન કરવી અમરેલી પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર (મહિલા સહાયતા કેન્દ્ર)ના કાઉન્સેલર પારુલબેન મહિડા અને મહિલા પોલીસ સ્ટેશનના PI સોની સાહેબ દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવી. ઈમાનદારીનું એક ઉમદા ઉદાહરણ પુરી પાડવામાં આવેલ છે.

આ સાથે પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર ના કાઉન્સેલરે એક સંદેશ પણ આજની દીકરીઓને આપેલ છે કે,કોઈ પણ પરિ સ્થિતિમાં એવો કોઈ નિર્ણય ના લેવો કે તમે સમાજ અને પરિવારથી વિખુટા પડી જાઓ અને આ સોશ્યલ મીડિયાની આભાસી દુનિયામાં ખોવાય તમે તમારી જિંદગી બગાડી નાખો એ યોગ્ય નથી. દીકરીઓને મહિલાઓને જ્યાં  પણ મદદની જરૂર લાગે ત્યારે મહિલાઓની મદદ માટે બનેલા રાજ્ય સરકારના માળખાઓ જેવાકે પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર ( મહિલા સહાયતા કેન્દ્ર )જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી,સખી વન સ્ટોપ સેન્ટર,181 અભ્યામ કે મહિલા પોલીસ સ્ટેશનમાં મદદ મેળવી શકાય છે.

  • જુનાગઢના ઝાંઝરડા રોડ નો ધોરણ 10 માં નાપાસ થયેલ તરુણ ઘરેથી નીકળી મુંબઈ પહોંચી ગયો

30 Aug 22 : જુનાગઢ ના ઝાંઝરડા રોડ ઉપર રહેતા શિક્ષક દંપતિ નો પુત્ર ધોરણ 10 માં ફેલ થતા પોતાને ભણવું ના હોય પોતાની જાતે કંઈક બની દેખાડવા પોતાના ઘરેથી મારી ચિંતા ના કરતા હું જીવનમાં કંઈક બનીને આવીશ એવું જાણ કરીને નીકળી ગયો હતો. આ બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસને ટેકનિકલ સ્ટોર્સ દ્વારા મળેલી માહિતી મુજબ ગુમ બાળક હાલ મુંબઈ ખાતે સાંતાક્લોઝ વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું હતું.

B ડિવિઝન પોલીસ સ્ટાફ ના કર્મચારીઓને બાળકના પરિવારજનો સાથે મુંબઈ મોકલી આપી તપાસ હાથ બાળક મુંબઈ ખાતે સાંતાક્રુઝ વિસ્તારમાં કોશિશ ફૂટબોલ ક્લબમાં જોડાઈ ગયેલ નું તથા પારસી સુરેન કોચ તરીકે હોવાનું જાણવા મળતા પોતને મળતા અને વાત કરતા બાળક હાલ ક્યાં રહે છે એ ખબર નહીં હોવાનું અને બીજે દિવસે સાંજે ફૂટબોલની પ્રેક્ટિસ મેચ જોવાનું અને કાલે સાંજે અવશ્ય આવશે એવી હકીકત જાણવા મળી હતી બીજે દિવસે ત્યાં જતા બાળક સાન્તાક્રુઝ ખાતેથી મળી આવ્યો હતો અને જેના કુટુંબીજનો એ બાળકનું સંભાળી રાહતનો શ્વાસ લીધો હતો