સૌરાષ્ટ્ર કચ્છમાં આચારસંહિતાના અમલીકરણ માટે ફ્લાઈંગ સ્કવોડની રચના કરવા કોંગી પ્રવક્તા ગજુભાનુ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ને આવેદન

File Image
File Image

09 Nov 22 : રાજકોટ શહેર કોંગ્રેસ પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલા (લોક સંસદ વિચાર મંચ) ની એક યાદી મુજબ રાજ્યભરમાં ચૂંટણીની તારીખ જાહેર થતાં જ દરેક રાજકીય પક્ષોએ આચારસંહિતાનો અમલવારી કરવાની થાય છે. પરંતુ શાસક પક્ષ દ્વારા ચૂંટણીની આચાર સહિતા નો અમલ કરાવવામાં અધિકારીઓ દ્વારા ઠાગાઠૈયા કરાય છે. શાસક પક્ષના આદેશથી સત્તાધીશોની સિધી દોરવણી હેઠળ અધિકારીઓ કામ કરતા હોવાને બદલે આચાર સહિતા ભંગની ફરિયાદો કરવા છતાં તેનો સમય મર્યાદામાં પાલન કરવામાં આવતું નથી અને એવી ફરિયાદોનો ઉલાળીયો કરવામાં આવે છે.

તાજેતરમાં રાજ્યભરમાં ચૂંટણીની આચારસંહિતા લાગુ થયેલ હોવા છતાં રાજકોટ શહેર અને જિલ્લામાં બે દિવસ સુધી થાંભલા ઉપર અને વડાપ્રધાન જન ઔષધી કેન્દ્ર ના મેડિકલ સ્ટોર પર મોદી ના કટાઉટ અને શહેર જિલ્લાના પેટ્રોલ પંપ પર વડાપ્રધાનની તસવીરો લાગેલ હતા જે હટાવવામાં તંત્ર દ્વારા ગલ્લા તલ્લા થયા હતા. બાદમાં કોંગ્રેસના ગજુભા એ રાજ્ય ચૂંટણી પંચ કમિશનરને અને કેન્દ્રીય ચૂંટણી પંચ કમિશનરને આધાર પુરાવા સાથે ફરિયાદ કરવાની જવાબદાર અધિકારીઓને ચીમકી મારતા તંત્ર હરકતમાં આવ્યું હતું.

ત્યારે આગામી દિવસોમાં ચૂંટણીનો માહોલ પૂર્ણ રીતે ખીલવાનો હોય અને ભાજપના ઉમેદવારો જાહેર થવાના હોય ત્યારે ભાજપના ઉમેદવારો દ્વારા ચૂંટણી આચાર સહિતનો ખુલ્લેઆમ ભંગ કરતા હોય છે. દરેક ચૂંટણીઓની જેમ શાસક પક્ષ સામ-દામ-દંડની નીતિ અપનાવતા હોય છે. જેમાં મતદાન મથક સુધી વાહનોની અવરજવરમાં મતદારોને લઈ આવતા હોય છે. મતદાન મથકમાં પણ પ્રિસાઇડિંગ ઓફિસર ની હાજરીમાં ઉમેદવાર નો મત ક્રમાંક અને ચૂંટણી પ્રતીક ના ઇશારાથી મતદાન કરાવતા હોય છે. અને ચૂંટણી દરમિયાન મતદાન મથક ની આજુબાજુમાં 100 મીટરમાં ભાજપનો પ્રચાર કરતા હોય છે. અને ભાજપના ઉમેદવારોના 100 મીટરમાં પ્રચારાત્મક બોર્ડ પણ જોવા મળતા હોય છે. અને મતદાન મથકમાં પણ આવા બોર્ડ, ઝંડીઓ હટાવવામાં પણ જેની જવાબદારી ફિક્સ થાય છે તેવા પોલીસ અધિકારીઓ આંખમીચામણા કરતા હોય છે. આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ કરનારા ઉમેદવારોને અને શાસક પક્ષને કાબુમાં રાખવા માટે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ માં એક ફ્લાઈંગ સ્કવોડની રચના કરવામાં આવે તેવી લેખિત રજૂઆત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકોરને કોંગ્રેસ પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલાએ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here