રાજકોટ મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૧૯મી એ ચૂંટણી, કોંગ્રેસે પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આગામી 19મી જૂને યોજાનારી ચૂંટણીમાં ઝંપાલવાના મૂડમાં છે. આજે કોંગ્રેસના આગેવાનો ફોર્મ ઉપાડવા માટે આવ્યા હતા. દરમિયાન મેયરની ગેરહાજરી હોવાના કારણે તેઓને ઉમેદવારી ફોર્મ મળી શક્યુ ન હતું. બોર્ડ ખંડિત હોવાના કારણે શિક્ષણ સમિતિની ચુંટણી મૂલત્વી રાખવાની પણ માંગણી કરવામાં આવી હતી. બીજી તરફ એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે ચૂંટણીમાં ભાજપના ત્રણ કોર્પોરેટરો કોંગ્રેસના ઉમેદવારને ટેકો આપવા માટે તૈયાર છે.
શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ સંજય અજુડીયાની આગેવાનીમાં આજે મેયરને સંબોધીને એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં એવી માંગણી કરવામાં આવી હતી કે વોર્ડ નં.15ના બે કોર્પોરેટરોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. સાથોસાથ તેઓએ કોર્ટમાં કેસ કર્યો છે. જે પેન્ડિંગ છે. તેઓ પોતાનો મત્તાધિકારનો પ્રયોગ કરી શકે તેમ નથી. જ્યાં સુધી બોર્ડમાં તમામ 72 કોર્પોરેટરોને મત્તાધિકાર પ્રાપ્ત ન થાય ત્યાં સુધી શિક્ષણ સમિતિની ચુંટણી મુલત્વી રાખવામાં આવે. જો આ અંગે ટૂંક સમયમાં કોઇ જાહેરાત કરવામાં નહિં આવે તો કોંગ્રેસ દ્વારા કોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે. શિક્ષણ સમિતિના 12 સભ્યોની ચૂંટણી યોજાવાની છે. જેના માટે ફોર્મ ભરવાની તારીખ 1 જૂન નિયત કરવામાં આવી છે. કોંગ્રેસ પાસે હાલ માત્ર બે કોર્પોરેટરની સંખ્યાબળ હોવાના કારણે એકપણ સભ્ય શિક્ષણ સમિતિમાં ચૂંટાઇ આવે તેવી સ્થિતી નથી. છતાં કોંગ્રેસના આગેવાનો કૂકરી ગાંડી કરવાના મૂડમાં છે. આજે ઉમેદવારી ફોર્મની પણ માંગણી કરવામાં આવી હતી. પરંતુ ચૂંટણી અધિકારી એવા મેયર ડો.પ્રદિપ ડવ બે દિવસ હાજર ન હોવાના કારણે તેઓની ગેરહાજરીમાં ફોર્મ આપી શકાયુ ન હતું. કોંગ્રેસ તરફથી શિક્ષણ સમિતિના ઉમેદવાર તરીકે વિજયસિંહ જાડેજા, રણજીત મુંધવા અથવા કમલેશ કોઠીવાર પૈકી કોઇ એકને ફોર્મ ભરાવવામાં આવશે. હાલ માત્ર 70 કોર્પોરેટરો છે. આવામાં એક સભ્યની નિયુક્તિ માટે ઓછામાં ઓછા પાંચ અને વધુમાં વધુ 6 સભ્યોની જરૂર પડે છે. કોંગ્રેસનો એકપણ સભ્ય ન ચૂંટાઇ તેવી સંપૂર્ણ શક્યતા છે છતા ઉમેદવારી ફોર્મ લેવા આવેલા કોંગ્રેસના આગેવાનોએ એવો દાવો કર્યો છે કે શિક્ષણ સમિતિની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપવા માટે ભાજપના ત્રણ કોર્પોરેટરોએ રાજીપો વ્યક્ત કર્યો છે. આગામી દિવસોમાં નવા જૂની થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.

વધુમાં વાંચો… મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમ ડિંડક અને તુત : ગજુભા , જિલ્લા કલેકટર માં અરજીઓ ગુમ કરી દેવાય છે : ઇન્દુ ભા
લોક સંસદ વિચાર મંચ ના મોભી અને પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, સ્થાપક ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, સિનિયર સિટીઝન પ્રવીણભાઈ લાખાણી, મહિલા સામાજિક અગ્રણી સરલાબેન પાટડીયા, પ્રફુલાબેન ચૌહાણ ની એક સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટ જિલ્લા કલેકટર કચેરીનો અંધેરી નગરી ગંડુ રાજા જેવો વહીવટ સામે આવ્યો છે. આમ જનતાના વ્યાજબી અને અણ ઉકેલ પ્રશ્નો અંગે લોકોને ગાંધીનગર સુધી ધક્કા ખાવા નો પડે જે પગલે પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ’ ની શરૂઆત કરવામાં આવી હતી. જે કાર્યક્રમ દર માસના ચોથા ગુરુવારે જે તે કચેરીના મુખ્ય અધિકારીના વડપણ હેઠળ યોજવામાં આવે છે. અને આ અંગેની અરજી તારીખ 1 થી 10 સુધીમાં કરવાની રહે છે પરંતુ આ કાર્યક્રમ એ ડિંડક અને તુત છે કે કેમ ? સમય મર્યાદામાં થયેલી અરજી ગુમ કરી દેવામાં આવે છે ?
લોક સંસદ વિચાર મંચ દ્વારા કલેકટર કચેરીને સાંઢીયાપુલ પાસે એસ.ટી બસોને ડ્રાઇવરજન આપવા બાબતે વખતો વખત કરેલી રજૂઆતો તુમારશાહીનો ભોગ બનતા આ અંગે ગજુભા દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી રાજકોટ ખાતે તારીખ ૮/૫ મે માસના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ફરિયાદ કરવામાં આવેલ હતી. જે ફરિયાદ અંગે આજે મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ફોન દ્વારા પૂછપરછ કરતા જવાબદાર કર્મચારી ગોપીબેને જણાવ્યું કે તમારી અરજી હજુ સુધી મળી નથી. અમોને રજીસ્ટ્રી બ્રાન્ચ અરજીઓ મોકલે એ પછી આગળની કાર્યવાહી થાય જે પગલે રજીસ્ટ્રી શાખાના સેજલબેન ને ફોન કરતા તેઓએ એક તબક્કે તો જણાવ્યું કે તમારી અરજી મળી નથી પરંતુ ૮/૫ આપેલ છે જ જે અંગે કચેરીના સીસી ફૂટેજ ચકાસી શકો છો સેજલબેને અરજી ગોતતા અંતે જણાવ્યું કે હા તમે આપી ગયા છો અમે ૧૦/૫ મોકલી દીધી છે. પરંતુ મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમના જવાબદારો ના પાડે છે. ત્યારે સેજલબેને કીધું એ ગોપીબેન ખોટું બોલે છે. આ રીતે જુદી જુદી બ્રાન્ચના જવાબદારો ચલક ચલાણું રમી એકબીજાને ખો આપવામાં આવતી હતી. અને જા બિલાડી મોભા મોભ જેવો માહોલ કલેક્ટર કચેરીમાં છે. મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં કરેલી અરજી જ રૂમ કરી દેવામાં આવી છે કે કેમ ? જેની તટસ્થ તપાસ અંગે ડેપ્યુટી કલેકટર ખાચર સાહેબને ગજેન્દ્રસિંહ ઝાલા દ્વારા ટેલિફોનિક ફરિયાદ કરી યોગ્ય કરવા અપીલ કરવામાં આવી હતી. શું મુખ્યમંત્રી ફરિયાદ કાર્યક્રમ એ ડિંડક અને તુત છે ? આ બનાવ પરથી લાગે છે કે નામ બડે ઔર દર્શન ખોટે ? આ કાર્યક્રમ માં મુખ્યમંત્રીનું જ્યારે નામ જોડવામાં આવતું હોય ત્યારે આ કાર્યક્રમની ગરિમા જળવાવી જોઈએ અને અરજદારોની અરજીઓ અંગે જવાબદારી ફિક્સ થવી જોઈએ રજીસ્ટ્રી બ્રાન્ચ એમ કહે છે અમે તો મોકલી દીધી હવે અમારે કાંઈ નહીં ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here