કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવશે ગુજરાત, માનહાનીના કેસમાં કોર્ટમાં થશે હાજર

20 March 23 : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 23 માર્ચના રોજ સુરતમાં હાજરી આપશે. માનહાની કેસમાં કોર્ટમાં હાજર રહેશે. ત્યારે કોંગ્રેસ દ્વારા એરપોર્ટથી કોર્ટ સુધી સ્વાગત કરવામાં આવશે. રાહુલ ગાંધી પર પૂર્ણેશ મોદીએ કરેલી બદનક્ષીની અરજી મામલે કોર્ટના આદેશ બાદ હાજર રહેશે.

રાહુલ ગાંધી વિરુદ્ધ પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ બદનક્ષી કેસનો વિવાદ અગાઉ સામે આવ્યો હતો. ત્યારે સુરત જિલ્લા કોર્ટે અગાઉ પૂર્ણેશ મોદીની અરજી ફગાવી દીધી હતી. હાઈકોર્ટે સુરત ટ્રાયલ કોર્ટને માનહાનિના કેસની સુનાવણી ઝડપી કરવા આદેશ કર્યો હતો. બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધીને જુબાની માટે હાઈકોર્ટમાં બોલાવવા માટે અરજી કરવામાં આવી હતી અને જુબાની માટે હાજર થાય તેવી માંગણી કરવામાં આવી હતી. બદનક્ષીના કેસમાં તેમને અગાઉ સુરતમાં અરજી કરી હતી. ટ્રાયલ કોર્ટે નકારતા પૂર્ણેશ મોદીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી.

13 એપ્રિલ 2019માં કર્ણાટકના કોલારમાં લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરી હતી. લોકસભાની ચૂંટણી વખતે રાહુલ ગાંધીએ સભામાં ટીપ્પણી કરી હતી. જેમા તેમણે મોદી અટકવાળા લોકો પર ટીપ્પ્ણી કરી હતી. ત્યારે પૂર્ણેશ મોદીએ આ મામલે બદનક્ષીનો કેસ કર્યો હતો. રાહુલ ગાંધીના ભાષણ બાદ બદનક્ષીની ફરીયાદ મામલે રાહુલ ગાંધીના નિવેદનની સીડી પેનડ્રાઈવ થકી આપવામાં આવી તેને પુરાવો ગણવા માટે નિવેદન પણ અગાઉ કર્યું હતું. ત્યારે 23 માર્ચે આ કેસમાં રાહુલ ગાંધી કોર્ટમાં હાજરી આપશે.

વધુમાં વાંચો… ભાજપ ધારાસભ્ય જીતુ વાઘાણીને હાઈકોર્ટનું સમન્સ

ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ પ્રધાન અને ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણીની મુશ્કેલીમાં વધારો થયો છે. હાઈકોર્ટમાં જીતુ વાઘાણી સામે આમ આદમી પાર્ટીના નેતા રાજુ સોલંકીએ અરજી કરી છે. માહિતી મુજબ, વિધાનસભાની ચૂંટણી દરમિયાન ખોટી પત્રિકાઓ વેચવા મામલે આપના નેતાએ રાજુ સોલંકીએ ભાજપાના નેતા જીત વાઘાણી સામે અરજી કરતા હાઈ કોર્ટે 21 એપ્રિલે કોર્ટમાં હાજર રહેવા જીતુ વાઘાણીને સમન્સ મોકલ્યું છે.

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો જીતી હતી – ઉલ્લેખનીય છે કે, ગત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યમાં ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટીએ (બીજેપી) 156 બેઠક જીતીને ઔતિહાસિક વિજય મેળવ્યો હતો. જ્યારે કોંગ્રેસને માત્ર 17 અને આપને 5 બેઠકો પર જીત મળી હતી. ચૂંટણી બાદ આપ પાર્ટી દ્વારા પ્રથમ પ્રેસ કોન્ફરન્સ કરાઈ હતી, જેમાં ભાવનગર વિધાનસભા બેઠક પરથી લડેલા રાજુ સોલંકીએ ભાજપ તરફથી વિજયી જીત વાઘાણી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આપ નેતા રાજુ સોલંકીએ કહ્યું હતું કે, ભાજપ દ્વારા મોટું ષડયંત્ર કરી ચૂંટણી જીતવામાં આવી છે.

‘ચૂંટણી જીતવા ભાજપે સામ-દામ દંડ ભેદની નીતિ અપનાવી’ – મીડિયા રિપોર્ટ્સ, મુજબ, રાજુ સોલંકીએ કહ્યું હતું કે, ચૂંટણી જીતવા માટે ભાજપે સામ-દામ દંડ ભેદની નીતિ અપનાવી હતી. તેમણે કહ્યું હતું કે, ભાજપના નેતાએ મારા નામની પત્રિકા વેચીને મને નુકસાન પહોંચાડ્યું હતું. રાજુ સોલંકીએ આગળ કહ્યું કે, આ બાબતે અમે કલેકટર અને DYSPને પણ રજૂઆત કરી છે. પરંતુ, અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે હવે રાજુ સોલંકી દ્વારા હાઈકોર્ટમાં અરજી કરાતા હાઈકોર્ટે જીતુ વાઘાણીને સમન્સ પાઠવ્યું છે અને 21 એપ્રિલે કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો છે.

વધુમાં વાંચો… દિલ્હીની એક્સાઇઝ પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા AAP નેતા મનીષ સિસોદિયાને વધુ એક આંચકો લાગ્યો છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે વધારી દીધી છે

દિલ્હીની એક્સાઇઝ પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા AAP નેતા મનીષ સિસોદિયાને વધુ એક આંચકો લાગ્યો છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે વધારી દીધી છે. તે હાલમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કસ્ટડીમાં છે અને આ કસ્ટડી 22 માર્ચે પૂરી થવાની હતી. હવે ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે લંબાવવામાં આવ્યા બાદ મનીષ સિસોદિયાના લાંબા સમય સુધી જેલમાં રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ આ મામલે BRS નેતા કવિતાની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. તે 22 માર્ચ સુધી EDના રિમાન્ડ પર રહેશે. હવે રાઉઝ એવન્યુ કોર્ટે સીબીઆઈ કેસમાં ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે વધારી દીધી છે. ધરપકડ બાદ મનીષ સિસોદિયાને દિલ્હીની તિહાર જેલમાં રાખવામાં આવ્યા છે. જેલમાં ગયા બાદ મનીષ સિસોદિયાએ પોતાના મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

વિધાનસભામાં પણ હોબાળો – મનીષ સિસોદિયાની સાથે સત્યેન્દ્ર જૈને પણ મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનના સ્થાને સૌરભ ભારદ્વાજ અને આતિશીને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે. મનીષ સિસોદિયાના કેસને લઈને સોમવારે દિલ્હી વિધાનસભામાં ભારે હોબાળો થયો હતો. આમ આદમી પાર્ટી અને ભાજપે એક બીજા પર જોરદાર આરોપ લગાવ્યા છે. દિલ્હીની એક્સાઈઝ પોલિસી કેસમાં મનીષ સિસોદિયા પર આરોપ છે કે તેમણે પોતાના પદનો દુરુપયોગ કર્યો અને કેટલાક લોકોના મતે જાણી જોઈને પોલિસીમાં ફેરફાર કર્યો. આ કેસમાં ઘણા લોકોની પૂછપરછ કરવામાં આવી છે અને તેમની ધરપકડ પણ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here