20 Aug 22 : બિલકીસ બાનું કેસ મામલે કોંગ્રેસ ગુજરાત અને કેન્દ્રના નેતાઓએ આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવા   માં આવી રહ્યા છે. કેન્દ્રની સહમતી વિના આરોપીને છુટ્ટો દોર ના અપાયા તે પ્રકારના આરોપો પણ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા પવન ખેરાએ લવગાવ્યા હતા. આ ઉપરાંત જિજ્ઞેશ મેવાણીએ પણ કહ્યું કે, આ મામલે આરોપીઓને છોડવા એ કલંકીત ઘટના છે.

પવન ખેરાએ વઘુમાં કહ્યું કે, નિર્ભયાના કેસ મામલે આરોપીઓને ફાંસીની સજા કરવામાં આવે છે જ્યારે બિલકીસના આરોપીઓને કેવી રીતે ગુજરાત બરદાશ કરશે, વૈષ્ણવ જન અમે બધા છીએ. આ સહન ના કરી શકાય. બિલકીસ બાનુંના કેસમાં આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. તેમ તેમણે કહ્યું હતું. તો કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ આ મામલે કહ્યું કે, રાજ્ય અને કેન્દ્રની સરકારે ગુજરાતની અસ્તિતા ગૌરવને કાયમ માટે ખંડીત કર્યું છે. કોંગ્રેસ નેતા પવન ખેરા અને મેવાણી સહીતના કોંગ્રેસના નેતાઓ દ્વારા આ પ્રકારે આકરા પ્રહારો કરાયા હતા.

ઉલ્લેખનીય છે કે, 2002માં ગુજરાત રમખાણો દરમ્યાન બિલકિસ બાનું સાથે સામૂહિક બળાત્કાર સહીતના કેસ મામલે આજીવન કેદની સજા ભોગવતાં 11 જેટલા દોષિતોને ગુજરાત સરકાર દ્વારા માફી યોજના હેઠળ 15 ઓગસ્ટનાં દિવસે ગોધરા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. જેથી ત્યારથી આ મામલે કોંગ્રેસના નેતાઓ દ્વારા વિરોધમાં નિવેદનો કરવામાં આવી રહ્યા છે.

  • યુવતીએ યુવકને મળવા બોલાવી ઢીબી નાખ્યો. સોશિયલ મીડિયા પર અજાણી યુવતી સાથે ચેટિંગ કરવું યુવકને ભારે પડ્યું હતું
18 Aug 22 : સોશ્યિલ મીડિયાના માધ્યમથી પાંગરતો પ્રેમ ક્યારેક વિટ પરિસ્થિતિમાં મૂકી દે છે. તળાજા પથંકના યુવકને ઈન્ટાગ્રામમાં પ્રેમ ના પાઠ ભણાવીને મળવા બોલાવ્યા બાદ યુવતિએ અન્ય યુવક યુવતિઓને સાથે લાવીને ધોલાઈ કરાવી હતી. એટલું જ નહીં પણ લોહિયાળ ઈજા થતા યુવકને સારવારમાં ખસેડવો પડ્યો હતો.
ભડી ગામે રહેતા હિતેશ નામના યુવાને જણાવ્યું હતું કે પોતે છેલ્લા એક મહિનાથી ઇન્સ્ટાગ્રામ પર એક યુવતી સાથે ચેટિંગ કરી રહ્યા હતા. એ યુવતી મહુવાની હોવાનું ગેટિંગ સમર્થ કહી રહી હતી. એક મિહનાના ચેટિંગના ફળ સ્વરૂપે આજે યુવકને યુવતીએ બોરડા ગામે મળવા બોલાવેલ હતો.યુવક બસમાં બોરડા ગામે પહોંચ્યો હતો, જ્યારે યુવતી બાઈક લઈને આવી હતી. બંને બોરડા ગામેથી ગોપનાથ જવા રવાના થવા હતા. પ્રથમ વખત જ એક મહિનાથી ચેટિંગ કરતી યુવતીને મળ્યાનો અને તેની સાથે બાઈક પર ફરવાનો યુવક આનંદ લઈ રહ્યો હતો. ત્યાં જ ગોપનાથ નજીક પહોંચતા બાઈક પર ત્રણેક યુવતીઓ અને પાંચેક યુવકો આવ્યા હતા. આ યુવકને આંતરીને બૌઘડ અને તિક્ષ્ણ વિધારો ધારણ કરી હિતેશ પર તૂટી પડ્યા હતા. હિતેશે વધુમાં જણાવ્યું હતું કે પોતાનું પાકીટ અને મોબાઈલ ગુમ થઈ ગયા છે. જે અવઢવ છે.છોકરી સાથે પોતે ચેટિંગ કરી રહ્યા હતા અને આજે ડેટિંગ કરવા નીકળ્યા તેમાં છોકરીઓ જ પોતાને છેતર્યો હોવાનો દાવો કરતો હતો.
મિતેશને માથામાં તિક્ષ્ણ હથિયારના ઘા મારવાથી ચહેરો આખો લૌઢિયાળ બની ગયો હતો ડોક્ટર ડાબી સાઈડના પગમાં ફેક્ચર હોવાનો જણાવ્યું હતું. માથા અને પગના ભાગે સારી એવી ઇજાઓ હતી. જેને લઈને ભાવનગર વધુ સારવાર છે મોકલવામાં આવ્યી હતો, આમ એક મહિનાના સોશિયલ મીડિયા પર અજાણી યુવતી સાથે ચેટિંગ કરવું યુવકને ભારે પડ્યું હતું