
નાર્કોટીકસની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકવવા માટે કાર્યરત કેન્દ્રના તથા રાજયના અલગ અલગ વિભાગો અને એજન્સીઓ પરસ્પરના સંકલનમાં રહી સંયુકત રીતે કામ કરી શકે તે માટે “નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટર-એનકોર્ડ” કમિશનરેટ વિસ્તારની કમીટીની મીટીંગ રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. નશાબંધીને લગતા ગુન્હાઓ અટકાવવા પ્રતિબધ્ધ રાજકોટ શહેર પોલીસે જનજાગૃતિ અર્થે કરેલી કામગીરીની સમિક્ષા બેઠકમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે કરી હતી. નશીલા પદાર્થો તથા માદક દ્રવ્યોના સેવનની પ્રવૃત્તિઓ અટકાવવા માટે જન જાગૃતિ કાર્યક્રમો મારફત સંબંધિત વિભાગો દ્વારા કરવાની થતી જુદી જુદી પ્રવૃત્તિઓની ચર્ચા કરવામાં આવી હતી. ઈન્ટરનેટના માધ્યમ થકી માદક દ્રવ્યોનાં સેવનનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે યુવા વર્ગમાં વધુમાં વધુ જાગૃતિ આવે તથા નશાનું સેવન કરતા અટકે અને “Say yes to life, No to Drugs” કહેતા થાય તે માટે જરૂરી તમામ પ્રયત્નો કઈ રીતે કરી શકાય તે માટે આ બેઠકમાં લંબાણપૂર્વક ચર્ચા થઈ હતી. પોલીસ વિભાગ દ્વારા જપ્ત કરાયેલા નશીલા પદાર્થો તથા માદક દ્રવ્યોની કામગીરી, જુદી જુદી કોલેજો શાળાઓમાં કરવામાં આવેલા અવેરનેસ કાર્યક્રમોની માહિતી પણ આ તકે પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં આવી હતી.
આ તકે નાયબ પોલીસ કમિશનર ડો. પાર્થરાજસિંહ ગોહિલએ ઉપસ્થિત તમામ અધિકારીઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ મિટિંગમાં નાયબ પોલીસ કમિશનર સજ્જનસિંહ પરમાર, નાયબ પોલીસ કમિશનર પૂજા યાદવ, SOG પોલીસ ઈન્સ્પેટર જે.ડી.ઝાલા, ડી.વાય.એસ.પી. આર.બી.ઝાલા, પ્રાંત અધિકારી કે.જી.ચૌધરી અને સંદીપ વર્મા, ખેતીવાડી અધિકારી એ.એલ. સોજીત્રા, નાયબ વન સંરક્ષક તુષાર પટેલ, તોલમાપ અધિકારી જે.એચ.આડેસરા, ડ્રગ ઈન્સ્પેકટર તેજલ મહેતા સહિતના સંબંધિત વિભાગનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વધુમાં વાંચો… ૧૮ મે – આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ… રાજકોટ અને ગુજરાતના સંગ્રહાલયો પર એક વિશેષ લેખ
દર વર્ષે ૧૮મી મે ના દિવસે ‘‘આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ’’ની ઉજવણી કરવામાં આવે છે જેનું આ વર્ષનું સૂત્ર છે-‘‘સસ્ટેઇનીબિલિટી એન્ડ વેલ બીઇંગ’’
પોતાના ભૂતકાળ વિષે જાણવાની જિજ્ઞાસાને લીધે ઇતિહાસ વિષયનો આવિર્ભાવ થયો છે, જેના કારણે અસ્તિત્વમાં આવેલા સંગ્રહાલયો રોજિંદી જીવનશૈલી, ખાન-પાન, વિવિધ વસ્તુઓ વગેરે પ્રદર્શિત કરે છે. અને સાંસ્કૃતિક વારસાની જાળવણી અને ઇતિહાસને નવી પેઢી સુધી પહોંચાડવાનું ઉત્તમ કાર્ય કરે છે. ગુજરાતમાં વર્ષ ૧૮૭૭માં સૌ પ્રથમ બનેલા કચ્છ સંગ્રહાલય બાદ રાજકોટમાં ૧૮૮૮માં બારટન વોટસન મ્યુઝિયમ બન્યું, ધીમે ધીમે રાજ્યમાં સંગ્રહાલયો વધતા ગયા, હાલ રાજયમાં કુલ ૧૮ જેટલા સંગ્રહાલયો સામેલ છે. જે પૈકી નવનિર્માણ પામી રહેલા શ્રી થલ સંગ્રહાલયમાં પાટણ જિલ્લાના કલા વારસાના નમૂનાઓનો સંગ્રહ કરાશે જયારે દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના જીવનચરિત્ર આધારિત સંગ્રહાલય, વડનગરમાં તાનારીરી સંગીત સંગ્રહાલય, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જીવન-કવન અંગેનું સંગ્રહાલય વગેરે સંગ્રહાલયો ગુજરાતના ભવ્ય અને ભાતીગળ વારસાને લોક સમુદાયો સમક્ષ ઉજાગર કરી રહયા છે. આ ઉપરાંત, ગુજરાતમાં કલા, કૃષિ, તબીબી, વિદ્યા, પુરાતત્વ, પ્રાકૃતિક ઇતિહાસ, વિજ્ઞાન, બાળ સંગ્રહાલય અને આદિવાસી વ્યક્તિ વિષયક જેવા અનેક વિષયો પરના સંગ્રહાલયો છે, જેને લાખો લોકો ગૌરવ સાથે નિહાળે છે. રાજકોટના જયુબિલી બાગ ખાતે આવેલા વોટસન મ્યુઝીયમને પુરાતત્વ,લઘુચિત્ર,હસ્તપ્રતો, આધુનિક ભારતીય કલા, કાપડ, કાષ્ટ કલા, ખનીજ, પ્રાણી જેવા વિવિધ વિભાગોમાં વિભાજિત કરાયું છે. વોટસન મ્યુઝીયમ ખાતે અનેક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે, રસના વિષયથી લઈને રીસર્ચના વિષય સુધી આ મ્યુઝિયમ સેતુ સમાન છે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જયાં મેટ્રિકસ સુધીનો અભ્યાસ કર્યો એ આલ્ફ્રેડ હાઇસ્કુલને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિશ્વ કક્ષાના મ્યુઝિયમ તરીકે ‘‘મહાત્મા ગાંધી મ્યુઝીયમ’’ના નામે કાયાપલટ કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ ૩૯ ભવ્ય ગેલેરીઓમાં તેમના જીવન પ્રસંગોનું ડિજિટલ નિરૂપણ કરીને જીવંત રીતે રજૂ કરવામાં આવ્યા છે, અને લાઈટ અને સાઉન્ડ શો દ્વારા ગાંધીજીને આબેહૂબ રજૂ કરવામાં આવે છે. ૨૦૧૮ થી આજ સુધી અંદાજે બે લાખથી વધુ લોકો આ મ્યુઝીયમ નિહાળી ચુકયા છે. રાજકોટની મુલાકાતે આવતા વિદશી પ્રવાસી ઓ માટે આ ગાંધી મ્યુઝીયમ નવલું નજરાણું બની ચુકયું છે. સંગ્રહાલયોની જાળવણી તથા અન્ય કામગીરી માટે વર્ષ ૨૦૨૩ માં રાજ્ય સરકારે રૂ. ૫૫ કરોડની ફાળવણી કરી છે. સંગ્રહા લયના વિવિધ પ્રભાગોનું ઓનલાઈન નિદર્શન થઈ શકે તે હેતુથી હવે ઓનલાઇન વર્ચ્યુઅલ ટૂર બનાવી તેની વેબસાઈટ પર પણ મૂકવામાં આવી રહી છે. દેશ અને દુનિયામાં મ્યુઝિયમ ની સાચવણી માટે આધુનિક અને ભવ્ય બિલ્ડિંગો બનાવવામાં આવી રહ્યા છે.
વધુમાં વાંચો… આગ્રાથી આવેલ ૬૦ લાખથી વધુની કિંમતના મુદ્દામાલભરેલો થેલો લઈ ભાગી ગયેલ રાજકોટની કુરિયર કંપનીનો ડ્રાઈવર ઝડપાયો
રાજકોટની કુરિયર કંપનીની આગ્રાથી રાજકોટ આવી રહેલી ગાડીમાંથી કુલ રૂ. 60,71,064ની કિંમતનો મુદ્દામાલ ભરેલો થેલો લઈને બગોદરાથી ભાગી ગયેલા ડ્રાઈવરને પોલીસે મુંબઈથી ઝડપી પાડયો હતો. તેમજ રૂ. 51,25,240નો મુદ્દામાલ કબજે કરીને ડ્રાઈવર સહિત બે શખ્સોની ધડપકડ કરી હતી. રાજકોટમાં આવેલી કુરીયર કંપનીમાં સોના-ચાંદીની દુકાનનો તેમજ કુરીયર કંપનીનો માલ લાવવા-લઇ જવા માટે નોકરીએ રાખેલો ડ્રાઇવર આગ્રાથી રાજકોટ આવી રહ્યો હતો. ત્યારે બગોદરામાંથી ગાડીમાં રહેલા જુદા જુદા રોકડ રકમના 9 પાર્સલમાં રહેલા રૂ.49,15,320, રૂ.3,74,544ના ચાંદીના બે ચોરસા તેમજ એક પાટ અને રૂ.7,81,200ના સોનાના ત્રણ ટુકડાઓ મળી કુલ રૂ.60,71,064નો મુદ્દામાલનો થેલો લઇને ભાગી ગયો હતો. જેના વિરૂદ્ધ બગોદરા પોલીસમાં ફરીયાદ નોંધાવતા બગોદરા પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે ગુનાના આરોપીઓ મુંબઇમાં હોવાની પોલીસને બાતમી મળી હતી. પોલીસે મુંબઇ જઇને બાતમી મુજબની જગ્યાએથી ગુનો આચરનારા કુરીયરના ડ્રાઇવર સહિત બે આરોપીઓની ધરપકડ કરી હતી, અને રૂ.39,51,470 રોકડા, રૂ.3,74,040ના ચાંદીનાં બે ચોરસા તથા એક પાટ,રૂ. 7,84,730ના સોનાના ત્રણ ટુકડાઓ તથા રૂ.15,000ના 3 મોબાઇલ મળી કુલ રૂ. 51,25,240 નો મુદ્દામાલ કબજે કરીને સુનીલભાઇ નટવરલાલ ઉર્ફે નટુભાઇ ત્રીવેદી અને જોગેન બીપીનચંન્દ્ર ત્રીવેદીની ધડપકડ કરી હતી.
વધુમાં વાંચો… ભાવનગર : લાકડીયા પુલ પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સો ઝડપાયા પોલીસે ઈંગ્લીશ દારૂ, કાર,૩ મોબાઈલ મળી કુલ રૂ.૨,૦૬,૪૪૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો
લાકડીયા પુલ પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સો ઝડપાયા પોલીસે ઈંગ્લીશ દારૂ, કાર,૩ મોબાઈલ મળી કુલ રૂ.૨,૦૬,૪૪૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો ભાવનગર શહેરના આવેલ જૂનાબંદરરોડપર પરના લાકડીયા પુલ પરથી કારમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો શહેરમાં લાવવામાં આવી રહ્યો છે જે હકીકત આધારે પોલીસ વોચમા હોય એ દરમ્યાન પસાર થઈ રહેલ કારનં- જી-જે-૦૧- એચ આર-૬૪૨૦ને અટકાવી કારની તલાશી લેતા વિદેશી લાકડીયા પુલ પાસેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો કારમાં ભરી આડોડીયાવાસ તરફ આવી રહેલ બે શખ્સો ને ગંગાજળિયા પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની મળતી વિગતો અનુસાર ગંગાજળિયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમા હોય એ દરમ્યાન ચોક્કસ બાતમી આપી હતી કે જૂનાબંદરરોડ રીયાદ વિભામ Calle દારૂનો જથ્થો મળી આવતા અજય ઉર્ફે શેનીલ શંકર પરમાર,રોનીસ ઉર્ફે જીંગો નિતેશ પરમારને ઈંગ્લીશ દારૂ કાર ૩ મોબાઈલ મળી કુલ રૂ.૨,૦,૬,૪૪૦/-નાં મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતીઆ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ગંગાજળિયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમા હોય એ દરમ્યાન ચોક્કસ બાતમી આપી હતી કે જૂનાબંદરરોડ રીયાદ વિભામ Calle દારૂનો જથ્થો મળી આવતા અજય ઉર્ફે શેનીલ શંકર પરમાર,રોનીસ ઉર્ફે જીંગો નિતેશ પરમારને ઈંગ્લીશ દારૂ કાર ૩ મોબાઈલ મળી કુલ રૂ.૨,૦,૬,૪૪૦/-નાં મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વધુમાં વાંચો… પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી માટે 10 રૂમનો આલીશાન બંગલો તૈયાર, જરૂરિયાતની તમામ નવી વસ્તુઓ મુકાશે, 200 સિક્યોરિટી ગાર્ડ તૈનાત રહેશે!
અમદાવાદ : બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી 29 અને 30 મેના રોજ અમદાવાદ આવવાના છે. શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં ચાણક્યપુરી સેક્ટર-6 ખાતે તેમના લોકદરબાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે 28 મેની સાંજે 5 વાગ્યાની આસપાસ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ પહોંચશે.
200 જેટલા સિક્યોરિટી ગાર્ડની તૈનાતી. મળતી માહિતી મુજબ, પંડિત ધરેન્દ્ર શાસ્ત્રી બે દિવસ અમદાવાદમાં રોકાવવાના હોવાથી તેમના રહેવા, ખાવા-પીવા સહિતની વ્યવસ્થા માટે સભાસ્થળની એકદમ નજીક એક ખાસ બંગલો તૈયાર કરવામાં આવ્યો છે. આ બંગલામાં 10 જેટલા રૂમ હશે અને બે માળના બંગલામાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી તેમના સચિવો સાથે રહેશે. મીડિયા અહેવાલ મુજબ, આ બંગલાની સુરક્ષા માટે 200 જેટલા સિક્યોરિટી ગાર્ડની તૈનાતી કરવામાં આવશે. બંગલાના ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળે બે વિશાળ રૂમ તૈયાર કરવામાં આવી રહ્યા છે. 25થી વધુ રસોઈયા સવાર-સાંજ હાજર રહેશે. માહિતી મુજબ, પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પહેલા માળ પરના બે રૂમમાં તેમના સચિવો સાથે જ રહેશે. અહેવાલ અનુસાર, આ બંગલામાં જરૂરિયાતની તમામ વસ્તુઓ જેમ કે પલંગ, એસી, કબાટ, ફર્નિચર વગેરે તદ્દન નવાં મૂકવામાં આવશે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી માટે આખો નવો બંગલો તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરાંત, મહારાજના સ્ટાફ માટે પણ અલગથી 20 જેટલાં મકાનોની વ્યવસ્થા કરાઈ છે. થોડા જ દિવસમાં આ બંગલાની તમામ કામગીરી પૂર્ણ થઈ જશે. ચાર દિવસ માટે 25થી વધુ રસોઈયા સવાર-સાંજ હાજર રહેશે.
વધુમાં વાંચો… રાજકોટ આઈ.ટી.આઈ. ખાતે યોજાનારો રોજગાર ભરતી મેળો
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તથા રાજકોટ આઈ.ટી.આઈ. દ્વારા અતુલ ઓટો લીમીટેડ, ભાયલા પ્લાન્ટ – અમદાવાદ માટે તા.૨૨/૦૫/૨૦૨૩, સોમવારના રોજ સવારે ૧૦.૦૦ વાગ્યે આજી ડેમ પાસે આવેલ ગવર્નમેન્ટ આઈ.ટી.આઈ. ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ITIના કોઈ પણ ટ્રેડસ બિન અનુભવી/અનુભવી ઉમેદવારો માટે ભાયલા સ્થિત પ્લાન્ટ માટે એસેમ્બ્લી, પેઈન્ટ શોપ, મેઈન્ટેનન્સ અને અન્ય વિભાગ માટે વાયરમેન, ફીટર, ઇલેક્ટ્રિીશીયન, ડીઝલ મીકેનિક/ મોટર મીકેનિક (બિનઅનુભવી), પેઈન્ટર (પેઈન્ટ શોપ માટે – મેઇન ટોપ કોટ લાઈનના અનુભવો),હેલ્પર (નોન આઈ.ટી.આઈ.), એ.સી. ટેક્નીશીયન (અનુભવી), કોપા (પુરુષ ઉમેદવાર) તથા શાપર સ્થિત પ્લાન્ટ માટે સી.એન.સી./મશીન શોપ માટે મશીનીસ્ટ, ટર્નર (મિલિગ/ડ્રીલ/લેથ ઓપરેટર), વી.એમ.સી. અને સી.એન.સી. ઓપરેટરની જગ્યાઓ માટે રેગ્યુલર કોન્ટ્રાક્ટ જોબ અને અપ્રેન્ટીસ શીપ માટે ભરતી કરવામાં આવશે.
આઈ.ટી.આઈ.ના કોઈ પણ ટ્રેડની શૈક્ષિણક લાયકાત ધરાવતાં ૧૮ થી ૩૦ વર્ષની ઉંમરનાં એન.સી.વી.ટી./જી.સી.વી.ટી. સર્ટિફિકેટ ધરાવતા અનુભવી કે બિનઅનુભવી ઉમેદવારો આ ભરતી મેળામાં ભાગ લઈ શકશે. સરકારી કે પ્રાઈવેટ આઈ.ટી.આઈ. કે અન્ય રાજ્યોનાં આઈ.ટી.આઈ.નાં વિદ્યાર્થીઓ પણ ઈન્ટરવ્યૂમાં ભાગ લઈ શકે છે. ઉમેદવારોને નિયમાનુસાર પગારધોરણ, ફ્રી ટ્રાન્સ્પોર્ટસન, ફ્રી જમવાની સુવિધા સહીત અન્ય લાભો મળવાપાત્ર છે. કંપની વિશે વધુ વિગતો www.atulauto.co.in વેબસાઈટ પરથી મળી રહેશે. આ ભરતી મેળામાં જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ પોતાનો બાયોડેટા, પ્રમાણપત્રો,ફોટોગાક અને આઇ.ડી. પૃફ સાથે લાવવાનાં રહેશે. મૌખિક ઈન્ટરવ્યુ દ્વારા સ્ક્રીનીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પસંદગી પામેલ ઉમેદવારોએ કંપનીમાં તાત્કાલિક ધોરણે જોઈનીંગ કરવાનું રહેશે. અંગે વધુ માહિતી માટે આઈ.ટી.આઈ. રાજકોટમાં પ્લેસમેન્ટ વિભાગનો સંપર્ક કરવા ITIનાં આચાર્ય સાગર રાડિયાની યાદીમાં જણાવાયું છે.